વિષ્ણુ સહસ્ત્રનામ (vishnu sahasranamam) તમારા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. આ પાઠમાં ભગવાન વિષ્ણુના હજાર નામોનો ઉલ્લેખ થયો છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરે છે તેના દ્વારા તેને અઢળક લાભની પ્રાપ્તિ થાય છે. કહે છે કે જો શ્રદ્ધાળુઓ સવારે ભગવાન વિષ્ણુની ઉપાસના સમયે આ પાઠ કરે છે, તેની બધી મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ જે વ્યક્તિ આ સહસ્ત્રનામનું શ્રવણ માત્ર પણ કરે છે, તેને પણ લાભ થાય છે.
એવી પણ એક માન્યતા છે કે વિષ્ણુ સહસ્ત્રનામના જાપ કરવાથી ઘણા ચમત્કારી ફાયદાઓનો અનુભવ થાય છે. આ પાઠ સાંભળવા માત્રથી જ સાત જન્મો સુધરી જાય છે અને વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠમાં તમારા બધાં દુઃખોનું સમાધાન છુપાયેલું છે. ત્યારે આજે આપને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠથી થતા ફાયદા વિશે માહિતગાર કરીશું.
1) જે લોકો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરે છે તે લોકોને નસીબ સાથ આપે છે. એટલું જ નહીં જો તે વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહની ખરાબ અસર થઇ રહી હોય તો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠના જાપ કરવાથી ગ્રહોની સ્થિતિમાં સુધારો જોવા મળે છે અને ગ્રહોના શુભ પરિણામ જોવા મળે છે.
2) જે વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે તેને ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શંકરના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
3) વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી વ્યક્તિ ઊર્જાવાન બને છે.
4) જો કોઇ વિવાહિત સ્ત્રી સંતાનની કામના રાખતી હોય તો તેણે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જ જોઇએ. આ પાઠ દ્વારા તેમને સુંદર સંતાનનું સુખ મળે છે.
5) પરિવારમાં કોઇપણ પ્રકારનો વાદ વિવાદ હોય તો તે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી દૂર થઈ જાય છે અને ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો થાય છે.
6) જો તમે કોઈ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો અને તમારા કાર્યોમાં વારંવાર વિધ્નો આવી રહ્યા હોય તો તમારે જરૂરથી આ પાઠ કરવા જોઇએ. આ કાર્ય કરવાથી આપને ધારેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે
7) જે લોક વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરે છે તેમને નકારાત્મક શક્તિઓમાંથી છુટકારો મળે છે. આપના ઘર પરિવાર પર કોઇપણ વ્યક્તિની દુષ્ટ નજર પડી હોય તો તેનાથી તે પરિવારના સભ્યોની રક્ષા થાય છે.
8) જો તમે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો છો તો તેનાથી આપની આસપાસ શક્તિશાળી કવચનું નિર્માણ થાય છે જે તમને દરેક મુસીબતોથી સુરક્ષિત રાખે છે.
9) જો તમે નિયમિત વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો છો તો તેનાથી તમારા મનને શાંતિ મળે છે અને ખોટી ચિંતા તેમજ નકારાત્મક વિચારોથી મુક્તિ મળે છે. સાથે તમે તમારું ધ્યાન સકારાત્મક બાબતો પર કેન્દ્રિત કરી શકો છો.
10) જો તમે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો છો તો આ શક્તિશાળી મંત્રના પાઠથી તમારા દરેક જન્મના પાપોનો નાશ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જાણી લો ધૂપના આ ફાયદા, આજ પછી તમે ધૂપ પ્રગટાવવાનું ક્યારેય નહીં ભૂલો
આ પણ વાંચો : શા માટે મુખ્ય દ્વાર પર કરવામાં આવે છે સિંદૂરનું તિલક ? જાણો, સિંદૂરનું ધાર્મિક મહત્વ