
જણાવી દઈએ કે, 27 ઓગસ્ટ થી ગણેશ ઉત્સવની શુભ શરૂઆત થઈ રહી છે. હાલમાં ભક્તોએ ઘરે ગણેશજીની સ્થાપના કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં સોશિયલ મીડિયા પર ગણેશજીનો એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ક્યૂટ અને લોકોના હૃદયને સ્પર્શી જાય એવો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાપ્પા એક રૂમમાં સૂઈ ગયા છે અને બાળકો તેમના માટે કેક લઈને આવે છે. કેક જોતાં જ ગણપતિ બાપ્પા ખુશ-ખુશ થઈ જાય છે અને તેમના ચહેરા પર અનેરો આનંદ જોવા મળે છે. વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે, કેક જોઈને બાપ્પા તાળી પાડે છે અને ખુશીથી ઝૂમી ઉઠે છે.
આ વીડિયો એઆઈ જનરેટેડ છે. એઆઈ ટેક્નોલોજીના કારણે લોકો આવા વીડિયો સરળતાથી બનાવે છે. આના થકી લોકો પોતાની કલ્પનાને સાકાર કરી શકે છે અને દેવ-દેવીઓને પણ નવા રૂપમાં જોઈ શકે છે. આ વીડિયો એક ઉદાહરણ છે કે, કેવી રીતે એઆઈનો ઉપયોગ કરીને અલગ અને ક્રિએટિવ કન્ટેન્ટ બનાવી શકાય છે.
વાયરલ થયેલ આ વીડિયો તમને @animation_wolrd_ ના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળશે. આ વીડિયોને ફક્ત 23 કલાકમાં જ 2,22,256 લાઇકસ મળી ગઈ છે. કોમેન્ટ સેક્શનમાં પણ બાપ્પાને લઈને લોકોએ પ્રેમ વરસાવ્યો છે.
એક યુઝરે કહ્યું કે, એઆઈ જનરેટેડ આ વીડિયો અદભૂત છે. બીજા યુઝરે લખ્યું કે, બાપ્પા જલ્દી જ પધારશે અને લોકોના સંકટ દૂર કરશે. અન્ય એક યુઝરે કહ્યું કે, આવા વીડિયો વધુ મૂકો.