Diwali 2021: જાણો દિવાળી પર લક્ષ્મીજી સાથે વિષ્ણુ ભગવાનની પૂજા શા માટે કરવામાં આવતી નથી !

|

Oct 30, 2021 | 5:13 PM

દીપાવલીના પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી ઉપરાંત ધનના દેવતા કુબેર, કાલી માતા અને સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા શા માટે કરવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન છે.

Diwali 2021: જાણો દિવાળી પર લક્ષ્મીજી સાથે વિષ્ણુ ભગવાનની પૂજા શા માટે કરવામાં આવતી નથી !
Lord Vishnu

Follow us on

જીવનમાં તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે ધનની જરૂર પડે છે અને મા લક્ષ્મીની (Lakshmi) કૃપાથી ધન-ધાન્યનું સુખ પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મીની પૂજા-અર્ચનાનો દિવસ દીપાવલી છે, જેને અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દીપાવલીના તહેવાર પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આખું વર્ષ આર્થિક રીતે સારૂ રહે છે. મા લક્ષ્મીની કૃપાથી ધનનો ભંડાર ભરાઈ જાય છે અને દરેક પ્રકારના સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

દીપાવલીના દિવસે રિદ્ધિ-સિદ્ધિ આપનાર અને પ્રથમ ઉપાસક ગણાતા ગણપતિજીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે, જેમની કૃપાથી સમગ્ર વર્ષ દરમિયાન જીવનના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે. આ સ્થિતિમાં શુભ-લાભ મેળવવા માટે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની સાથે ગણપતિજીની પૂજા કરે છે.

દિવાળી પર આ દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે
દીપાવલીના પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી ઉપરાંત ધનના દેવતા કુબેર, કાલી માતા અને સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. પરંતુ આ બધા માટે કરવામાં આવતી વિશેષ પૂજા સાથે ભગવાન વિષ્ણુની પૂજા શા માટે કરવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન છે જે ઘણીવાર લોકોના મનમાં આવે છે. ભગવાન વિષ્ણુની પત્ની માતા લક્ષ્મીની પૂજા લોકો દ્વારા સમગ્ર ધાર્મિક વિધિઓ દરમિયાન કરવામાં આવે છે. આવો જાણીએ કે દિવાળી પર ભગવાન વિષ્ણુ વિના દેવી લક્ષ્મીની પૂજા શા માટે કરવામાં આવે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

જાણો ભગવાન વિષ્ણુ વગર જ લક્ષ્મીજીની પૂજા કેમ કરવામાં આવે છે
દીપાવલી પર માતા લક્ષ્મીની સાથે તમામ દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી નથી, કારણ કે દીપાવલીનો પવિત્ર તહેવાર ચાતુર્માસ દરમિયાન આવે છે અને આ સમયે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિદ્રામાં લીન રહે છે. તેથી કોઈ પણ ધાર્મિક કાર્યમાં તેમની ગેરહાજરી સ્વાભાવિક છે. આ જ કારણ છે કે ધનની દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વિના દિવાળી પર લોકોના ઘરે જાય છે.

ગણપતિ, જે દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે, તે તેમની સાથે અન્ય દેવતાઓ વતી તેમનું પ્રતિનિધિત્વ કરે છે. દીપાવલી બાદ જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે, ત્યારે તમામ દેવતાઓ ફરી એકવાર દીપાવલીનો તહેવાર ઉજવે છે, જેને દેવ દિવાળી કહેવામાં આવે છે.

 

આ પણ વાંચો : Dhanteras 2021: ધનતેરસના દિવસે જો ભૂલથી પણ થઈ આ બે ભૂલ, તો ભોગવવી પડશે મોટી નુકસાની !

આ પણ વાંચો : Bhakti: લાલ હનુમાનજીએ શા માટે ધર્યું શ્યામ સ્વરૂપ ? જાણો, કાલે હનુમાનજીના રૂપનો મહિમા

Next Article