Ganesh chaturthi 2022: જો આપને છે આર્થિક પ્રગતિની કામના તો અચૂક કરો શ્રીગણેશનો આ સરળ ઉપાય !

|

Sep 02, 2022 | 6:10 AM

શ્રીગણેશ (Shree Ganesh) સૌની કામનાઓને પૂર્ણ કરનારા દેવ છે. આ ગણેશોત્સવ દરમિયાન કરેલો એક સરળ ઉપાય તમારી આર્થિક પ્રગતિ કરાવી શકે છે તો ગજાનને લગાવેલો એક વિશેષ ભોગ કરાવી શકે તમારા સંતાનોના વિવાહ.

Ganesh chaturthi 2022: જો આપને છે આર્થિક પ્રગતિની કામના તો અચૂક કરો શ્રીગણેશનો આ સરળ ઉપાય !
Ganesha

Follow us on

ગણેશજી (shree Ganesh) એટલે તો વિઘ્નોને હરનારા અને સુખ તથા સમૃદ્ધિને અર્પનારા દેવ છે. સૌના વિઘ્નોને દૂર કરનારા ગણેશજીને ભજવાનો સૌથી ઉત્તમ સમય એટલે ગણેશોત્સવ (Ganeshotsav). પાવનકારી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. લોકો અલગ અલગ ગણપતિ મંદિરોમાં જઈ ગજાનનની આરાધના કરી રહ્યા છે સાથે લોકો ઘરે અને અલગ અલગ ગણેશ પંડાલોમાં (Ganesh Pandal) પણ પ્રભુના સુંદર સ્વરૂપોનું સ્થાપન કરી શ્રીગણેશને ભજી રહ્યા છે.

કહે છે કે જે વ્યક્તિ ગણેશોત્સવ દરમિયાન આસ્થા સાથે સિદ્ધિ વિનાયકને ભજે છે તેમની દરેક મનોકામનાને મંગલમૂર્તિ પૂર્ણ કરે છે. ત્યારે આજે અમે આપને કેટલાક એવા ઉપાયોની કરીશું વાત કે જેનો પ્રયોગ કરવાથી આપની પરેશાનીઓ પણ દૂર થશે અને સાથે જ આપની કામનાઓની પણ પૂર્તિ કરશે શ્રીગણેશ.

 

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

સમસ્યાઓ દૂર કરશે સિદ્ધિ વિનાયક

ગણેશોત્સવ દરમિયાન શક્ય હોય તો દરેક દિવસ ગજાનનના દર્શને જવું. અને ગણેશજીના મંદિરમાં જઈ તમારી દરેક મનશા અને સમસ્યા બાપ્પાને કહી દેવી. એટલું જ નહીં, શક્ય હોય તો હાથીને લીલો ઘાસચારો નીરવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિની દરેક સમસ્યાને દૂર કરે છે સિદ્ધિ વિનાયક.

વિવાહ આડેના વિઘ્નો દૂર કરશે વિઘ્નહર્તા

જો આપની દીકરીના વિવાહ આડે આવે છે વિઘ્નો તો અચૂક કરો વિઘ્નહર્તાનો આ ઉપાય. ગણેશોત્સવ દરમિયાન આપ કોઈ એક દિવસ શક્ય હોત તો ઉત્સવ દરમિયાન આવતા મંગળવારે આપ ગણેશજીને માલપુઆનો ભોગ અર્પણ કરો. આ દિવસે વ્રત પણ આપ રાખી શકો છો. કહેવાય છે કે આસ્થા સાથે શ્રીજીને માલપુઆનો ભોગ લગાવવો અને આસ્થા સાથએ લંબોદરને પ્રાર્થના કરવી. ગજાનન વિવાહ આડે આવતા વિઘ્નોને દૂર કરતાં હોવાની માન્યતા છે.જો આપના દિકરાના લગ્નમાં અવરોધો આવી રહ્યા હોય તો આપ ભગવાન ગણેશને પીળા રંગની મિઠાઇનો ભોગ અર્પણ કરો.

આર્થિક સમસ્યાઓ દૂર કરશે શ્રીગણેશ

જો વ્યક્તિના જીવનમાં છે આર્થિક પરેશાની, તો અચૂક કરો આ ઉપાય. કહેવાય છે કે ગણેશજીને સિંદૂર પ્રિય છે. ગણેશોત્સવ દરમિયાન તો ખાસ ગણેશજીને સિંદૂરનું તિલક લગાવવું જોઈએ. કહેવાય છે આ સરળ ઉપાયથી આર્થિક ક્ષેત્રે અવરોધ પેદા કરનારી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. અને ઘરમાં રિદ્ધિ – સિદ્ધિ બરકરાર રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

 

Next Article