Hanuman jayanti 2022 : શું તમે જાણો છો હનુમાનજીને ચિરંજીવી થવાનું વરદાન કોણે આપ્યુ ? ભગવાન રામ સાથે જવા માગતા હતા સ્વર્ગમાં

|

Apr 16, 2022 | 6:36 AM

Hanuman jayanti 2022 : હનુમાનજી (Hanumanji) ભગવાન રામના પરંમ ભક્ત છે, ભગવાન રામ પૃથ્વિ પર માનવ સ્વરૂપે અવતર્યા હતા ,જેથી તેનો મૃત્યુ જરૂરી હતું આથી હનુમાનજી પણ તેમની સાથે સ્વર્ગમાં જવા માંગતા હતા, પણ માતા સીતાના વચનને કારણે તેઓ પૃથ્વી પર રહ્યા, જાણો શું હતા તે વચન.....

Hanuman jayanti 2022 : શું તમે જાણો છો હનુમાનજીને ચિરંજીવી થવાનું વરદાન કોણે આપ્યુ ? ભગવાન રામ સાથે જવા માગતા હતા સ્વર્ગમાં
Lord-Hanuman (symbolic image )

Follow us on

Hanuman jayanti 2022 : હિન્દુ કેલેન્ડર અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાએ થયો હતો. આથી આ દિવસને હનુમાન જયંતિના તરીકે ઉજવવામાં આવે છે. હનુમાન (Hanumanji)ને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ (shree Ram)ની મદદ કરવા માટે જ શિવ હનુમાનના રૂપમાં પૃથ્વી પર આવ્યા હતા.હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત છે અને આપણે બધા જાણીએ છીએ કે હનુમાન દુનિયામાં અમર છે, પરંતુ શું તમે કહી શકો કે તેમને અમરત્વનું વરદાન કોની પાસેથી મળ્યું? તેનું રહસ્ય શું છે? ચાલો જાણીએ

વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં આનો ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે લંકા પહોંચ્યા પછી હનુમાનજીએ માતા સીતાને શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, ત્યારબાદ પણ જ્યારે માતા સીતા ન મળ્યા ત્યારે હનુમાનજીએ તેમને મૃત માની લીધા, પરંતુ ત્યારે જ તેમને ભગવાન શ્રી રામનું સ્મરણ થયું અને ફરીથી તેમણે અશોક વાટિકામાં સીતા મૈયાને શોધવાનું શરૂ કર્યું.

પછી તેમને અશોક વાટિકાની અંદર સીતા માતા મળ્યા. આ બાબત પર સીતાજીએ તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું. ત્યારથી આજ સુધી હનુમાનજી પૃથ્વી પર શ્રી રામના ભક્તોની રક્ષા કરે છે. જો કે, ભગવાન શ્રી રામ માટે પૃથ્વી પર રહેવાનો ચોક્કસ સમય હતો. તે પહેલાથી જ નક્કી હતું કે પૃથ્વી પર તેનું કાર્ય પૂર્ણ કર્યા પછી, તે સ્વર્ગમાં પાછા ફરશે. જ્યારે હનુમાનજીને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ જ દુઃખી થયા.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

હનુમાનજી સીતા માતા પાસે ગયા અને તેમને પૂછ્યું કે જ્યારે તેમના ભગવાન પૃથ્વી પર રહેતા નથી, તો તેમનું અહીં શું કામ છે! હનુમાનજી આગ્રહ કરે છે કે તેઓ તેમની પાસેથી અમરત્વનું વરદાન પાછું લઈ લે. માતા સીતાની આ અસમંજસ જોઈને હનુમાનજી ભગવાન શ્રી રામનું ધ્યાન કરે છે અને તેમને ત્યાં બોલાવે છે. શ્રી રામ થોડી જ વારમાં ત્યાં દેખાય છે અને હનુમાનજીને ગળે લગાવે છે.

ભગવાન શ્રી રામ તેમને કહે છે કે પૃથ્વી પર એક સમય એવો આવશે જ્યારે પાપીઓની સંખ્યા ખૂબ જ વધારે હશે અને તે સ્થિતિમાં કોઈ દેવતા અવતાર લઈને અહીં નહીં આવે. આવી સ્થિતિમાં તેણે રામભક્તોનો રક્ષા કરવી પડશે.

ભગવાનના સમજાવટ પર, હનુમાનજી અમરત્વના વરદાનને સમજે છે અને તેને ભગવાન શ્રી રામની ઇચ્છા તરીકે સ્વીકારે છે. આ કારણે કળિયુગમાં પણ જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં પડે છે અને સાચા દિલથી ભગવાન શ્રી રામનું સ્મરણ કરે છે તો હનુમાનજી તેની મદદ ચોક્કસ કરે છે.

આ પણ વાંચો :Hanuman Jayanti 2022: ધ્યાનમાં રાખી લો હનુમાન પૂજાના આ નિયમ, તો જ થશે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ !

આ પણ વાંચો :શું તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહયા છે ??

Next Article