જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય

|

Nov 22, 2021 | 7:27 AM

શું તમને ક્યારેય એ સવાલ થયો છે કે કેમ શિવ મંદિરમાં નંદીની આગળના ભાગમાં કાચબો કેમ અચૂકપણે જોવા મળે છે ? શું આપ પણ શિવાલયમાં કાચબાને કરો છો નમન ? શિવાલયમાં રહેલો કાચબો આપે છે સતકર્મની શીખ !

જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય
કાચબો (પ્રતિકાત્મત તસવીર)

Follow us on

આપણા મંદિરો (Temple), આપણા શાસ્ત્રો અને આપણા સ્થાપત્યોમાં સચવાયેલી કેટલીયે બાબતોથી આપણે અજાણ હોઈએ છીએ. ઘણી વખત આપણે કોઈ મંદિરમાં દર્શન તો કરી લઈએ પણ ત્યાં સ્થાપિત દેવી દેવતાઓની પ્રતિમા પાછળ છૂપાયેલા અર્થ ને ગ્રહણ નથી કરી શકતાં. કેટલીક બાબતોનો અધ્યાત્મિક અર્થ હોય છે તો કેટલીક બાબતોના કેટલાક પ્રતિકાત્મક મતલબ પણ હોય છે.

આપ અનેક શિવાલયમાં દર્શન અર્થે જતાં હશો અરે ગયા જ હશો અથવા તો આજે સોમવારે જવાના પણ હશો. કોઈ પણ શિવાલયમા આપ દર્શન કરવા જાઓ તો શું જુઓ ? તમે કહેશો શિવલિંગ. અવશ્ય, પણ શિવલિંગની સાથે આપ નંદી મહારાજ અને કાચબાને પણ તો નમન કરો છો ને ? તેનું કારણ જાણો છો ? આવો આજે જાણીએ.

શિવનું વાહન નંદી કહેવાય છે. એટલે શિવ મંદિરમાં નંદી તો અચૂક પણે જોવા મળે છે. કેટલોક લોકો તો પોતાની મનશા પણ નંદીના કાનમાં કહેતાં હોય છે, એ માન્યતા સાથે કે નંદી તેની ઈચ્છાઓને મહાદેવ સુધી પહોંચાડશે. આપે શિવ મંદિરમાં કાચબો પણ જોયો હશે. આપ તેને નમન પણ કરતાં હશો. શું તમને ક્યારેય એ સવાલ થયો છે કે કેમ શિવ મંદિરમાં નંદીની આગળના ભાગમાં કાચબો કેમ અચૂકપણે જોવા મળે છે ? આપણે એ તો જાણીએ છીએ કે નંદી દેવાધિદેવનું વાહન છે એટલે એ તો મંદિરમાં હોય જ પણ કાચબો કેમ હોય છે ? શું કાચબો કોઈ બાબતનું પ્રતિક છે ? શિવાલયમાં કાચબો શું સૂચવે છે ?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવો આજે જાણીએ કાચબાનું કારણ

જેમ શિવ મંદિરમાં રહેલ નંદી એ શિવના વાહનની સાથે સ્થિરતાનું પ્રતિક છે એમ કાચબો પણ કઈંક સૂચવે છે. શિવલિંગની સામે બિરાજમાન નંદી મહારાજ એ સૂચવે છે કે માણસને પોતાનું ધ્યાન અન્ય બાબતોમાંથી દૂર કરી શિવની ભક્તિમાં પોતાના ઈષ્ટની ભક્તિમાં સ્થિર કરવું જોઈએ. કહેવાય છે કે નંદી પરોપકાર શીખવે છે.

તો વળી કાચબો પણ અનેક બાબતોની આપે છે પ્રેરણા. કાચબાને પ્રતિકાત્મક અને આદ્યાત્મિક બંન્ને રીતે પ્રેરણા પ્રદાન કરનાર મનાય છે. કહે છે કે કાચબો એ વ્યક્તિના મનને શાંત કરે છે, મનને સ્થિર કરે છે. તો સાથે જ માનસિક સંતુલન અને સંયમની પણ કાચબો આપણને શીખ આપે છે. કાચબો એ વ્યક્તિને નિસ્વાર્થ બનવાની સમજણ આપે છે. સ્વ સુખ થી આગળ વધી બીજાની સુખાકારીને અને તકલીફોને સમજવાની શીખ આપતું હોવાનું કહેવાય છે.

એવું કહેવાય છે કે કાચબાના બખ્તરની જેમ આપણું મન પવિત્રતાથી મજબૂત બનાવવું જોઈએ. અને હંમેશા સ્તકર્મ કરવાની સલાહ આપે છે શિવમંદિરમાં રહેલ કાચબો.
શિવમંદિરમાં કાચબો શિવની તરફ જતો તેના સામે મુખ રાખેલો દેખાય છે જાણો છો કેમ ? કારણકે કાચબો સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામિપ્યને પ્રાપ્ત કરવા જ આગળ વધવું જોઈએ. એટલે કે નંદી શઆરિરીક ક્રિયાના પ્રેરક છે તો કાચબો એ માનસિક.
આ પણ વાંચો: Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ

આ પણ વાંચો: એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર

 

Next Article