Ganesh Chaturthi 2021: મીઠાઈથી રીઝશે મંગલમૂર્તિ ! જાણો ગણેશોત્સવ દરમિયાન ગજાનનને અર્પણ કરવાના વિશેષ ભોગ

|

Sep 09, 2021 | 1:38 PM

Ganesh Chaturthi 2021 Recipe: વિઘ્નહર્તાનું એક નામ મોદકપ્રિય પણ છે. કારણ કે તેમને મોદક પ્રસાદ અત્યંત પસંદ છે. અલબત્, મોદક ઉપરાંત અનેકવિધ મીઠી વાનગીઓ પણ ગ્રહણ કરવી ગણેશની પસંદ છે. એટલે આપ મીઠાઈ અર્પણ કરીને પણ પ્રભુની કૃપા મેળવી શકો છો.

Ganesh Chaturthi 2021: મીઠાઈથી રીઝશે મંગલમૂર્તિ ! જાણો ગણેશોત્સવ દરમિયાન ગજાનનને અર્પણ કરવાના વિશેષ ભોગ
ગણેશજીને તો ખૂબ જ પ્રિય છે મોદક પ્રસાદ

Follow us on

ગણેશ ચતુર્થી (ganesh chaturthi) એટલે તો એકદંતાને રીઝવવાનો સર્વોત્તમ અવસર. આ અવસરમાં ભક્તો આસ્થા સાથે શ્રીગણેશની (shree ganesha) આરાધના તો કરે જ છે. પણ, સાથે જ તેમની વિશેષ કૃપા અર્થે તેમને પ્રિય નૈવેદ્ય પણ અર્પણ કરે છે. વિઘ્નહર્તાનું એક નામ મોદકપ્રિય પણ છે. કારણ કે તેમને મોદક પ્રસાદ અત્યંત પસંદ છે. અલબત્, મોદક ઉપરાંત અનેકવિધ મીઠી વાનગીઓ પણ ગ્રહણ કરવી ગણેશની પસંદ છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે આ ગણેશોત્સવ દરમિયાન તમે કયા નૈવેદ્યથી રીઝવશો એકદંતને !

સામાન્ય રીતે ભક્તો ગણેશ ચતુર્થીએ ગજાનનને અત્યંત પ્રિય એવાં ભોગ અર્પણ કરે જ છે. પરંતુ, ગણેશોત્સવના દસે દસ દિવસ દરમિયાન વિવિધ મીઠાઈ અર્પણ કરવાથી શ્રીગણેશ વિશેષ પ્રસન્ન થતા હોવાની માન્યતા છે. એટલે કે, જો દસ દિવસ દરમિયાન ઘરમાં ગણેશ પ્રતિમાનું સ્થાપન કર્યું હોય, કે ન કર્યું હોય તો પણ આપ માત્ર મીઠાઈ અર્પણ કરીને પણ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરી શકો છો.

મોદક પ્રસાદ
ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે વિનાયકના સ્થાપન સમયે શક્ય હોય તો તેમને મોદક પ્રસાદ જ અર્પણ કરો. કારણ કે ગજાનનને મોદક સૌથી વધુ પ્રિય મનાય છે અને સાથે જ ગણેશ ચતુર્થી એ ગજાનનનો જન્મદિવસ પણ છે. એક માન્યતા અનુસાર મોદકનો અર્થ થાય છે સુખ. જેના પરથી જ શ્રીગણેશને સુખી દેવતા પણ કહેવામાં આવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મોતીચુરના લાડુ
કહે છે કે સંકટહર્તાને જેટલાં પ્રિય મોદક છે, એટલાં જ પ્રિય તો મોતીચુરના લાડુ પણ છે. શક્ય હોય તો ગણેશોત્સવ દરમિયાન એક દિવસ મોતીચુરના લાડુ જરૂર અર્પણ કરવા.

મગસ પ્રસાદ
આમ તો દરેક પ્રકારના લાડુ વિનાયકને પ્રિય છે. જેમાં મગસના લાડુનો પણ સમાવેશ થાય છે. એટલે શક્ય હોય તો ગણેશોત્સવ દરમિયાન પ્રભુને જરૂરથી મગસના લાડુ અર્પણ કરવા.

ખીર નૈવેદ્ય
સામાન્ય રીતે શાસ્ત્રોમાં ખીર પ્રસાદની વિશેષ મહત્તાનું વર્ણન છે. તો, દંતકથા અનુસાર સ્વયં મહાદેવને ખીર અત્યંત પ્રિય છે. એટલે માતા પાર્વતી ખૂબ જ ભાવથી મહાદેવ અને પરિવાર માટે ખીર બનાવે છે, તેમજ ગણેશજીને સ્વયંના હાથે ખવડાવે છે. તો, માતા સમાન ભાવ સાથે ખીર બનાવી વક્રતુંડને અર્પણ કરવી.

મખાનાની ખીર
ભાતની ખીરની જેમ જ પ્રભુને મખાનાની ખીર પણ અર્પણ કરી શકાય. ડ્રાયફ્રૂટ્સ સાથેની આ ખીર વિઘ્નહર્તાને ખૂબ જ પસંદ પડશે.

શીરાનો પ્રસાદ
અન્ય મીઠાઈઓની સરખામણીએ નાના બાળકોને શીરો વધારે પસંદ હોય છે. તો, શક્ય હોય તો એક દિવસ સોજીનો શીરો કે ઘઉંના લોટનો ગોળમાં બનેલો શીરો ગણેશજીને અર્પણ કરવો.

દૂધીનો હલવો
ગણેશોત્સવ દરમિયાન દૂધીનો હલવો બનાવી ગણેશજીને અર્પણ કરવો. કહે છે કે ડ્રાયફ્રૂટ્સ સાથેનો ગરમાગરમ હલવો ગણેશજીને અત્યંત પસંદ પડશે.

ગુલાબજાંબુ
કોઈ એક દિવસ પ્રભુને ગુલાબજાંબુ પણ નૈવેદ્ય તરીકે અર્પણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે ગણેશજી માટેના આ ગુલાબજાંબુ માવામાંથી બનેલા હોવા જોઈએ.

રબડીનો પ્રસાદ
વક્રતુંડ માટે ઘરમાં જ રબડીનો પ્રસાદ તૈયાર કરો. તેમાં થોડું કેસર નાંખો. કેસર મિશ્રીત આ રબડી ગણેશજીને ખૂબ જ ભાવશે.

તલના લાડુ
ગણેશોત્સ દરમિયાન પ્રભુને તલના લાડુનો ભોગ પણ અર્પણ કરી શકાય. માન્યતા અનુસાર તે વિશેષ ફળદાયી બની રહેશે.

પીળા રંગની મીઠાઈ
આ સિવાય ગણેશોત્સવ દરમિયાન પ્રભુને કોઈ એક દિવસ પીળા રંગની મીઠાઈ જરૂરથી અર્પણ કરવી. અથવા પ્રભુના વિસર્જન સમયે તે સાથે આપવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ

આ પણ વાંચોઃ દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી ગણેશ ? જાણો આ ખાસ કારણ

Published On - 1:25 pm, Thu, 9 September 21

Next Article