Bhakti : શું તમે જાણો છો કે ભગવાન શિવને તો પુત્રીઓ પણ હતી ?

|

Jul 26, 2021 | 5:59 PM

દેવાધિદેવને તો 3 પુત્રીઓ પણ હતી. અલગ અલગ પુરાણોમાં પણ મળે છે તેનો ઉલ્લેખ. અત્યંત સ્વરુપવાન હોય તેમના એક પુત્રી અશોક સુંદરી કહેવાયા તો દેવાધિદેવના પુત્રી જ્યોતિ આજે જ્વાળાદેવીના નામે પ્રખ્યાત છે. તો મનસા દેવીના તો અનેક મંદિર આજે ભારતની ભૂમિ પર છે.

Bhakti : શું તમે જાણો છો કે ભગવાન શિવને તો પુત્રીઓ પણ હતી ?
શિવજીને પુત્રીઓ પણ હતી !

Follow us on

દેવાધિદેવ મહાદેવને(MAHADEV) કાર્તિકેય અને ગણેશ નામના બે સંતાન હતા તે વાત આપણે સૌ જાણીએ છીએ. પણ શું તમે એ જાણો છો કે દેવાધિદેવને તો પુત્રીઓ પણ હતી ?તમને વિશ્વાસ નહીં આવે પણ શિવ પુરાણમાં આ સંબંધી કથા મળે છે. કથાઓ અનુસાર તો શિવજી ને હતાં 6 સંતાન. જીં હા, કુલ 6 સંતાન. જેમાં 3 પુત્ર અને 3 પુત્રીનો સમાવેશ થાય છે.

આવો સૌથી પહેલાં તો આપને જણાવીએ શિવજીની 3 પુત્રીઓના નામ. મહેશ્વરની 3 પુત્રી એટલે દેવી અશોક સુંદરી, દેવી જ્યોતિ અને દેવી મનસા. આજે પણ ભારતમાં શિવજીની આ ત્રણેય પુત્રીઓના અનેક મંદિર આવેલા છે. આવો હવે આપને જણાવીએ શિવજીના પુત્રીઓના જ્ન્મ સાથે જોડાયેલી રોચક કથા.

સૌથી પહેલાં દેવી જ્યોતિના જન્મ સાથે જોડાયેલી કથા જાણીએ. કહે છે કે શિવજીના પહેલાં પુત્રી એટલે દેવી જ્યોતિ. તે જ્વાળામુખી દેવીના નામથી પણ ઓળખાય છે. કહે છે કે સ્વયં દેવાધિદેવના તેજ માંથી જન્મ થયો હોય તેમના પુત્રી જ્યોતિ કહેવાયા. અલબત્, કેટલાક લોકો માને છે કે દેવી પાર્વતીના તેજમાંથી દેવી જ્યોતિ પ્રગટ થયા છે. તામિલનાડુના લોકો જ્વાળામુખી દેવી પર ખુબ આસ્થા ધરાવે છે. સંપૂર્ણ તામિલનાડુમાં મા માતા જ્વાળામુખીના અનેક મંદિરો આવેલા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેટલાક લોકો કહે છે કે અશોક સુંદરી એ શિવજીના સૌથી મોટા પુત્રી હતાં. કથા અનુસાર દેવી પાર્વતીને પોતાની એકલતા બિલકુલ પસંદ ન પડતી. તેમણે પોતાની એકલતા દુર કરવા જ દેવી અશોક સુંદરીને જન્મ આપ્યો. તે દેખાવમાં પણ ખુબ સુંદર એટલકે જ તેમનું નામ અશોક સુંદરી પડ્યું હોવાની વાયકા છે. તો લોકકથા તો એવી પણ છે કે જ્યારે દેવાધિદેવે તેમના પુત્ર અર્થાત્ ભગવાન શ્રીગણેશનું માથું જ્યારે ધડથી અલગ કર્યું ત્યારે અશોકસુંદરી ત્યાં જ હાજર હતાં. તેઓ આ ઘટનાથી એટલાં ડરી ગયા કે તેઓ મીઠાંની બોરી પાછળ સંતાઈ ગયા હોવાની કથાઓ પણ લોકમુખે સાંભળવા મળે છે.

તો દેવી મનસા એ શિવજીના માનસ પુત્રી કહેવાય છે. દેવી મનસાના પ્રાગટ્ય સાથે અનેક કઆથઓ જાડાયેલી છે. લિંગપુરાણ અનુસાર મહાદેવના કંઠ પર આભૂષણની જેમ આરૂઠ રહેતાં વાસુકિનાગને ઈચ્છા થઈ કે તેમને પણ એક બહેન હોય. તેણે તેની આ ઈચ્છા મહાદેવ સમક્ષ વ્યક્ત કરી અને મહાદેવના મસત્કમાંથી દેવી મનસાનો જન્મ થયો. તો દેવીભાગવત અનુસાર દેવી મનસા એ મહાદેવના શિષ્યા હતા અને ઋશિ કશ્યપના પુત્રી હતા.

આ સિવાય પણ કેટલીયે કથાઓ દેવી મનસાના જન્મ સાથે જોડાયેલી સાંભળવા મળે છે. આજે તો દેવી મનસાના અનેક મંદિરો ભારતભરમાં છે. કહે છે કે દેવી મનસાની સૌ પ્રથમ પુજા કરનાર ભગવાન શ્રી કૃષ્ણ હતા.

આ પણ વાંચો :  અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા

Next Article