Ganesh-Chaturthi-2021 : શ્રીગણેશે શા માટે ચંદ્રદેવને આપ્યો શ્રાપ ? જાણો સ્વયં ચંદ્રદેવના ઉદ્ધારની અને સંકષ્ટી વ્રતના પ્રારંભની કથા

|

Sep 16, 2021 | 11:35 AM

ગણપતિનું અતિવિશાળ અને ઉગ્ર રૂપ જોઈ ચંદ્રએ ભગવાન ગણેશની કુચેષ્ટા કરી અને અટ્ટહાસ્ય કર્યું. આ જોઈ ગણપતિજી અતિ ક્રોધિત થયા અને ચંદ્રને શાપ આપતાં કહ્યું કે, "જે અજાણતા પણ તારું દર્શન કરશે તે મહાપાપી થશે."

Ganesh-Chaturthi-2021 : શ્રીગણેશે શા માટે ચંદ્રદેવને આપ્યો શ્રાપ ? જાણો સ્વયં ચંદ્રદેવના ઉદ્ધારની અને સંકષ્ટી વ્રતના પ્રારંભની કથા
ચંદ્રદેવના અપરાધ પર ક્રોધિત થઈ ગણેશજીએ તેને ભયંકર શ્રાપ દીધો

Follow us on

લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી

એક પુરાણોક્ત કથા અનુસાર પરમપિતા બ્રહ્મા (brahma) સ્વયં મહર્ષિ વ્યાસ આગળ શ્રીગણેશની (shree ganesha) મહત્તાનું વર્ણન કરે છે. તે વેદ વ્યાસજીને કહે છે કે, “હે દ્વૈપાયન વ્યાસ ! હવે હું તમને ભગવાન ગજાનનના માહાત્મ્યની એક કથા કહું છું, તે સાંભળો.”

“એક દિવસ હું ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયો હતો. એ જ વખતે નારદજી પણ ત્યાં આવ્યા હતાં. નારદે એક અપૂર્વ ફળ ભગવાન શંકરને અર્પણ કર્યું. શંકરની નજીકમાં જ કાર્તિકેય અને ગજાનન બંને બેઠા હતાં. એ ફળ જોઈ બંને જણાં ઝઘડવા માંડ્યા. ભગવાન શંકર પણ વિચારમાં પડી ગયા કે આ ફળ કોને આપવું ?” તેમણે મને પૂછ્યું કે, “આ ફળ કોને આપવું ?” એ વખતે મારી બાજુમાં કાર્તિકેય બેઠા હતાં તેમને આપવાનું મેં ભગવાન શંકરને કહ્યું.” ભગવાન શંકરે મારા કહેવાથી ફળ કાર્તિકેયને આપ્યું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એટલે ગણપતિ મારા ઉપર ગુસ્સે થઈ ગયા. પછી હું બ્રહ્મલોકમાં આવ્યો અને મારા નિત્યક્રમ મુજબ સૃષ્ટિની રચના કરવામાં વ્યસ્ત બન્યો. એ જ વખતે ગણપતિએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી મને ડરાવ્યો. મને ડરેલો જોઈ ચંદ્ર ઘણા જ આનંદમાં આવી ગયા. એટલું જ નહીં પરંતુ ગણપતિનું અતિવિશાળ અને ઉગ્ર રૂપ જોઈ ચંદ્રએ ભગવાન ગણેશની કુચેષ્ટા કરી અને અટ્ટહાસ્ય કર્યું. આ જોઈ ગણપતિજી અતિ ક્રોધિત થયા અને ચંદ્રને શાપ આપતાં કહ્યું,

આદર્શનિય સ્ત્રઈલોક્યા મદવાક્યાત્વં ભવિષ્યસિ ।
કદાચિત્કેન દ્રષ્ટઃ સ મહાપાતકવાન્ ભવેત ।।

“હે ચંદ્ર ! હવે તું મારા વાક્યથી ત્રિલોકમાં કોઈને દર્શન કરવા યોગ્ય નહીં રહે. જો કોઈ કદાચ તને જોશે તો એ મહાપાપી થશે.”

એમ કહીને ગણપતિજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ચંદ્ર શ્રીહિન અને મલિન થઈ ગયો અને અત્યંત દુઃખી થઈ મનમાં કહેવા લાગ્યો ” મેં સર્વેશ્વર ભગવાન ગજાનન પ્રત્યે દુરાચરણ કર્યું છે, એટલે જ હું બધા લોકો માટે અદર્શનીય, વર્ણહિન અને મલિન થઈ ગયો છું. હવે હું ફરીથી ક્યારે મારી કળાઓને ધારણ કરીશ ? ક્યારે હું સુંદર અને સુખદ થઈશ ?”

