Ganesh Chaturthi 2022 : ગણેશ ચતુર્થીએ અજમાવી લો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા જીવનના તમામ વિઘ્ન કરી દેશે દૂર !

|

Aug 31, 2022 | 6:45 AM

જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાથી પરેશાન છો તો ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi ) દિવસે હાથીને લીલો ઘાસચારો નીરવો જોઇએ. હાથીને લીલો ચારો નીરવાથી આપની સમસ્યાઓ જલ્દી દૂર થવાની માન્યતા છે.

Ganesh Chaturthi 2022 : ગણેશ ચતુર્થીએ અજમાવી લો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા જીવનના તમામ વિઘ્ન કરી દેશે દૂર !
Lord Ganesh (symbolic image)

Follow us on

એ અવસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે કે જેની ભગવાન ગણેશના (lord ganesha) ભક્તો સમગ્ર વર્ષ આતુરતા પૂર્વક રાહ નિહાળતા હોય છે. આજે ગણેશ ચતુર્થીનો (ganesh chaturthi) દિવસ છે. ખાસ વાત એ છે કે આજે ગણેશ ચતુર્થી અને બુધવારનો શુભ સંયોગ છે. લગભગ 10 વર્ષે આવો સંયોગ બની રહ્યો છે. અને આ ખાસ સંયોગ અનેકવિધ લાભની પ્રાપ્તિ કરાવનારો છે. ત્યારે, આવો જાણીએ કે આ દિવસે ગણેશજી સંબંધી એવાં કયા વિશેષ ઉપાયો (ganesh remedies) અજમાવીને તમે એકદંતની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકશો. એટલું જ નહીં, જે સ્થાન પર વિઘ્નહર્તાની મૂર્તિ બિરાજમાન કરી હોય, તે સ્થાન પર કેટલાંક ખાસ નિયમોનું પાલન થાય તે પણ એટલું જ જરૂરી છે.

ગણેશ સ્થાપનાના નિયમો

⦁ ગણપતિની મૂર્તિને ઉત્તર-પૂર્વ (ઉત્તર-પૂર્વ)માં સ્થાપિત કરો. મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ રહેવું જોઈએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

⦁ ઘરમાં કે પંડાલમાં જે સ્થાન પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, ત્યાં હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ. અહીં કોઈપણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ. આ જગ્યાની આસપાસ સફાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

⦁ જે સ્થાન પર ગણેશજીની સ્થાપના થઇ હોય તે સ્થાન પર દરરોજ સવાર અને સાંજે પૂજા પાઠ સાથે પ્રસાદ અર્પણ કરવો જોઇએ. તેમજ સાંજે આરતી, ધૂપ-દીપ કરવા ખૂબ જ જરૂરી છે.

⦁ જે સ્થાન પર ગણેશજીની સ્થાપના કરી હોય તે સ્થાપન કરેલ મૂર્તિ કે પ્રતિમાને ખસેડો નહીં.

⦁ ગણપતિની સ્થાપના કરી હોય તેવા સમયે આપના મનમાં કોઇપણ પ્રકારની ખરાબ ભાવના કે ખોટા ભાવ ન લાવવા. તેમજ કોઇપણ પ્રકારનું ખોટું કામ ન કરવું. કોઇની લાગણી દુભાય તેવુ કાર્ય ભૂલથી પણ ન કરવું.

⦁ ગણેશોત્સવ દરમિયાન ઘરમાં કોઇપણ પ્રકારના વ્યસન કે માંસાહાર ન કરવો. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં લસણ-ડુંગળીનું સેવન ન કરવું.

⦁ ગણેશજીને દૂર્વા ખૂબ પ્રિય છે એટલે તેમની પૂજામાં અવશ્ય દૂર્વા અર્પણ કરો.

⦁ ભૂલથી પણ ગણેશજીને તુલસીના પાન અર્પણ ન કરવા.

ગણેશ ચતુર્થીના ઉપાય

⦁ ગણેશ ચતુર્થીના દિવસે શ્રીગણેશને અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચતુર્થીના દિવસે ગણેશજીને અભિષેક કરવાથી ગણેશજી આપની પર પ્રસન્ન થાય છે અને તેમની કૃપા આપની પર વરસાવે છે. ગણેશજીને અભિષેક કર્યા પછી ગણપતિ અથર્વશીર્ષનો અવશ્ય પાઠ કરો.

⦁ શાસ્ત્રોમાં ગણેશ યંત્રને ખૂબ જ ચમત્કારિક યંત્ર માનવામાં આવે છે. ચતુર્થીના દિવસે ગણેશ યંત્રની સ્થાપના કરવી વિશેષ ફળદાયી બની રહે છે. ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના અને પૂજા કરવાથી કોઈ પણ પ્રકારની અશુભ શક્તિ ઘરમાં પ્રવેશતી નથી.

⦁ જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાથી પરેશાન છો તો ગણેશ ચતુર્થીના દિવસે હાથીને લીલો ઘાસચારો નીરવો જોઇએ. ભગવાન ગણેશના મંદિરે દર્શનાર્થે જવું તેમજ પ્રાર્થના કરવી. હાથીને લીલો ચારો નીરવાથી આપની આ સમસ્યાઓ જલ્દી દૂર થાય છે.

⦁ ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન કર્યા બાદ ભગવાન ગણેશને ગોળ અને શુદ્ધ ઘી અર્પણ કરો. આ ભોગ અર્પણ કર્યા પછી તે ગાયને ખવડાવો. આ ઉપાયથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

⦁ કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીના મંદિરમાં જઈને ગોળની 21 ગોળી બનાવીને દૂર્વા સાથે તે ગણેશજીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી કોઈપણ મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે.

⦁ લગ્નજીવનમાં તકલીફ હોય તો ગણેશ ચતુર્થીનું વ્રત રાખો અને બાપ્પાને માલપુઆ અર્પણ કરો. આનાથી જલ્દી લગ્ન થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ શુભ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

 

Next Article