જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક પોતાની કુંડળીના માધ્યમથી તે તેના ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અનુમાન લગાવી શકે છે. જો તમારી કુંડળીમાં ખામી હોય તો તેનાથી તમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે, મંગળ દોષનું નામ સાંભળતા જ લોકો ઘણી વાર ચિંતામાં મુકાય છે. ખાસ કરીને જ્યારે વાત અપરિણીત લોકોની થતી હોય ત્યારે જાતકના માતા- પિતામા મુંઝવણમાં વધારે જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય છે, તે લોકોના લગ્નમાં વિલંબ થતો જોવા મળે છે અથવા તો તે લોકોના લગન્નમાં અનિચ્છનીય અવરોધનો સામનો કરવો પડે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે માંગલિક છોકરા કે છોકરીના લગ્ન માંગલિક વ્યક્તિ સાથે જ થઈ શકે છે. જો કોઈ માંગલિક વ્યક્તિ માંગલિક ન હોય તેવા વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેમના જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તો આજે આપણે જાણીએ કે કોઈની કુંડળીમાં મંગળ દોષ કેવી રીતે બને છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
જે લોકોની કુંડળીમાં મંગળ ચોથા, સાતમા, આઠમા અને બારમાં ઘરમાં હોય તો તેવી કુંડળીને મંગળ દોષવાળી કુંડળી કહેવામાં આવે છે. આવી કુંડળીમાં મંગલ દોષ હોય છે. જેના કારણે આવા લોકો માંગલિક કહેવામાં આવે છે. લોકોનું એવું માનવું છે કે જે લોકો માંગલિક હોય છે તેવા લોકોના લગ્ન જીવનમાં સમસ્યા આવી શકે છે. જો માંગલિક વ્યક્તિ બિન માંગલિક જાતક સાથે લગ્ન કરે છે તો તેમનું લગ્ન જીવન મંગલમય રહેતું નથી. તે દંપતિ વચ્ચે તાલમેલ સારો રહેતો નથી. સામાન્ય રીતે જોવા મળે છે કે જે જાતક મંગળ દોષથી પીડિત હોય છે તે ઘણીવાર એકલા રહેવાનું પસંદ કરે છે.
જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય તો મા મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. મંગળા ગૌરીનું વ્રત તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આ વ્રતના દિવસે મા મંગળા ગૌરીના મંદિરમાં જઈને વિધિ-વિધાન પ્રમાણે તેમની પૂજા કરવાથી તમારી કુંડળીના તમામ દોષ દૂર થઈ જાય છે અને તમારા લગ્નમાં આવતી અડચણોને દૂર કરવા થાય છે. માતા મંગળા ગૌરીને હળદરની માળા પણ ખાસ ચઢાવવામાં આવે છે.
જે લોકો માંગલિક હોય તેવા લોકોને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી કુંડળી માંથી મંગળ દોષ દૂર થાય છે. ખાસ કરીને આ મંગળદોષથી બચવા માટે મંગળવારે લાલ રંગના કપડાં, મસૂર, લાલ ફળ વગેરેનું ગરીબને કે મંદિરમાં દાન કરવું જોઈએ.
જે લોકોની કુંડળીમાં મંગલ દોષ હોય તે લોકોએ ઉજ્જૈનના મંગલનાથ મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ. કુંડળીના દોષોને દૂર કરવા માટે આ સ્થાનને મહાતીર્થ તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી લગ્નમાં આવતી અડચણો અને વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે.
કુંડળીમાંથી મંગળ દોષ દૂર કરવા માટે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. લોકોનું એવું માનવું છે કે દરરોજ શિવલિંગ પર જળ અર્પિત કરવાથી તમારી કંડળીના મંગળ દોષ ઉપરાંત જેટલા પણ દોષ હોય તેને દૂર કરવામાં મદદ રુપ થાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.