Bhakti : તમે કેવી રીતે કરો છો આરતી ગ્રહણ ? જાણી લો આરતીની આસકા લેવાના આ નિયમ

|

Aug 02, 2021 | 2:59 PM

આરતી કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તો નિયમો સાથે આસકા લેવાથી શરીર પણ શુદ્ધ થઈ જાય છે. વ્યક્તિને આદ્યાત્મિક પથ પર પ્રગતિ અપાવે છે આરતી ગ્રહણ કરવાની સાચી રીત.

Bhakti : તમે કેવી રીતે કરો છો આરતી ગ્રહણ ? જાણી લો આરતીની આસકા લેવાના આ નિયમ
આરતી ગ્રહણ કરવાથી હજારો યજ્ઞ અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે !

Follow us on

આરતી(AARTI) ઘરને શુદ્ધતા અર્પે છે. કોઈ દેવસ્થાન કે ઘરમાં આપણા મંદિરમાં દેવી દેવતાની પૂજા પછી આરતી કરવાની આપણી પરંપરા છે. કારણકે આરતી જ પૂજાને પૂર્ણ કરે છે. આરતીનો મહિમા તો આપણા પુરાણોમાં દર્શાવાયો છે . એવું કહેવાય છે કે આરતી ગ્રહણ કરવાથી હજારો યજ્ઞ અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે માત્ર આરતી ગ્રહણ કરવાથી પણ વ્યક્તિ આદ્યાત્મિક દ્રષ્ટિએ ઉચ્ચ સ્તર પર પહોંચી શકાય છે.
અલબત્ત, આરતી ગ્રહણ કરવાના પણ કેટલાક ખાસ નિયમો હોય છે. તમે આરતી એક હાથે ગ્રહણ કરો છો કે બે હાથે ? આરતી ગ્રહણ કરી તમે તમારો હાથ સૌથી પહેલાં ક્યાં સ્પર્શ કરો છો ? આવો આજે તમને જણાવીએ આરતી ગ્રહણ કરવાના કેટલાક ખુબ મહત્વના નિયમો.
1. આરતી પૂર્ણ થયા બાદ દેવી દેવતાને આરતી અર્પણ કર્યા બાદ જ આપણે આરતી ગ્રહણ કરવી જોઈએ.
2. આરતીની આસકા લેતી વખતે ખાસ ખ્યાલ રહે કે તમારું મસ્તક કોઇપણ કપડાથી ઢંકાયેલું હોય.
3. આરતીની આસકા લેવા માટે વ્યક્તિએ હંમેશા બંને હાથની હથેળીનો જ ઉપયોગ કરવો. આરતી ક્યારેય એક હાથે ન લેવી જોઈએ.
4. આરતી ગ્રહણ કરવા માટે આરતીની જ્યોત પર બંન્ને હાથ થોડો સમય સુધી રાખવા અને ત્યારબાદ હથેળીને શરીરના વિવિધ અવયવોને સ્પર્શ કરાવવી જોઇએ.
5. આરતી ગ્રહણ કરતી વખતે તમારી હથેળીને સૌથી પહેલાં મસ્તક અને ત્યારબાદ આંખ, નાક, કાન, મુખ તથા છાતી પર લગાવવી.
6. ત્યારબાદ હથેળીનો સ્પર્શ ઘૂંટણ અને પગ ઉપર પણ કરવો.
7. તમે હથેળીનો સ્પર્શ એ તમામ શરીરના અવયવો પર કરાવી શકો કે જ્યાં આપને કશું વાગ્યું હોય, સોજો આવ્યો હોય કે કે કોઈ દુ:ખાવો હોય. કારણકે આરતીને ગ્રહણ કરેલી હથેળી આવા અવયવો પર સ્પર્શ કરાવવાથી વ્યક્તિની શારિરીક પીડા પણ ધીમે ધમે દૂર થવા લાગે છે.
8. આરતી ગ્રહણ કર્યા બાદ ઓછામાં ઓછું પાંચ મિનીટ સુધી જળને સ્પર્શ ન કરો.
કહેવાય છે કે જે નિત્ય માત્ર આરતી ગ્રહણ કરે છે તેમના ચહેરા અને નેત્ર પર તેજ અવશ્ય રહે છે. એટલે કે આરતી કરવાથી વ્યક્તિના જીવનમાં તો ફાયદો થાય જ છે પણ સાથે જ નિયમો સાથે જો આરતી ગ્રહણ કરવામાં આવે તો પણ તેના ખૂબ ફાયદા છે.

આ પણ વાંચો : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના !

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચો : બ્રહ્મચારી હનુમાનજીના પણ થયા હતા લગ્ન ! આ મંદિરમાં પત્ની સાથે જ બિરાજમાન થયા પવનપુત્ર

Next Article