Shravan 2021 : વૈરાગી શિવને કેવી રીતે લાગ્યું કાશીનું ઘેલું ? જાણો કાશીના ‘શિવનગરી’ બનવાની કથા

|

Sep 01, 2021 | 10:42 AM

મોક્ષપુરી કાશી એટલે તો એ નગરી કે જેણે સદૈવ વિરક્ત રહેનારા, વૈરાગીઓમાં પણ સર્વશ્રેષ્ઠ મનાતા એવાં દેવાધિદેવ મહાદેવને પણ ઘેલું લગાડી દીધું. એ પણ એ હદે કે તે કૈલાસ છોડી આ ધરા પર નિવાસ કરવા ઉત્સુક બની ગયા !

Shravan 2021 : વૈરાગી શિવને કેવી રીતે લાગ્યું કાશીનું ઘેલું ? જાણો કાશીના ‘શિવનગરી બનવાની કથા
વૈરાગી શિવને લાગ્યું કાશીનું ઘેલું !

Follow us on

સપ્ત મોક્ષપુરીમાં (Sapta Mokshapuri) સ્થાન પામતી નગરી કાશી (Kashi) એ શિવનગરી તરીકે પ્રસિદ્ધ છે અને આ કાશીના શિવનગરી બનવાની કથા પણ એટલી જ રસપ્રદ છે. કાશી તો એ નગરી છે કે જેણે જેણે સદૈવ વિરક્ત રહેનારા, વૈરાગીઓમાં પણ સર્વશ્રેષ્ઠ મનાતા એવાં દેવાધિદેવ મહાદેવને પણ ઘેલું લગાડી દીધું. એ પણ એ હદે કે તે કૈલાસ છોડી આ ધરા પર નિવાસ કરવા ઉત્સુક બની ગયા ! આવો, આજે તે જ રસપ્રદ કથા જાણીએ.

પ્રચલીત કથા અનુસાર દેવી પાર્વતીએ શિવજી સાથે વિવાહ બાદ કૈલાસ પર ગૃહ પ્રવેશ કર્યો. અલબત્ કૈલાસ ‘હિમાલય’ પર જ સ્થિત હોઈ, સ્વયંના પિતાની જ ભૂમિ પર આવેલું હોઈ દેવી પાર્વતીને મહાદેવ સાથે રહેવામાં સંકોચ થવા લાગ્યો. મહાદેવ દેવી પાર્વતીની લાગણીઓને સમજી ગયા અને આખરે એક એવી જગ્યાની શોધમાં નીકળી પડ્યા કે જે કૈલાસ જેવી જ સિદ્ધ હોય અને નયનોને પ્રિય. ‘સિદ્ધક્ષેત્ર’ માટેની તેમની આ ઝંખના જ મહેશ્વરને કાશી લઈ આવી.

એક તરફ મહાદેવ અને દેવી પાર્વતી કાશીમાં પ્રસન્નતામય દાંપત્યજીવન વ્યતિત કરી રહ્યા હતા. તો, તેમનું સાનિધ્ય અને સેવા ઝંખતા દેવતાઓ પણ કાશીમાં જ સ્થિર થવા લાગ્યા. આ ઘટનાથી કાશીના રાજા દિવોદાસને એવી લાગણી થઈ કે જાણે તે કાશી પરનું તેમનું આધિપત્ય ગુમાવી રહ્યા હોય અને એટલે જ તેમણે આકરી તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી દીધાં અને તેમની પાસેથી માંગ્યું એક વિચિત્ર વરદાન.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજા દિવોદાસઃ
“હે પરમપિતા બ્રહ્મા ! મને વરદાન આપો, કે દેવતાઓ દેવલોકમાં જ રહે. નાગકુળ પાતાળમાં સ્થિર થાય અને આ ભૂલોક માત્ર મનુષ્યો માટે જ રહે.”

વરદાન દેવા વચનબદ્ધ બ્રહ્માજી તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઈ ગયા અને તે સાથે જ સર્વ દેવતાઓ મજબૂર થઈ ગયા કાશીને છોડવા. પરંતુ, આ કાશીને છોડવાનું સૌથી વધુ દુ:ખ તો વર્તાઈ રહ્યું હતું સ્વયં નિ:સ્પૃહી મનાતા શિવજીને !

શ્રીસ્કંદ મહાપુરાણમાં વર્ણિત કથા અનુસાર મહાદેવનું મન તો સતત કાશીને જ ઝંખી રહ્યું હતું. આખરે, તેમણે રાજા દિવોદાસના દોષ શોધવા કાશીમાં 64 જોગણીઓને મોકલી. જે દિવોદાસથી પ્રભાવિત થઈ ત્યાં જ સ્થિત થઈ ગઈ. ત્યારબાદ શિવજીએ સૂર્યદેવને મોકલ્યા. તો તે પણ અલગ-અલગ બાર સ્વરૂપોમાં ત્યાં જ વિદ્યમાન થઈ ગયા. આખરે, મહાદેવે સ્વયં બ્રહ્માજીને કાશી મોકલ્યા. બ્રહ્માજીએ બ્રાહ્મણનું રૂપ ધર્યું અને સ્વયં રાજા દિવોદાસની સહાયતાથી કાશીમાં 10 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. દશાશ્વમેધેશ્વર નામે શિવલિંગની પણ સ્થાપના કરી.

કાશીના સમાચાર લેવાં મહાદેવે જેને જેને કાશી મોકલ્યા તે બધાં જ કાશીમાં જ સ્થિર થઈ ગયા. આખરે, મહાદેવે શ્રીગણેશને જ્યોતિષી રૂપે અને ત્યારબાદ સ્વયં શ્રીહરિને બ્રાહ્મણ રૂપે કાશી મોકલ્યા. જેમણે દિવોદાસને જ્ઞાનોપદેશ આપી વિરક્તતા તરફ વાળ્યા. અંતે, દિવોદાસે સ્વ હસ્તે કાશીમાં શિવલિંગની સ્થાપના કરી, મહેશ્વરને કાશી પધારવા આમંત્રણ આપ્યું અને સ્વયં શિવલોક ચાલ્યા ગયા. ત્યારબાદ મહાદેવ અને પાર્વતીએ વાજતેગાજતે કાશીમાં પ્રવેશ કર્યો અને ત્યાં જ સ્થિર થઈ ગયા.

શ્રીસ્કંદ મહાપુરાણમાં ઉલ્લેખ અનુસાર શિવજીના કાશીમાં આગમન સાથે જ અનેક દેવી-દેવતાઓ અને સ્વયં અનેક તીર્થો પણ તેમના પૂર્ણ સ્વરૂપે કાશીમાં જ આવીને વસી ગયા અને એ જ કારણ છે કે માત્ર આ એક ભૂમિના દર્શનથી અનેક તીર્થોના દર્શનના પુણ્યની પ્રાપ્તિની માન્યતા છે.

 

આ પણ વાંચોઃ શું તમને ખબર છે કે વિવિધ દેવી-દેવતા કયા શિવલિંગની કરે છે પૂજા ? જાણો, શિવલિંગના દુર્લભ સ્વરૂપોનો મહિમા

આ પણ વાંચોઃ શ્રીલ પ્રભુપાદે કેવી રીતે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યા શ્રીકૃષ્ણના ઉપદેશ ? જાણો ઇસ્કોનના ઉત્થાનની કથા

Next Article