Colour Vastu Tips: ઘરની સુખ-શાંતિમાં મહત્વનો ભાગ ભજવે છે રંગ, જાણો કઈ જગ્યા માટે ક્યો કલર યોગ્ય

|

Jan 08, 2022 | 11:54 PM

ઘણી વખત લોકો રૂમને વાસ્તુ અનુસાર કલર નથી કરતા અને તેના કારણે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. અમે તમને જણાવીએ છીએ કે બેડરૂમ, કિચન અને ઘરની અન્ય જગ્યાઓ પર કેવા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

Colour Vastu Tips: ઘરની સુખ-શાંતિમાં મહત્વનો ભાગ ભજવે છે રંગ, જાણો કઈ જગ્યા માટે ક્યો કલર યોગ્ય
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Colour Vastu Tips: આપણે બધા જીવનમાં સુખ અને સમૃદ્ધિની આશા રાખીએ છીએ. આ માટે દરેકે મહેનત અને ખંતથી કામ કરવું પડશે. આમ છતાં આપણા જીવન પર જે વસ્તુ અસર કરે છે તે છે વાસ્તુ દોષ (Vastu Dosh). જો ઘરમાં વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) ના નિયમો અનુસાર વસ્તુઓ ગોઠવવામાં ન આવે તો તે એક રીતે અશુભ માનવામાં આવે છે.

વાસ્તવમાં વાસ્તુ અનુસાર વસ્તુઓ બદલવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો જોવામાં આવે તો વાસ્તુ દોષ જીવનમાં આવી અનેક સમસ્યાઓ લાવે છે, જે લાંબા સમય સુધી પરેશાન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વસ્તુઓ ક્યાં રાખવી તે માટે ઘણા મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ ઘરના રૂમમાં કરવા માટેના રંગો વિશે. એવું માનવામાં આવે છે કે જો તે વાસ્તુ અનુસાર કરવામાં ન આવે તો જીવનમાં ક્યાંક ને ક્યાંક માત્ર આર્થિક જ નહીં પરંતુ શારીરિક સમસ્યાઓ પણ પરેશાન કરે છે. ઘણી વખત લોકો રૂમને વાસ્તુ અનુસાર કલર નથી કરતા અને તેના કારણે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. આજે અહી આપને જણાવીશું કે બેડરૂમ, કિચન અને ઘરની અન્ય જગ્યાઓ પર કેવા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઘરમાં રંગ આવા હોવા જોઈએ

હોલ – વાસ્તુ અનુસાર ઘરની આ જગ્યા પર પીળો કે સફેદ રંગ કરવો શુભ છે.

બાથરૂમ – જો આ સ્થાન પર સફેદ અથવા ગુલાબી રંગ કરવામાં આવે તો તે વાસ્તુ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘરનું મંદિર – આ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે, તેથી અહીં આવા રંગો કરવા જોઈએ, જેનાથી મનને શાંતિ મળે. આ માટે પૂજા ઘરમાં સફેદ કે પીળા રંગ કરવા જોઈએ.

રસોડું – જો કે રસોડામાં સફેદ રંગ લગાવવો શુભ માનવામાં આવે છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી ગંદુ પણ થઈ જાય છે. આ સ્થિતિમાં તમે લાલ કે કેસરી રંગ પણ કરાવી શકો છો.

બેડરૂમઃ– ઘરનો આ ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અહીં પણ એવા રંગ લગાવવા જોઈએ, જેનાથી મનને શાંતિ મળે. બેડરૂમમાં હંમેશા હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. તેના કારણે નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક વાતાવરણ રહે છે.

બાળકોનો રૂમ– જો કે બાળકોને કલરફુલ રૂમ બહુ ગમે છે, પરંતુ તેમના રૂમમાં ડાર્ક કલર ન હોવો જોઈએ. તમે ઇચ્છો તો બાળકોના રૂમમાં પિંક કલર કરાવી શકો છો.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જીવન મરણના સંકટથી ઉગારશે હનુમાન ચાલીસાની આ ચોપાઈ! જાણો મનશાપૂર્તિ ચોપાઈઓ

આ પણ વાંચો: કયા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ કરાવશે આ ભાનુ સપ્તમી? સરળ વિધિથી પ્રાપ્ત કરો સૂર્યકૃપા

Next Article