Diwali 2026: દિવાળીની રાત્રે શાંતિથી આમાંથી કોઈ એક ઉપાય કરી લો, લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ચમકશે

દિવાળી (Diwali )ની રાત્રે, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે ઘણા ખાસ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચોક્કસ ધાર્મિક વિધિઓ કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Diwali 2026: દિવાળીની રાત્રે શાંતિથી આમાંથી કોઈ એક ઉપાય કરી લો, લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ચમકશે
| Updated on: Nov 08, 2026 | 8:04 AM

દિવાળીની રાત્રે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં સુખ -સમૃદ્ધિ લાવવા માટે આમાંથી કોઈ એક ઉપાય શાંતિથી કરી લો. માન્યતા છે કે, આ રાત્રે વિશેષ વસ્તુઓ સાથે જોડાયેલા ટોટકા દુર કરવાથી આર્થિક પરેશાનીઓ દુર થાય છે.

દિવાળીનો તહેવાર ખુબ ખાસ મનાવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 8 નવેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે. દર વર્ષે કારતક મહિનાના અમાસના દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. આ જ કારણ છે કે લોકો આ દિવસે પોતાના ઘરોને દીવાઓ અને રોશનીથી શણગારે છે અને ધાર્મિક વિધિઓ સાથે લક્ષ્મી પૂજન કરે છે.

ટોટકા કરવા શુભ માનવામાં આવે

દિવાળી પર પુજા-પાઠ અને દીવા કરવા સિવાય ધન-સમૃદ્ધિ મેળવવા આર્થિક પરેશાનીઓથી છુટકારો મેળવવા ઘરની નકારાત્મકતા દુર કરવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીની રાત્રે કેટલીક ખાસ વસ્તુઓ સાથે જોડાયેલા ટોટકા કરવા શુભ માનવામાં આવે છે. જેમાં સિક્કા, કૌડી, હળદર અને દીવા સાથે જોડાયેલા ઉપાય પણ સામેલ છે. તો ચાલો જાણીએ દિવાળીની સાંજ કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાયો વિશે.

દિવાળીની રાત્રે ધન પ્રાપ્તિ માટે કયા ઉપાયો કરવા જોઈએ?

  • સિક્કાનો ઉપાય દિવાળીની રાત્રે, 12:00થી 12 : 30ની વચ્ચે, જો નજીકમાં પીપળ, આમળા અથવા બીલીપત્રનું ઝાડ હોય, તો તેની નીચે જાઓ. ત્યારબાદ, ઘરે પાછા ફરો અને જ્યાં લક્ષ્મીની પૂજા થાય છે ત્યાં પ્રણામ કરો. પૂજામાં વપરાયેલ એક રૂપિયા અથવા ચાંદીનો સિક્કો તે જ સમયે તમારા તિજોરી અથવા કબાટમાં મૂકો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમને દેવાથી મુક્તિ મળે છે.
  • દિવાળીની સાંજે રાત્રે સુતા પહેલા ઘરની સાવરણી નીચે એક ચાંદી અથવા રુપિયાનો સિક્કો રાખી દો. માન્યતા છે કે, આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પૂર્ણ થઈ જાય છે. તેમજ માતા લક્ષ્મી આકર્ષિત થાય છે.
  • 5 આખી સોપારી, 5 ગોમતી ચક્ર અને 5 કૌડીને ગંગાજળથી ધોઈને લાલ કપડામાં બાંધો. દિવાળી પૂજા દરમિયાન તેમને ચાંદીના વાટકા કે થાળીમાં મૂકો અને દેવી લક્ષ્મીની પૂજા કરો. બીજા દિવસે, તેમને તમે જે સ્થળે પૈસા રાખો છો. ત્યાં રાખી દો.
  • દિવાળીની સાંજે સિંદુર, દહીં અને અડદને લઈ પીપળાના થડમાં રાખી દો. અહી એક દીવો પણ પ્રગટાવો. માન્યતા છે કે, આનાથી આર્થિક પરેશાનીઓ દુર થઈ શકે છે.

 

 

તહેવારો પર ઘરના દરવાજા પર તોરણ કેમ લગાવવામાં આવે છે? જાણો વિસ્તારથી અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.