
આપણી આસપાસ રાખેલી વસ્તુઓ આપણા જીવન પર ખૂબ જ ઊંડી સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે. જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો આર્થિક તંગી, કામમાં અવરોધ અને પરિવારમાં ઝઘડા જેવી સમસ્યાઓ સતત બની રહે છે. બીજી તરફ, જો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે તો બંધ કિસ્મત તાળા પણ ખુલી જાય છે.
ચીની વાસ્તુશાસ્ત્ર એટલે કે ફેંગશુઈ (Feng Shui) માં કેટલીક એવી ખાસ મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં લાવતા જ તમામ આર્થિક અવરોધો દૂર થઈ જાય છે. આ મૂર્તિઓ ઘરના મુખ્ય સભ્યની આવક વધારે છે અને કમાયેલા પૈસા નકામા કામોમાં વેડફાતા અટકાવે છે.
ફેંગશુઈમાં ત્રણ પગવાળો દેડકો ધન પ્રાપ્તિ માટે સૌથી શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. આ દેડકાના મોંમાં એક સિક્કો દબાયેલો હોય છે. આ મૂર્તિ ચુંબકની જેમ પૈસા અને સમૃદ્ધિને ઘર તરફ ખેંચે છે. તેને ઘરના મુખ્ય દરવાજાની આસપાસ એવી રીતે રાખવો જોઈએ કે જાણે તે બહારથી ધન લઈને ઘરની અંદર આવી રહ્યો હોય. આ મૂર્તિ ઘરમાં રાખવાથી અણધાર્યા ધનલાભના યોગ બને છે અને નકારાત્મક વાતાવરણનો નાશ થાય છે.
હસતા હોય તેવા લાફિંગ બુદ્ધાની મૂર્તિને સુખ, શાંતિ અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં વારંવાર ક્લેશ થતો હોય અથવા આર્થિક તકલીફો પીછો ન છોડતી હોય, તો આ મૂર્તિ બેસ્ટ ઇલાજ છે. તેને ઘરના લિવિંગ રૂમમાં (બેઠક વ્યવસ્થા વાળા રૂમમાં) એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી ઘરમાં પ્રવેશતા જ તેના પર નજર પડે. આ મૂર્તિ નકારાત્મકતાને હસીને દૂર કરે છે અને પરિવારમાં સંપ વહેતો કરે છે.
ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ચીની ફેંગશુઈ બંનેમાં હાથીને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવ્યો છે. હાથી એ શક્તિ, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. જે ઘરમાં હાથીની સુંદર મૂર્તિ અથવા જોડી રાખવામાં આવે છે, ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. તે વ્યાપાર અને નોકરીમાં આવતી તમામ આર્થિક મુશ્કેલીઓને કાયમ માટે દૂર રાખવાનું કામ કરે છે.
ફેંગશુઈ અનુસાર દોડતો ઘોડો એ પ્રગતિ, ઝડપ અને સફળતાનું પ્રતીક છે. જો તમારા કામ અટકી પડતા હોય અથવા મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ ન મળતું હોય, તો ઘરમાં કે ઓફિસના ટેબલ પર દોડતા ઘોડાની મૂર્તિ રાખવી જોઈએ. આ મૂર્તિ જીવનની તમામ મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે અને કરિયરમાં નવી ઉંચાઈઓ સર કરવામાં મદદરૂપ બને છે. જો ઘોડાની મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો તે સૌથી વધુ પ્રભાવશાળી પરિણામ આપે છે.
Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.