પાંચ તત્વો પર આધારિત જ્યોતિષશાસ્ત્ર (Astrology) અને વાસ્તુશાસ્ત્રનો (Vastushastra) આપણા સુખ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે. આ જ કારણ છે કે કોઈપણ ઘર બનાવતી વખતે આ વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું સ્વાસ્થ્ય (Health) તેની જીવનશૈલી અને ખાનપાન પર નિર્ભર કરે છે, પરંતુ વાસ્તુ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. જો તમે વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં કામ કરશો તો તમને ચોક્કસપણે શુભ ફળ મળશે. તમારું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
ચાલો જાણીએ વાસ્તુના કેટલાક મહત્વપૂર્ણ નિયમો, જે તમારા સ્વાસ્થ્ય અને સારા નસીબ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
વાસ્તુ અનુસાર રસોડું
વાસ્તુ અનુસાર સારા સ્વાસ્થ્ય માટે રસોડા (Kitchen) સાથે જોડાયેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર રસોડું હંમેશા અગ્નિ ખૂણામાં બનાવવું જોઈએ અને રસોડું ક્યારેય ટોયલેટની બાજુમાં કે સીડીની નીચે ન બનાવવું જોઈએ. વાસ્તુ અનુસાર આવું રસોડું ઘણીવાર રોગોને આમંત્રણ આપે છે.
વાસ્તુ અનુસાર ખોરાક
વાસ્તુ અનુસાર ભોજન કરતી વખતે તમારું મુખ ક્યારેય દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. વાસ્તુ અનુસાર જમતી વખતે ટીવી ન જોવું જોઈએ કારણ કે તેના કારણે વ્યક્તિનું ધ્યાન ભોજન તરફ નથી રહેતું અને ટેલિવિઝનથી નીકળતી નકારાત્મક ઉર્જા મન અને મગજ પર અસર કરે છે.
વાસ્તુ અનુસાર બેડરૂમ
વાસ્તુમાં ખાવા-પીવાની જેમ સૂવા માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. સૂતી વખતે તમારું માથું હંમેશા પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ. નકારાત્મક ઉર્જાને બેડરૂમમાં પ્રવેશતા અટકાવવા માટે, તમારે બહાર પહેરેલા ચપ્પલ અથવા શૂઝ પહેરીને બેડરૂમમાં ન જવું જોઈએ. તેવી જ રીતે, પથારીમાં બેસીને ક્યારેય ખાવું ન જોઈએ અને બેડરૂમમાં કોઈ ગંદા વાસણ ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર તમારા બેડરૂમમાં નકામી વસ્તુઓ ભેગી ન કરો, નહીં તો તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે.
આ નિયમોને ધ્યાનમાં રાખો
હંમેશા સૂર્યોદય પહેલા ઉઠો અને તાજી હવા અને સૂર્યના કિરણો ઘરમાં આવવા દેવા માટે થોડીવાર માટે બારી-બારણા ખોલો. યોગ અને ધ્યાન કરો, ખાવા-પીવાનું સંતુલિત રાખો. વાસ્તુ અનુસાર બીમ નીચે બેસીને ન તો ખાવું, ન સૂવું કે ન ભણવું જોઈએ. વાસ્તુ અનુસાર બીમ નીચે બેસીને કામ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરના મુખ્ય દ્વાર પાસે કોઈપણ પ્રકારનો ખાડો કે માટી હોય તો ઘરના સભ્યોને માનસિક બિમારીઓ ઘેરી લે છે. વાસ્તુ અનુસાર આ દોષના કારણે ઘરના લોકો અમુક પ્રકારના માનસિક તણાવમાં રહે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Sai Kripa: અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !
આ પણ વાંચો : Astrology: 30 ડિસેમ્બરથી શરૂ થશે આ 4 રાશિઓનો સારો સમય, શુક્ર કરે છે રાશિ પરીવર્તન