અષાઢ માસની અમાસ એટલે દિવાસો (Divaso). આપણે અષાઢી અમાસને હરિયાળી અમાસ પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. દિવાસાથી જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ શરૂ થાય છે જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની હારમાળા સર્જાય છે.
સ્ત્રીઓ દિવાસાનું વ્રત કરતી હોય છે. દિવાસામાં સ્ત્રીઓ 36 કલાકનું જાગરણ પણ કરતી હોય છે. જોકે દિવાસા પર શિવ પૂજાનું ખુબ મહત્વ છે. જોકે આજે અમે આપને ખુબ સરળ ઉપાયો જણાવીશું કે જેનાથી આપની તમામ મનોકામના પૂર્ણ થશે.
વર્ષાઋતુમાં ચોતરફ લીલીછમ વનરાજી છવાઈ જાય છે, હરિયાળી છવાઈ જાય છે. એટલે જ તો અષાઢ માસની અમાસને આપણે હરિયાળી અમાસ કહીએ છીએ. વર્ષાઋતુ વૃક્ષો વાવવા માટેનો પણ શ્રેષ્ઠ સમય કહેવાય છે. અલબત, વૃક્ષો તો પર્યાવરણ માટે પણ ખુબ જરુરી છે. પણ આજે અમે આપને જણાવીશું કે વૃક્ષો વાવવાથી આપની મનોકામના કેવી રીતે થશે પૂરી ?
જી હાં, વૃક્ષો વાવવાથી થશે આપની મનોકામનાની- આપની ઈચ્છાઓની પૂર્તિ. આવો આજે જાણીએ કે દિવાસાના દિવસે એટલે કે અષાઢ માસની અમાસના દિવસે વૃક્ષ વાવવાથી આપની કઈ ઈચ્છાઓની થશે પૂર્તિ ?
1. જો આપ સંતાન સુખ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો દિવાસા પર પીપળો, લીમડો કે કદંબનું ઝાડ વાવવું જોઈએ.
2. જો આપ વારંવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરો છો તો અષાઢી અમાસ પર બ્રાહ્મી, અર્જૂન, આમળા, તુલસી, સૂરજમુખી કે પલાશનો છોડ વાવી શકો છો.
3. તો લક્ષ્મી કૃપા મેળવવા એટલે કે આર્થિક પ્રગતી માટે કેળા, બિલ્વપત્ર, આમળા કે તુલસીનો છોડ વાવવો જોઈએ.
4. જો આપ ભાગ્યોદયની કામના રાખો છો તો આપના ઘરની આસપાસ નાળિયેર, વડનો છોડ વાવી શકો છો.
5. લીમડો કે કદંબના છોડને વાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે.
અલબત, માત્ર છોડ વાવવાથી મનોકામના પૂર્ણ થાય એવું નથી. જેમ જેમ છોડની વૃદ્ધિ થાય તેમ તેમ વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. એક વખત વૃક્ષ વાવ્યા પછી તેના ઉછેરમાં પણ ખુબ ધ્યાન રાખવુ જોઈએ.
આ પણ વાંચો : જાણો મહાભારતમાં વર્ણિત અર્જુનના વિવિધ નામ પાછળનું રહસ્ય
આ પણ વાંચો : શું ભગવાન પાસે કંઇ માંગવું જોઈએ ? માંગેલી વસ્તુ ભગવાન આપે ખરાં ?