કુંડળીના દોષોને કેવી રીતે દૂર કરશે આ મકરસંક્રાંતિ ? જાણો મકરસંક્રાંતિના અત્યંત ફળદાયી મહાઉપાય

|

Jan 14, 2022 | 6:23 AM

ઉત્તરાયણકાળમાં જન્મ લેવો તો શુભ મનાય જ છે, સાથે જ આ કાળમાં મૃત્યુ પામવું પણ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે આ સમયમાં થનારું નિર્વાણ મોક્ષની ગતિ કરાવનારું છે તો સાથે જ આ દિવસે દાન કરવાથી કુંડળીમાં રહેલ દોષોમાંથી મુક્તિ મળે છે.

કુંડળીના દોષોને કેવી રીતે દૂર કરશે આ મકરસંક્રાંતિ ? જાણો મકરસંક્રાંતિના અત્યંત ફળદાયી મહાઉપાય

Follow us on

મકરસંક્રાંતિનો (makar sankranti) અવસર એટલે તો પુણ્યની પ્રાપ્તિનો મહા અવસર. દર વર્ષે 14મી જાન્યુઆરીનો દિવસ એ મકરસંક્રાંતિના તહેવાર તરીકે ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે જ તે મકરસંક્રાંતિ કે ઉત્તરાયણના નામથી ઓળખાય છે. આ દિવસે આપણને દર્શન દેનાર સૂર્યનારાયણ ઉત્તરાયણ થાય છે જેના કારણે દિવસ મોટો અને રાત નાની થવા લાગે છે. ઉત્તર ભારતમાં આ દિવસ મકરસંક્રાંતિના નામે પ્રસિદ્ધ છે તો દક્ષિણમાં પોંગલ અને આસામમાં બિહુના નામે ઉજવાય છે.

હિન્દુ ધર્મમાં તો ઉત્તરાયણકાળમાં જન્મ લેવો તો શુભ મનાય જ છે, સાથે જ આ કાળમાં મૃત્યુ પામવું પણ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે આ સમયમાં થનારું નિર્વાણ મોક્ષની ગતિ કરાવનારું મનાય છે તો સાથે જ આ દિવસે દાન કરવાનું પણ ખૂબ માહાત્મય છે. જેનાથી કુંડળીમાં રહેલ દોષોમાંથી મુક્તિ મળે છે. આવો, આ વિશે વિગતે જાણીએ.

દાન દૂર કરશે સઘળા કષ્ટ

મકરસંક્રાંતિએ દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કોઈ મંદિરમાં જઈને ચોખા, ઘી, દહીં, લોટ, ગોળ, કાળા તલ, સફેદ તલ, લાલ મરચાં, સાકર, બટાકા, તેમજ બટાકાની બનાવટોનું દાન કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતા દાનને કારણે વ્યક્તિના જીવનના તમામ કષ્ટોનો નાશ થાય છે. જો કે અલગ-અલગ ગ્રહદોષથી મુક્તિ અર્થે અલગ-અલગ દાનની મહત્તા વર્ણવવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મકરસંક્રાંતિના મહાઉપાય

કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ દૂર કરવા માટે લાલ ચંદન, ઘી, લોટ, ગોળ, કાળા મરીનું દાન કરવું ઉત્તમ ગણાય છે.
જેની કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તેમણે ચોખાની સાથે કપૂર, ઘી, દૂધ, દહીં, સફેદ ચંદનનું દાન કરવું જોઇએ.
મંગળ ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે ગોળ, મધ, મસૂરની દાળ, લાલ ચંદનનું દાન કરવામાં આવે છે.
બુધ ગ્રહ સાથે જોડાયેલ દોષને દૂર કરવા માટે ચોખા સાથે ધાણા, સાકર, સૂકાયેલા તુલસીદળ, મીઠાઈ, મગ અને મધનું દાન કરવું ઉત્તમ ગણાય છે.

ગુરુ ગ્રહ સાથે જોડાયેલ દોષ દૂર કરવા મધ, હળદર, દાળ, રસદાર ફળો, કેળાનું દાન કરવું ફળદાયી બની રહે.
શુક્ર ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે સાકર, સફેદ તલ, જવ, ચોખા, બટાકા, અત્તરનું દાન કરવાની માન્યતા પ્રચલિત છે.

જેમની કુંડળીમાં શનિદોષ હોય તેમણે મકરસંક્રાંતિએ કાળા તલ, સફેદ તલ, સરસિયાનું તેલ અને આદુ જેવી સામગ્રી દાન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ મહાપર્વના દિવસે શનિદેવ પોતાના પિતા સૂર્યદેવને મળવા આવે છે. એવામાં આ દિવસે સૂર્યદેવની સાથે શનિદેવની પૂજા મહત્વની મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શાકંભરી અને માતા લક્ષ્મી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવશે આ અત્યંત સરળ અને ફળદાયી મંત્ર

આ પણ વાંચો : મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !

Next Article