Numerology: સોનું પહેરવું કે ચાંદી? મૂળાંકથી જાણો તમારૂં લકી મેટલ

જ્યોતિષ મુજબ, મૂળાંકના આધારે ધાતુ ધારણ કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. એટલું જ નહીં તો તમારું નસીબ પણ સાથ આપવા લાગે છે.

Numerology: સોનું પહેરવું કે ચાંદી? મૂળાંકથી જાણો તમારૂં લકી મેટલ
Image Credit source: Whisk
| Updated on: Apr 26, 2026 | 11:21 AM

અંકશાસ્ત્ર અનુસાર, સોનું અને ચાંદી ફક્ત ઘરેણું નથી પણ ગ્રહોની ઊર્જાને નિયંત્રિત કરવા માટેનું એક માધ્યમ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક ધાતુની પોતાની અસર હોય છે. જે તમારા મૂળાંક નંબર સાથે સંકળાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે હોય છે તો તમારો મૂળાંક નંબર 8 હશે.

મૂલાંક 1

કોઈપણ મહિનાની તારીખ 1, 10, 19 અને 28 એ જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. જ્યોતિષ મુજબ, તેમનો સ્વામી સૂર્ય હોય છે. તેમના માટે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે. સોનું પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે.

મૂલાંક 2

2, 11, 20, 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. તેમનો સ્વામી ચંદ્ર હોય છે. તેમના માટે ચાંદી પહેરવી લાભદાયક હોઈ શકે છે.

મૂલાંક 3

3, 12, 21, 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. તેમનો સ્વામી ગુરુ હોય છે. તેમના માટે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે.

મૂલાંક 4

4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. તેમનો સ્વામી રાહુ હોય છે. આ નંબર ધરાવતા લોકોએ લોખંડનું ધાતું પહેરવું જોઈએ. લોખંડ પહેરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.

મૂલાંક 5

5, 14, 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. તેમનો સ્વામી બુધ હોય છે. આ અંક ધરાવતા લોકો સોનું અથવા ચાંદી બન્ને પહેરી શકે છે. તેનાથી તમારા સફળતામાં વધારો થઈ શકે છે.

મૂલાંક 6

6, 15, 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. આ લોકો માટે ચાંદી અથવા પ્લેટિનમ શુભ માનવામાં આવે છે.

મૂલાંક 7

7, 16, 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. તેમના માટે ચાંદી પહેરવી શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. ચંદ્ર આ સંખ્યાનો શાસક ગ્રહ છે.

મૂલાંક 8

8, 17, 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. તેમનો સ્વામી શનિ છે. તેમના માટે લોખંડનું ધાતું ધારણ કરવું શુભ છે.

મૂલાંક 9

9, 18, 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. તેમનો સ્વામી મંગળ હોય છે. આ લોકો માટે તાંબું અથવા સોનું પહેરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઊર્જા, સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Numerology: આ અંક ધરાવતા લોકો સામે દરેક મુશ્કેલી ઝૂકી જાય છે?

Follow Us