ચંદ્રના શોકથી અને મલિનતાથી દેવો પણ દુઃખી થયા અને ઈન્દ્રાદિ દેવોએ ભગવાન ગણેશ પાસે પહોંચીને એમની ભક્તિ પૂર્વક સ્તુતિ કરી. ભગવાન ગણેશ એમની સ્તુતિથી પ્રસન્ન થયા અને એમને વરદાન માંગવાનું કહ્યું. દેવતાઓએ કહ્યું, “આપ ચંદ્રમા પર અનુગ્રહ કરો. એ જ અમારી પ્રાર્થના છે.” ભગવાન ગણેશે કહ્યું,” એક વર્ષ, છ માસ અથવા ત્રણ માસ માટે ચંદ્રમા અદર્શનીય રહે અથવા અન્ય શું તમે સૌને અભિષ્ટ છે ?” દેવતાઓએ વારંવાર સ્તુતિ કરી તેથી ભગવાન ગણેશે કહ્યું, “હે દેવો ! હું મારું વચન કેમ કરીને મિથ્યા કરું ? પરંતુ શરણે આવેલાનો ત્યાગ પણ સંભવ નથી ! સુમેરુ પોતાના સ્થાનથી ચલિત થાય, સૂર્યનું પતન થાય, અગ્નિ શીતળ થઈ જાય અને સાગર પોતાની મર્યાદા છોડી દે પણ મારું વચન મિથ્યા થશે નહીં. હવે હું છેલ્લો અનુગ્રહ કરું છું.

ભાદ્રશુક્લચતુર્થયામ યો જ્ઞાનતોડજ્ઞાનતોડપિ ।
અભીશાપિ ભવેચ્ચંદ્રદર્શનાદ્ ભૃશદુઃખભાક્ કેગ ।।

જે મનુષ્ય જાણતાં અથવા અજાણતાં ભાદ્રશુક્લ ચતુર્થીએ ચન્દ્રનું દર્શન કરશે તે અભિશાપ પામશે અને તે વ્યક્તિને અધિક દુઃખ ભોગવવું પડશે.”

આમ શ્રીગણેશે ચંદ્રદેવના શ્રાપને હળવો કરી એક દિવસ પૂરતો સિમીત કરી દીધો. ભગવાન ગજાનનની અનુકંપાથી સર્વે દેવો કૃતકૃત્ય થયા અને એમણે સાષ્ટાંગ પ્રણામ કરી પુષ્પ વૃષ્ટિ કરી. એ પછી સૌએ ચંદ્રને એના અપરાધ માટે દોષ આપ્યો અને ગણપતિને પ્રસન્ન કરવા ચંદ્રને તપ કરવાનું અને એકાક્ષર મંત્રનો જાપ કરવાનું દેવોએ કહ્યું.

ત્યારપછી ચંદ્રે ગંગાના દક્ષિણતટ પર એકાગ્રચિત્તથી અને શુદ્ધ અંત:કરણથી ભગવાન ગણેશના એકાક્ષર મંત્રનો જાપ કર્યો. એની ઉગ્ર તપશ્ચર્યાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને કહ્યું, “હે ચંદ્ર ! તને તારું પૂર્વનું સુંદર રૂપ પ્રાપ્ત થશે, પરંતુ ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ જે તને જોશે એ વ્યક્તિ તો નિશ્ચિત રીતે અભિશપ્ત થશે. એટલે એ દિવસે તો તું અદર્શનિય રહીશ. પરંતુ કૃષ્ણ પક્ષની ચતુર્થીએ જ્યારે લોકો મારું વ્રત કરશે ત્યારે પહેલાં તારું દર્શન દરેકે કરવું જ પડશે. એમાં તારો ઉદય થયા પછી તારી અને મારી સૌએ પૂજા કરવી જ પડશે. અન્યથા વ્રતનું ફળ મળશે નહીં. તારી એક કળા પણ મારા લલાટમાં સ્થિર થાઓ. એને ભૂષણ રૂપ ગણી મારા મસ્તક પર ધારણ કરીશ અને આજ પછી પ્રત્યેક માસની સુદ બીજના દિવસે લોકો પ્રેમથી તારાં દર્શન કરશે.”

આવું વરદાન પામવાથી ચંદ્રની મલિનતા નષ્ટ થઈ ગઈ અને એ પૂર્વવત્ સુંદર, શ્રીયુક્ત અને સર્વેને વંદન કરવા યોગ્ય બની ગયો. ચંદ્રે કૃતકૃત્ય થઈ એ સ્થાને ભગવાન ગજાનનની મૂર્તિની સ્થપના કરી. એ મૂર્તિના મસ્તક પર ચંદ્રકલા હોવાથી એનું નામ ‘ભાલચંદ્ર’ એવું રાખવામાં આવ્યું અને એ સ્થળને ‘સિદ્ધક્ષેત્ર’ એવું નામ આપવામાં આવ્યું. આમ ચંદ્રનો ભગવાન ગણેશે ઉદ્ધાર કર્યો.

આ પણ વાંચો : જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા !

આ પણ વાંચો : દૂર્વા અર્પણ કરવા માત્રથી ગજાનન થઈ જાય છે પ્રસન્ન ! જાણો, કેમ વિનાયકને અત્યંત પ્રિય છે દૂર્વા ?

Next Article