દરેક વ્યક્તિની ઈચ્છા (wish) એવી જ હોય છે કે તેના પર દેવી લક્ષ્મીની (goddess lakshmi) કૃપા સદૈવ સ્થિર રહે. અને ઘરમાં હંમેશા ધન-ધાન્યના ભંડાર ભરેલાં રહે. આ માટે લોકો માતા લક્ષ્મીના મંદિરે દર્શન કરવા જતા હોય છે. ઘણી બધી માનતાઓ પણ માનતા હોય છે તેમજ અઘરા મંત્રોનો જાપ પણ કરતાં હોય છે. અલબત્, ઘણીવાર એવું બને છે કે આ પ્રયાસો છતાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થઈ શકતી. પણ, કોઈને એ વાતનો ખ્યાલ સુદ્ધા નથી હોતો કે ઘરમાં કેટલીક વસ્તુઓની ગેરહાજરીને લીધે પણ આવું બની શકે છે !
જો અનેક પ્રયાસ અને માનતાઓ છતાં તમારા પર લક્ષ્મીજીની કૃપા ન થતી હોય તો તમારે તમારાં ઘરમાં 5 વસ્તુઓ ચોક્કસથી રાખવી જ જોઈએ. જો તમારા ઘરમાં આ 5 વસ્તુઓ ન હોય તો તમારે તે લઈ આવવી જોઈએ. માન્યતા છે કે આ વસ્તુઓ ઘરમાં લાવતા જ તમને થોડાં જ સમયમાં પરિવર્તન અનુભવાશે. અને ધીમે-ધીમે ઘરની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આવો જાણી કે આ પાંચ વસ્તુઓ કઈ છે.
માટીનો ઘડો
આજે ઘરો આધુનિક થઈ ગયા છે. અને કેટલાંક ઘરોમાંથી તો RO સિસ્ટમને લીધે માટલા જ ગાયબ થઈ ગયા છે. પરંતુ, વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરમાં માટીનો ઘડો અથવા સુરાહી એટલે કે માટીનો જગ તો જરૂરથી રાખવો જ જોઈએ. આ માટીના ઘડાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ ઘડો ક્યારેય ખાલી ન રાખવો. ઘરની ઉત્તર દિશામાં માટીના ઘડાને પાણીથી ભરેલો રાખવો જોઈએ. જો તમે આવું કરો છો તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ જરૂર થશે અને ધનની ખોટ ક્યારેય નહીં વર્તાય. અલબત્, જો તમે ઘરમાં ખાલી ઘડો રાખો છો તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.
લક્ષ્મી-કુબેરની તસવીર
લક્ષ્મી માતા અને કુબેર દેવતાની ઘરના સંપત્તિના રક્ષક અને સુખ સમૃદ્ધિ આપનારા ભગવાન તરીકે પૂજા કરવામાં આવે છે. તેથી ઘરમાં તેમની હાજરી ફરજિયાત માનવામાં આવે છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની તસવીરનું હોવું ખૂબ જ શુભ મનાય છે. તો, કેટલાક લોકો મંદિરમાં કુબેર દેવની તસવીર અને મૂર્તિ પણ સ્થાપિત કરે છે. જો તમારી પાસે આ પ્રતિમા નથી તો તેને લાવો અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરો. તેનાથી ઝડપથી ફળની પ્રાપ્તિ થશે.
પંચમુખી હનુમાન પ્રતિમા
માન્યતા અનુસાર ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ, ફોટો જરૂર રાખવો જોઈએ. શાસ્ત્રો અનુસાર આ પ્રતિમા ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. હનુમાનજીને સંકટ મોચન માનવામાં આવે છે. તે આખા પરિવારને દરેક સંકટથી બચાવે છે. તેમને શુભ માનવામાં આવે છે. પંચમુખી હનુમાનજીની જે ઘરમાં હાજરી હોય ત્યાં અનિષ્ટ તત્વોનો પ્રવેશ નથી થઈ શકતો. એટલે કે દરેક શુભ કાર્યમાં ઝડપથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને માતા લક્ષ્મીને ઝડપથી પ્રસન્ન પણ કરી શકાય છે.
ગંગાજળ
સનાતન ધર્મમાં ગંગાજળને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. એવામાં પ્રાણદાયિની ગંગાને ઘરમાં જરૂર રાખવી જોઈએ. પૂર્ણિમા અને એકાદશી જેવા શુભ દિવસોમાં હંમેશા આખા ઘરમાં ગંગાજળને છાંટવું જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક શક્તિ દૂર થાય છે. અને તેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
મોરનું પીંછું
મોરનું પીંછું એ ભગવાન કૃષ્ણ સાથે સંબંધીત છે. આથી ઘરમાં મોર પંખ રાખવું એ ખૂબ જ શુભ મનાય છે. કહે છે કે ઘરમાં મોરનું પીંછું રાખવાથી ઘરમાં સકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે. અને તે ઘરમાં સુખ – સમૃદ્ધિ લાવવામાં અને તેને સ્થિર કરવામાં મદદરૂપ બને છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ શા માટે દ્વારિકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા ? જાણો, મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો
આ પણ વાંચોઃ જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !