Gujarati NewsBhaktiDurga Chalisa will remove all your sorrows, know the miraculous fruit of Durga Chalisa right now
દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા ! અત્યારે જ જાણી લો આ ચમત્કારિક ફળ
દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા ! વ્યક્તિની ભૌતિક અને આધ્યાત્મિક દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરશે દુર્ગા ચાલીસા. જો ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું નિવારણ પણ નિયમિત દુર્ગા ચાલીસાના પઠનથી થઈ જાય છે.
Maa Durga (symbolic image)
Follow us on
ચૈત્રી નવરાત્રી (Chaitri Navratri) એટલે તો આદ્યશક્તિની આરાધનાનો ઉત્તમ અવસર. જગત જનનીની વિશેષ પૂજા કરવાનો અવસર. કેહવાય છે કે નવરાત્રી દરમિયાન જો માતાની સંપૂર્ણ શ્રદ્ધા સાથે આરાધના કરવામાં આવે તો દેવી સૌની મનોકામનાને પરિપૂર્ણ કરે છે. તેમાં પણ જો દુર્ગા ચાલીસાનું પઠન કરવામાં આવે તો તો વ્યક્તિની ભૌતિક અને આધ્યાત્મિક દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કહે છે કે દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા. ત્યારે આવો આજે અમે આપને જણાવીએ દુર્ગા ચાલીસાથી પ્રાપ્ત થતાં મુખ્ય સાત ફળની.
દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક, ભૌતિક તેમજ ભાવનાત્મક ખુશીઓની પ્રાપ્તિ થાય છે. એમાં પણ તેનું પઠન નવરાત્રી જેવાં અવસર પર સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું બની રહે છે.
નિત્ય દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે. પૂર્વે ઋષિમુનિઓ આ જ દુર્ગા ચાલીસાનું પઠન કરી મનને શાંત અને સ્થિર રાખતાં હતા.
કહેવાય છે કે દુર્ગા ચાલીસાના પઠનથી વ્યક્તિ શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે.
દુર્ગા ચાલીસાના પઠન માત્રથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.
વ્યક્તિ જીવનમાં કેટલાય સંકટોનો સામનો કરતો હોય છે. આ તમામ સંકટો અને સમસ્યાઓથી મુક્તિ અપાવનાર મનાય છે દુર્ગા ચાલીસાનો પાઠ. એવું પણ માનવામાં આવે છે કે જો ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું નિવારણ પણ નિયમિત દુર્ગા ચાલીસાના પઠનથી થઈ જાય છે.
માનસિક અને સામાજીક સ્થિતિના સુધાર માટે પણ લોકો દુર્ગા ચાલીસાનો પાઠ કરતાં હોય છે.
જો શ્રદ્ધા સાથે દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તન, મન, ધનનુ સુખ અને સમૃદ્ધિનુ વરદાન પ્રાપ્ત થાય છે.
એટલે કે તમારા જીવનના દરેક પ્રશ્નોનું નિવારણ આ ચૈત્રી નવરાત્રીએ કરવામાં આવતાં દુર્ગા ચાલીસાના પાઠમાં રહેલું છે. આપ આ પાઠ નિયમિત પણ કરી શકો છો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)