Bhai Dooj Thali : ભાઈબીજની થાળીમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ? બધી સામગ્રી વિશે જાણો

ભાઈબીજ (Bhai Dooj) પર, બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ દિવસે પૂજા થાળીમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે? ચાલો જાણીએ.

Bhai Dooj Thali : ભાઈબીજની થાળીમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ?  બધી સામગ્રી વિશે જાણો
| Updated on: Nov 10, 2026 | 8:56 AM

દિવાળી પછી ભાઈ-બહેનનો પ્રેમ અને સંબંધોને સમર્પિત ભાઈ બીજનો તહેવાર મનાવવામાં આવે છે. આ ભાઈબીજ અને યમ દ્રિતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે. કારતક મહિનાની શુકલ પક્ષની દ્રિતિયા તિથિના રોજ મનાવવામાં આવનાર આ પર્વ પર બહેન પોતાના ભાઈના માથા પર તિલક લગાવે છે. તેમજ તેની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરે છે. માન્યતા છે કે, આ દિવસે વિધિ-વિધાનથી તિલક કરવા પર ભાઈને યમરાજના ભયથી મુક્તિ મળે છે. વર્ષ 2026માં ભાઈ બીજનો તહેવાર 11 નવેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે.

ભાઈબીજની તૈયારી કરતી વખતે હંમેશા બહેનના મનમાં એક સવાલ આવે છે. કે, પુજાની થાળીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ. તેમજ તિલક માટે કઈ કઈ સામગ્રીની જરુર પડશે. આ દિવસે થઆળીમાં તિલક, આરતી અને પુજા સાથે જોડાયેલ કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે છે. જો તમે પણ ભાઈ બીજની તૈયારી કરી રહ્યા છો. તો પહેલાથી આ સમગ્ર સામગ્રીનું લિસ્ટ નોંધી લો. જેનાથી પુજા સમયે કોઈ જરુરી સામાન રહી ન જાય.

ભાઈબીજ 2026 શુભ મુહૂર્ત

પંચાંગ મુજબ 2026માં ભાઈબીજ 11 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે. દ્વિતીયા તિથિ અને આ દિવસે તિલક લગાવવાનો શુભ મુહૂર્ત નીચે મુજબ છે.ભાઈને તિલક લગાવવાનો શુભ સમય: બપોરે 1: 10 થી 3 : 20 વાગ્યા સુધીનો છે.

ભાઈબીજની થાળીમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ?

ભાઈબીજની થાળી સજાવતી વખતે, આ વસ્તુઓનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં. આનો ઉપયોગ તિલક લગાવવા, આરતી કરવા અને તમારા ભાઈને મોઢું મીઠું કરાવવા માટે કરવામાં આવે છે.ભાઈના દિવસે માથા પર તિલક લગાવવા માટે રોલી અને કુમકુમ થાળીમાં જરુર રાખો. આ શુભતા અને મંગલનું પ્રતિક છે. ચોખા, ચંદન, ધી અથવા તેલનો દીવો, કલાવા અથવા મૌલી, મિઠાઈ, નારિયળ, પાન અને સુપારીનું પણ વિશેષ સ્થાન છે. ફુલ, ગંગાજળ અને ચાંદીનો સિક્કો રાખો.

ભાઈબીજની કથા

પૌરાણિક કથાઓ અનુસાર, સૂર્યદેવ અને તેમની પત્ની સંજ્ઞાને બે બાળકો હતા, યમરાજ અને યમુના. ભાઈ-બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુના ઘણીવાર તેના ભાઈ યમરાજને તેના ઘરે ભોજન માટે આમંત્રણ આપતી, પરંતુ યમરાજ તેના કામમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે તે ત્યાં જઈ શકતો ન હતો.એક દિવસ, કારતક મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે, યમરાજ તેની બહેન યમુનાના ઘરે પહોંચ્યા. યમુના તેના ભાઈને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે યમરાજનું સ્વાગત કર્યું, તેના કપાળ પર તિલક લગાવ્યું અને પ્રેમથી તેને ભોજન કરાવ્યું. તેની બહેનના સ્નેહથી ખુશ થઈને, યમરાજે તેને વરદાન માંગવા કહ્યું. પછી યમુનાએ કહ્યું કે જે કોઈ ભાઈ આ દિવસે તેની બહેનના ઘરે આવે અને તેની પાસેથી તિલક લગાવે. તેને લાંબુ આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ મળે. યમરાજે તેની ઇચ્છા પૂરી કરી. ત્યારથી, કારતક શુક્લ દ્વિતીયા પર ભાઈબીજ ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

 

Govardhan Puja 2026 : ગોવર્ધન પૂજા ક્યારે ઉજવવામાં આવશે? અન્નકૂટની તારીખ, શુભ મુહૂર્ત, વાર્તા અને મહત્વ જાણો અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.