
Ganpati Visarjan Rules: પંચાગ અનુસાર ગણેશ ચતુર્થીની શરુઆત 14 સપ્ટેમ્બરથી થઈ છે. સમાપન 25 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના દિવસે થશે. આ દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી તેની પુજા-અર્ચના કરે છે. ત્યારબાદ પોતાની શ્રદ્ધા અને પરંપરા અનુસાર બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ગણપતિ વિસર્જન માત્ર મૂર્તિને જળમાં પ્રવાહિત કરવાની પ્રકિયા નથી. પરંતુ બાપ્પાને સમ્માન અને શ્રદ્ધાની સાથે વિદાય આપવાની પરંપરા માનવામાં આવે છે. આ માટે વિસર્જન દરમિયાન કેટલીક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર ગણપતિ વિસર્જન પહેલા ઉત્તર પુજા કરવાની પરંપરા છે. જેમાં ભગવાન ગણેશની વિધિ વિધાનથી પુજા કરવામાં આવે છે. તેમજ તેને ભોગ લગાવવામાં આવે છે. ત્યારબાદ બાપ્પાને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવાની પ્રાર્થના કરવામાં આવે છે. પુજા પછી ગણપતિની મૂર્તિને તેના સ્થાનથી થોડી આગળ રાખવાની પરંપરા અનેક સ્થળોએ જોવા મળે છે. જેને બાપ્પાની વિદાયની તૈયારી સાથે જોડવામાં આવે છે.
વિસર્જન સમયે નીકળતી વખતે ગણપતિ બાપ્પાની મૂર્તિને સમ્માનપૂર્વક ઉઠાવવા જોઈએ. આ દરમિયાન ઘરના સભ્યો કે ભક્તો મળી ગણપતિ બાપ્પાનો જયકાર લગાવી વિદાય કરે છે. ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તુ જલ્દી આ જેવા જયકારો સાથે બાપ્પાને વિદાય આપવાની પરંપરા છે. વિસર્જન પહેલા ભગવાન ગણેશને ફૂલ, દુર્વા, મોદક અથવા પોતાની શ્રદ્ધા અનુસાર ભોગ અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ આરતી કરી બાપ્પાથી જાણે અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા માંગવાની પણ પરંપરા છે.
ગણપતિ વિસર્જન દરમિયાન ઉતાવળ કે બેદરકારી ટાળવી જોઈએ. બાપ્પાની મૂર્તિને આદરપૂર્વક સંભાળવી જોઈએ, અને વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારનું અપમાનજનક વર્તન ન કરવું જોઈએ. એવી જગ્યાએ મૂર્તિનું વિસર્જન ટાળવું જોઈએ જ્યાં પાણીનું પ્રદૂષણ અથવા પર્યાવરણને નુકસાન થઈ શકે.
ગણપતિ વિસર્જનનો ઉત્સવને અંતિમ તબક્કો માનવામાં આવે છે. આ માટે પ્રયત્ન કરો કે, પરિવારના સભ્યો સાથે મળી બાપ્પાને વિદાય આપે.