ચૈત્ર નવરાત્રીએ સૌથી શુભ તહેવારોમાંનો એક છે. 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri)નો પ્રારંભ થયો હતો. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારની તૈયારીઓ થોડા દિવસો પહેલા જ શરૂ કરી દે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન (Chaitra Navratri 2022) દેવી દુર્ગાની પૂજા ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે. સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરોમાં વાસ્તુ દોષ હોય છે, તેઓ નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાય કરી શકે છે. આ વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદ કરે છે. આ વાસ્તુ ટિપ્સ (Vastu Tips)થી તમને મા દુર્ગાના આશીર્વાદ મળશે. આ તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. ચાલો જાણીએ કે તમે કઈ વાસ્તુ ટિપ્સ ફોલો કરી શકો છો.
ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક (સાથિયો) બનાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેનાથી નકારાત્મકતા અને રોગો દૂર થાય છે. તે બધા સભ્યોને ખુશ અને સ્વસ્થ રાખે છે. સ્વસ્તિક બનાવવા માટે ચોખા સાથે લાલ કે પીળા રંગનો ઉપયોગ કરો.
અખંડ જ્યોત વિના નવરાત્રી પૂજા અધૂરી છે, એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતને બાળવું શુભ છે. તેનાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. અત્રે એ બાબત નોંધ લેવી કે અખંડ જ્યોત ક્યારેય જમીન પર ન મુકવી જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનું ઘણું મહત્વ છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો.
નવરાત્રિના પહેલા દિવસે તમારા મંદિરમાં પાણી અને ફૂલોથી ભરેલો કળશ રાખો. નવમીના દિવસે આ પાણીને આખા ઘરમાં છાંટો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે.
અષ્ટમી અથવા નવમી પર તમારા ઘરમાં કન્યાની પૂજા કરો. પૂજા દરમિયાન પૂર્વ કે પશ્ચિમ દિશામાં મુખ રાખીને કન્યાઓને ભોજન કરાવો. તેનાથી તમારા ઘરના વાસ્તુ દોષ દૂર થશે.
ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાન બાંધો. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. તાજા આંબાના પાન લો. તેમને સારી રીતે ધોઈ લો. તેને લાલ દોરામાં બાંધો. તેને મુખ્ય દ્વાર પર બાંધો.
આ પણ વાંચો :NEET UG 2022: NEETની પરીક્ષા ભારતની બહાર આ 14 શહેરોમાં પ્રથમ વખત યોજાશે, જાણો તમામ વિગતો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-