વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

|

Jan 30, 2022 | 6:58 AM

નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ
Plastic box (symbolic image)

Follow us on

કેટલીક સજાવટની વસ્તુઓ જેમ ઘર (Home) માટે શુભ નથી મનાતી તે જ રીતે કેટલીક વસ્તુઓનો અતિરેક પણ ઘર માટે અશુભ મનાય છે! જેમાં સર્વ પ્રથમ જ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉલ્લેખ કરવો પડે! આજકલ તો પ્લાસ્ટિકની વસ્તુઓનો જ ટ્રેન્ડ છે. ઘરમાં પણ મોટાભાગે પ્લાસ્ટિકના જ ડબ્બા, બોટલો અને થેલીઓ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક એ શરીર માટે હાનિકારક છે. નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

કેટલાંક લોકો કોઈ કારણ વિના જ ઘરમાં જાત-ભાતના પત્થર, તેમજ નંગ ભેગા કરી દેતાં હોય છે. એ જાણ્યા વિના જ કે કયો પત્થર કે નંગ તેમના માટે શુભ છે અને કયો અશુભ? એટલે આવું કરવાનું તો બિલ્કુલ જ ટાળો. કારણ કે ઘરમાં રહેલો એક નાનકડો નકામો પત્થર પણ તમારી ખુશીઓને દુઃખમાં ફેરવી શકે છે ! એટલે આ મુદ્દે ખાસ કોઈ વાસ્તુશાસ્ત્રી પાસેથી જાણકારી મેળવો અને ઘર માટે જરૂરી હોય તેવો જ પત્થર ઘરમાં રાખો!

ઘરમાં સોફા, ખુરશી, ટેબલ કે અન્ય કોઈપણ ફર્નિચર જો તૂટી ગયુ હોય તો તેને પણ બિલ્કુલ ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો તૂટેલો સામાન પૈસા અને પ્રગતિ બંન્નેને રોકી દે છે. એમાં પણ બેઠકરૂમનો સોફો તો બિલ્કુલ પણ તૂટેલો ન જ હોવો જોઈએ. સોફા પર લાગેલાં કવર પણ ગંદા કે ફાટેલાં ન હોવો જોઈએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફાટેલી ચાદરો, ફાટેલાં ટુવાલ કે ફાટેલાં વસ્ત્રનું ઘરમાં હોવું પણ અશુભ મનાય છે. કેટલાંક લોકોને ફાટેલાં વસ્ત્રના પોટલાં બનાવીને મૂકવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત હોય તો ચેતી જજો. તે પરિવારની ખુશીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. યાદ રાખો ફાટેલાં વસ્ત્ર બિલ્કુલ ન પહેરો. ફાટેલા વસ્ત્રના પોટલાં બનાવીને પણ ન રાખો. તેને સરખા કરાવી જરૂરિયાતમંદને દાનમાં આપો અથવા, અન્ય કોઈ ઉપયોગમાં લો.

ઉલ્લેખનીય છે કે દેવી-દેવતાઓની ખંડિત પ્રતિમા કે ફાટેલી તસવીરોનું ઘરમાં હોવું પણ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અયોગ્ય છે તો જ્યાં ધન રાખવામાં આવતું હોય તે તિજોરી પણ ક્યારેય તૂટેલી ન હોવી જોઈએ. તે આર્થિક નુકસાનીનું કારણ બની શકે છે તો વાસી શાકભાજી તેમજ સૂકાઈ ગયેલાં પુષ્પોનું ઘરમાં હોવું પણ વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ અશુભ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

આ પણ વાંચો : શું તમારા ઘરમાં પણ છે આવાં ચિત્ર ? એક ચિત્ર નોતરી દેશે મોટી મુસીબત !

Next Article