Ganesh Mantra : ગણેશજીના સિદ્ધ મંત્ર આપના જીવનમાં લાવશે ખુશહાલી !

|

Jan 19, 2022 | 6:34 AM

ભગવાન ગણેશને સર્વપ્રથમ પૂજનીય દેવનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે.કોઇપણ શુભકાર્ય હોય તો સૌથી પહેલા ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરવામાં આવે છે.ભગવાન ગણેશને રીઝવવા ખૂબ જ સરળ છે અને તે પોતાના ભક્તો પર તુરંત જ પ્રસન્ન થઇ જાય છે. શાસ્ત્રોમાં અલગ અલગ મનોકામનાઓની પૂર્તિ માટે ગણેશજીના અલગ અલગ પ્રકારના સિદ્ધ મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Ganesh Mantra : ગણેશજીના સિદ્ધ મંત્ર આપના જીવનમાં લાવશે ખુશહાલી !
Lord Ganesh (symbolic image)

Follow us on

શાસ્ત્રો અનુસાર તો જો સર્વપ્રથમ જ શ્રીગણેશ (Shree Ganesh)નું સ્મરણ થઈ જાય તો તો તમામ વિઘ્નો સહજ રીતે જ પાર થઈ જાય. કારણ કે ગજાનન ગણેશ એટલે તો વિઘ્નહર્તા દેવ. સુખકર્તા દેવ. અને સાથે જ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારા દેવ. ત્યારે આજે અમે આપને જણાવીશું કે આસ્થા સાથે માત્ર ગણેશજીના મંત્ર બોલીને તમને કેવી રીતે મળશે તમામ સંકટોમાંથી મુક્તિ ? અને સાથે કેવી રીતે આપની ચિંતાઓનું હરણ કરશે આ ચિંતામણી ગણેશજીના વિશેષ મંત્ર જાપ.

મનોકામનાની પૂર્તિ કરવાની હોય કે કોઇપણ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય આપ આ ગણેશ મંત્રનો જાપ કરશો તો ચોક્કસ આપને સફળતા પ્રાપ્ત થશે. ભગવાન ગણેશને સર્વપ્રથમ પૂજનીય દેવનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે.કોઇપણ શુભકાર્ય કરવાનું હોય તો સૌથી પહેલા ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ભગવાન ગણેશને રીઝવવા ખૂબ જ સરળ છે અને તે પોતાના ભક્તો પર તુરંત જ પ્રસન્ન થઇ જાય છે. શાસ્ત્રોમાં અલગ અલગ મનોકામનાઓની પૂર્તિ માટે ગણેશજીના અલગ અલગ પ્રકારના સિદ્ધ મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી માન્યતાઓ એવી પણ છે કે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને જો આપ ગણેશજીના આ મંત્રોનો જાપ કરશો તો આપને શીઘ્ર લાભની પ્રાપ્તિ થશે.

ગણેશજીના સિદ્ધ મંત્ર

1) દેવામાંથી મુક્તિ અર્થે

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

“ૐ ગણેશ ઋણં છિન્ધિ વરેણ્યં હું નમ: ફટ “

આ મંત્રની દરરોજ એક માળા કરવાથી આપને દેવામાંથી મુક્તિ મળશે તેમજ ભવિષ્યમાં આવી કોઇ જ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

2) સંકટનાશન અર્થે

“ૐ નમો હેરમ્બ મદમોહિત મમ સંકટાન નિવારય નિવારય સ્વાહા “

આ મંત્રની નિત્ય 1 માળા કરવાથી આપના જીવનના દરેક સંકટ ટળી જશે.

3) કલેશ મુક્તિ અર્થે

” ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ: “

આ મંત્રની નિત્ય ઓછામાં ઓછી 2 માળા જાપ કરવાથી આપના ઘરમાં રહેલ કલેશ દૂર થાય છે. તેમજ આપના ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

4) ધન પ્રાપ્તિ અર્થે

“ૐ ગં નમ: “

આ મંત્રની નિત્ય એક માળા જાપ કરવી જોઇએ. આ મંત્રજાપથી આપના જીવનમાં રહેલ ધન સંબંધિત સમસ્યામાંથી આપને છૂટકારો મળશે.

5) આર્થિક સમૃદ્ધિ તેમજ રોજગાર પ્રાપ્તિ અર્થે

“ૐ શ્રીં ગં સૌભ્યાય ગણપતયો વરનરદં સર્વજનં મેં વશમાનય સ્વાહા “

આ મંત્રની એક માળાનો દરરોજ જાપ કરવાથી આપને રોજગાર સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળશે. આપના જીવનમાં રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થશે.

6) મનોકામના પૂર્તિ અર્થે

” ગં ગણપતે નમ: “

આ મંત્રની નિત્ય એક માળા જાપ કરવાથી આપની મનોકામનાની પૂર્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : લગ્ન સમયે વર-કન્યાને કેમ લગાવવામાં આવે છે હળદર ? જાણો ધાર્મિક-વૈજ્ઞાનિક કારણ અને જ્યોતિષી ઉપાય
આ પણ વાંચો : ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય

Next Article