Bhakti: લાભ પાંચમે અચૂક કરો આ કામ, પૂર્ણ થશે સઘળા અભિલાષ !

|

Nov 09, 2021 | 11:52 AM

લૌકિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાથી લઈ કારતક પૂર્ણિમા સુધી સ્વર્ગલોકમાંથી ધનની વર્ષા થતી હોય છે. જેને વિશેષ પૂજા વિધાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આ જ વિશેષ પૂજા માટે લાભ પાંચમનો અવસર ફળદાયી મનાય છે.

Bhakti: લાભ પાંચમે અચૂક કરો આ કામ, પૂર્ણ થશે સઘળા અભિલાષ !
વિવિધ દેવી-દેવતાની કૃપા પ્રાપ્ત કરાવશે લાભ પંચમી !

Follow us on

શાસ્ત્ર અનુસાર જોઈએ તો લાભ પંચમી (Labh Panchmi) એ તો દિવાળીના અંતનો દિવસ છે અને સાથે જ સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારો પણ. લાભ પાંચમને શ્રીપદા માનવામાં આવે છે. કારણ કે તે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. વિશેષ તો તે ધનલાભ કરાવનારો દિવસ મનાય છે.

લૌકિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાથી લઈ કારતક પૂર્ણિમા સુધી સ્વર્ગલોકમાંથી ધનની વર્ષા થતી હોય છે. જેને વિશેષ પૂજા વિધાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આ જ વિશેષ પૂજા માટે લાભ પાંચમનો અવસર ફળદાયી મનાય છે. કહે છે કે આજના દિવસે ગણેશજી, શિવજી તેમજ માતા લક્ષ્મીની ખાસ ઉપાયથી પૂજા કરવામાં આવે, તો ભક્તની ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ગણપતિ પૂજન
આજે ગણેશજીને સોપારી અર્પણ કરવી. ગણેશજીની સન્મુખ બેસીને “ૐ વક્રતુંડાય હું” મંત્રનો 108 વખત જાપ કરવો. ત્યારબાદ શુભ મુહૂર્તમાં આ સોપારી તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર મૂકી દેવી. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં ક્યારેય નાણાંની તંગી નહીં વર્તાય.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

લક્ષ્મી પૂજન
આજે લક્ષ્મીપૂજન કરવું. આ પૂજન બાદ પિત્તળની વાટકીમાં મખાનાની ખીર ભરીને દેવીને અર્પણ કરવી. દેવીની સન્મુખ બેસીને “ૐ શ્રીં ક્લીં ધનલક્ષ્મયૈ નમઃ ।” મંત્રનો 108 વખત જાપ કરવો. ત્યારબાદ તે ખીર બાળકીઓને પ્રસાદના રૂપમાં વહેંચી દેવી. ઘરની આર્થિક સુખાકારીમાં વૃદ્ધિ થશે.

ફળદાયી શિવપૂજન
દુર્ભાગ્યને દૂર કરવા આજે શિવલિંગ પર ગોળ અર્પણ કરવો. તે સમયે “ૐ સદા શિવાય નમઃ ।” મંત્રનો જાપ કરવો. ત્યારબાદ તે ગોળ કાળી ગાયને ખવડાવી દેવો. માન્યતા અનુસાર આ પ્રયોગથી દુર્ભાગ્ય દૂર થશે. જીવનમાં શુભતા આવશે. અને સાથે જ ધનલાભ પણ થશે.

શું રાખશો ધ્યાન ?
⦁ લાભ પાંચમનો દિવસ એ દાન માટે શ્રેષ્ઠ છે. પણ, યાદ રાખો કે આ દિવસે ભૂલથી પણ ખાટી વસ્તુનું દાન ન કરો.
⦁ આ દિવસે વાસણોનું દાન કરવું લાભદાયી મનાય છે. પણ આ વાસણ પિત્તળના જ હોય તે જરૂરી છે. અન્ય કોઈ ધાતુના વાસણોનું આજે દાન ન કરવું.
⦁ લાભ પંચમીના અવસરે આંબા અને આસોપાલવના વૃક્ષનું પૂજન કરવું પણ લાભદાયી મનાય છે.
⦁ આ દિવસે શક્ય હોય તો ગણેશજીને દૂર્વા, લક્ષ્મીજીને આસોપાલવના પાન અને શિવજીને બીલીપત્ર અર્પણ કરવા. તેનાથી લાભની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સૌભાગ્ય પંચમીએ અચૂક કરો આ ઉપાય, ધંધામાં થશે વૃદ્ધિ અને પરિવારમાં આવશે ખુશહાલી

આ પણ વાંચો : સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત

Next Article