Radha Ashtami 2026 : કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધાષ્ટમી કેમ ઉજવવામાં આવે છે, આ વ્રત વિના કૃષ્ણની પૂજા કેમ અધૂરી છે? જાણો

માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની પુજા રાધા રાણી વગર અધુરી માનવામાં આવે છે. આ માટે જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધા અષ્ટમી મનાવવામાં આવે છે પરંતુ 15 દિવસ પછી કેમ રાધા અષ્ટમી આવે છે?

Radha Ashtami 2026 : કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધાષ્ટમી કેમ ઉજવવામાં આવે છે, આ વ્રત વિના કૃષ્ણની પૂજા કેમ અધૂરી છે? જાણો
| Updated on: Sep 17, 2026 | 9:11 AM

ભગવાન કૃષ્ણની જન્મજયંતિ કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તેના બરાબર 15 દિવસ પછી રાધા અષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, રાધા રાણીના આશીર્વાદ વગર ન તો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને ન તો તેની ભક્તિનું ફળ મળે છે. તો ચાલો જાણીએ કે, રાધા રાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો અને કૃષ્ણ પુજામાં તેનું આટલું મહત્વ કેમ છે?

રાધા અષ્ટમી 2026 ક્યારે મનાવવામાં આવે ?

પંચાગ અનુસાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષની અષ્ટમી તિથિના રોજ રાધા અષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે 2026માં આ પાવન પર્વ 19 સપ્ટેમ્બરના રોજ શનિવારના રોજ મનાવવામાં આવશે. પંચાંગ મુજબ, અષ્ટમી તિથિ 18 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 1:00 વાગ્યે શરૂ થશે અને 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 3: 26 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદય તિથિના નિયમો અનુસાર, રાધાષ્ટમી 19 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. પૂજા માટેનો શુભ સમય સવારે 11 : 01 થી બપોરે 1: 28 વાગ્યા સુધીનો રહેશે.

જન્માષ્ટમીના 15 દિવસ પછી કેમ રાધા અષ્ટમી આવે?

રાધા અષ્ટમી અને જન્માષ્ટમી વચ્ચેનું અંતર માત્ર કેલેન્ડરની તારીખનો સંયોગ નથી. પરંતુ બંને પર્વ એક જ પક્ષની અષ્ટમી તિથિ સાથે જોડાયેલ છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ થયો હતો. તેના 15 દિવસ પછી ભાદ્રપદ શુકલ પક્ષની અષ્ટમી આવે છે. જેને રાધા અષ્ટમી તરીકે મનાવવામાં આવે છે. એટલે જન્માષ્ટમી કૃષ્ણ પક્ષની અષ્ટમી પર આવે છે. તો રાધા અષ્ટમી શુક્લ પક્ષની અષ્ટમીના રોજ મનાવવામાં આવે છે. આ કારણે બંને પર્વો વચ્ચે અંદાજે 15 દિવસનું અંતર રહે છે.

કોણ છે રાધા રાની ?

હિંદુ ધાર્મિક માન્યતાઓમાં રાધા રાણીને ભગવાન શ્રીકૃષ્ણની પરમ પ્રિય અને તેની આંતરિક શક્તિના રુપે માનવામાં આવે છે. રાધા-કૃષ્ણનો સંબંધ પ્રેમ,ભક્તિ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર રાધા રાણીનો જન્મ બરસાનામાં થયો હતો. તેના પિતાનું નામ વૃષભાનું અને માતાનું નામ કીર્તિ દેવી કહેવામાં આવે છે. રાધા રાણી અને શ્રીકૃષ્ણ બાળપણ સાથે સંબંધિત ઘણી વાર્તાઓ બ્રજ ક્ષેત્રમાં પ્રચલિત છે. રાધા અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિની પરંપરા ખાસ કરીને બરસાના, વૃંદાવન અને આસપાસના વિસ્તારોમાં પ્રચલિત છે.

કૃષ્ણની પુજા રાધા વગર અધુરી કેમ માનવામાં આવે છે?

રાધા અને કૃષ્ણ અલગ અલગ નહી પરંતુ એક બીજા સાથે જોડાયેલા રુપ તરીકે જોવામાં આવે છે. ભક્તો પરંપરામાં રાધાને કૃષ્ણની ભક્તિ અને પ્રેમનું સૌથી મોટું રુપ માનવામાં આવ્યું છે. આ કારણે અનેક વૈષ્ણવ પરંપરાઓમાં ભગવાન કૃષ્ણની સાથે રાધા રાણીનું નામ લેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, રાધા રાણીની કૃપા વગર શ્રી કૃષ્ણની ભક્તિનું ફળ મળવું અધરું છે.

મામાનો વધ કર્યો, દ્વારકા સાથે ખાસ કનેક્શન, 8 પત્ની 80 દીકરા આવો છે, ભગવાન કૃષ્ણનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.