Garuda Purana : જાણો કયા પાપ કર્મ માટે મનુષ્યને નર્કમાં કઈ સજા મળે છે !

|

Jul 29, 2021 | 1:48 PM

ગરુડ પુરાણમાં સાચા અને ખોટા કર્મો સમજાવવામાં આવ્યા છે અને તેમના આધારે એવું કહેવામાં આવ્યું છે કે કયા પાપ માટે વ્યક્તિને મૃત્યુ પછી કઇ સજા મળે છે.

Garuda Purana : જાણો કયા પાપ કર્મ માટે મનુષ્યને નર્કમાં કઈ સજા મળે છે !
Garuda Purana

Follow us on

સનાતન ધર્મમાં ગરુડ પુરાણને (Garuda Purana) મહાપુરાણ નામ આપવામાં આવ્યું છે. તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મોને છોડી જીવનને ઉત્તમ જીવન બનાવવા માટે ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં સાચા અને ખોટા કર્મો પણ સમજાવવામાં આવ્યા છે અને તેમના આધારે એવું કહેવામાં આવ્યું છે કે કયા પાપ માટે વ્યક્તિને મૃત્યુ પછી કઇ સજા મળે છે. ગરુડ પુરાણમાં (Garuda Purana) એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી કર્મોના આધારે સ્વર્ગ અને નર્ક મળે છે.

1. એવું માનવામાં આવે છે કે જેઓ બીજાના પૈસા લૂંટી લે છે, યમદૂત તેમને દોરડાથી બાંધીને નર્કમાં એટલો બધો માર મારે છે કે તે બેભાન થઈ જાય. ભાનમાં આવ્યા બાદ તેને ફરીથી મારવામાં આવે છે.

2. જે લોકો તેમના વડીલોનું અપમાન કરે છે અથવા તેમને ઘરની બહાર ધકેલી દે છે, તે પાપીઓને નર્કની આગમાં નાખવામાં આવે છે. તેના શરીરની ત્વચા દૂર ન થાય ત્યાં સુધી આમ કરવામાં આવે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

3. જે લોકો પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવોને મારી નાખે છે, તેઓને નરકમાં ખૂબ કડક સજા મળે છે. આવા લોકોને એક મોટા પાત્રમાં ગરમ ​​તેલ કરી તેમાં તળવામાં આવે છે.

4. પતિ અને પત્ની જે એકબીજાની પરિસ્થિતિનો લાભ લે છે, તેઓ એકબીજાના પૈસાનો લાભ લઈ શકે ત્યાં સુધી જ તેમની સાથે રહે છે, આવા લોકોને નર્કમાં ગરમ ​​લોખંડના સળિયાથી માર મારવામાં આવે છે.

5. જે લોકો પોતાની ખુશી માટે બીજાની ખુશી છીનવી લે છે. તેમની સંપત્તિ પડાવી લેવામાં આવે છે, આવા લોકોને સાપથી ભરેલા કૂવામાં ધકેલી દેવામાં આવે છે.

6. જેઓ તેમના પતિ અથવા પત્ની સિવાય બીજા કોઈ સાથે શારીરિક સંબંધો ધરાવે છે, તેમના શરીરના અંગોમાં સળગતું લોઢુ નાખવામાં આવે છે અને તેને ખૂબ માર મારવામાં આવે છે.

7. એવા લોકો જે પ્રાણીઓની બલિ આપ્યા બાદ તેના માંસનું સેવન કરે છે, આવા લોકોને નર્કમાં લાવવામાં આવે છે અને પ્રાણીઓની વચ્ચે છોડી દેવામાં આવે છે. તે બધા પ્રાણીઓ તેમને ફાડી ખાય છે.

8. જે પુરુષો મહિલાઓ પર બળાત્કાર કરે છે અથવા મહિલાઓને છેતરી સંબંધ બાંધી છોડી દે છે. તેને નર્કમાં પ્રાણી ગણવામાં આવે છે અને તેને મળ-મૂત્રથી ભરેલા કૂવામાં ફેંકી દેવામાં આવે છે.

9. જે લોકો તેમના પદનો દુરૂપયોગ કરીને નિર્દોષ લોકો પર અત્યાચાર કરે છે, તેને વૈતરણી નદીનો ભોગ બનવું પડે છે. આ નદીમાં માનવનો મૃત દેહ, ખોપરી, હાડપિંજર અને લોહી વગેરે જેવી ગંદી વસ્તુઓ પડેલી હોય છે.

10. જે લોકો બળજબરીથી સીધા સાદા લોકોને સતાવે છે, તેને એવા કૂવામાં ફેંકી દેવામાં આવે છે, જેમાં ઘણા ખતરનાક પ્રાણીઓ અને સાપ હોય છે.

 

આ પણ વાંચો : જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ

Next Article