Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન

|

Feb 10, 2022 | 6:55 AM

માન્યતા અનુસાર દત્ત મંત્રના જાપથી વ્યક્તિના જીવનના સઘળા કષ્ટ નષ્ટ થઈ જાય છે. ગુરુ દત્તના મંત્ર ભક્તના શારીરિક અને માનસિક રોગોને હરી લે છે. એટલું જ નહીં, પિતૃઓની કૃપા પ્રાપ્તિ અર્થે પણ દત્ત મંત્ર સર્વોત્તમ મનાય છે.

Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન
lord dattatreya (symbolic image)

Follow us on

ભગવાન દત્તાત્રેય (dattatreya) એ તો ત્રિદેવનો (trideva) અવતાર મનાય છે. એટલે જ એવી માન્યતા પ્રચલિત છે કે તેમની સાધના કરવાથી ભક્તને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે તે અનુસાર ગુરુ દત્તાત્રેયની ઉપાસના વ્યક્તિના જીવનના તમામ વિઘ્નોને હરી લે છે. એટલું જ નહીં, પ્રભુ દત્તાત્રેય તો બુદ્ધિ, જ્ઞાન અને બળના દાતા છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે કેવી રીતે પ્રભુ દત્તની વિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ગુરુવાર, પૂનમ તેમજ દત્ત જયંતીના અવસરે પ્રભુ દત્તના પૂજનનો સવિશેષ મહિમા છે. આ દિવસો દત્તાત્રેયની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે. વળી, પ્રભુ દત્તની ઉપાસના શીઘ્ર ફળ પ્રદાન કરનારી પણ છે. ત્યારે આજે વાત કરીએ કેટલાંક એવાં સરળ દત્ત મંત્રની કે જે ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરનારા મનાય છે.

ગુરુ દત્તાત્રેયનો મહામંત્ર

“દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તાંત્રોક્ત દત્તાત્રેય મંત્ર

“ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ।”

દત્ત ગાયત્રી મંત્ર

“ૐ દિગંબરાય વિદ્મહે અવધૂતાય ધીમહિ તન્નો દતઃ પ્રચોદયાત ।”

મંત્રજાપના નિયમ

⦁ દત્ત મંત્રના જાપ વહેલી સવારે કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.  સવારે શક્ય ન હોય તો સંધ્યા સમયે પણ આ મંત્રજાપ કરી શકાય.

⦁ જો તમે સંધ્યા સમયે મંત્રજાપ કરવા માંગતા હોવ તો તે પૂર્વે પુનઃ સ્નાન કરી લેવું જોઈએ.

⦁ એક સ્વચ્છ આસન પર બિરાજમાન થઈ મનમાં પ્રભુ દત્તનું સ્મરણ કરવું. અને પછી મંત્રજાપનો પ્રારંભ કરવો.

⦁ શક્ય હોય ત્યાં સુધી દત્તાત્રેયના મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવો જોઈએ.

⦁ નિત્ય જ મંત્રની એક માળા કરવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછો 108 વખત મંત્રનો જાપ કરો ત્યારે તે ફળદાયી બને છે.

⦁ જો દરરોજ શક્ય ન હોય તો પણ દર ગુરુવારે આ ક્રમ જળવાયેલો રહે તો પણ પ્રભુની કૃપા ભક્તો પર ઉતરતી હોય છે.

મંત્રજાપના લાભ

⦁ માન્યતા અનુસાર દત્ત મંત્રના જાપથી વ્યક્તિના જીવનના સઘળા કષ્ટ નષ્ટ થઈ જાય છે.

⦁ શારીરિક રોગોથી વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ થાય છે.

⦁ દત્ત મંત્રના જાપથી વ્યક્તિને આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે. અને તેની વિચારધારા પણ સકારાત્મક બને છે. જેનાથી તે વધુ સકારાત્મક બાબતોને જીવનમાં આકર્ષે છે.

⦁ પિતૃઓની કૃપા પ્રાપ્તિ અર્થે પણ દત્ત મંત્ર સર્વોત્તમ મનાય છે.

⦁ કહે છે કે આસ્થા સાથે દત્ત મંત્રના જાપ કરવાથી પિતૃદોષ સંબંધી સમસ્યાઓથી જાતકને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા

આ પણ વાંચોઃ અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !

Next Article