Breaking News : આ મંદિરમાં આવનારા ભક્તોને મળશે વીમા કવર, જાણો કેવી રીતે મેળવશો 2 લાખ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ બુધવારે કહ્યું કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અને એલઆઈસી સાથે મળી દરેક શ્રદ્ધાળુને વીમાનું કવર આપશે.જાણો કઈ રીતે.

Breaking News  : આ મંદિરમાં આવનારા ભક્તોને મળશે વીમા કવર, જાણો કેવી રીતે મેળવશો 2 લાખ
Image Credit source: wikipedia
| Updated on: Sep 17, 2026 | 10:55 AM

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયુડએ કહ્યું કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ હવે એલઆઈસીના સાથે મળી શ્રદ્ધાળુઓને વીમા કવર આપશે. મંદિર દર્શન દરમિયાન જો કોઈનું મૃત્યું થઈ જાય છે. તો પરિવારને 2 લાખ રુપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓની સાથે બેઠક કરી હતી. બેઠક પછી તેમણે કહ્યું કે, ટીટીડીને આધાર સાથે જોડાયેલ ઓનલાઈન વીમો શરુ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ટીટીડીએ એલઆઈસીની સાથે મળી દરેક ભક્તોને વીમો આપવાનો નિર્ણય લીધો છે. મૃત્યું થવા પર આ વીમા દ્વારા 2 લાખ રુપિયા મળશે.

સીએમ નાયડુએ આગળ કહ્યું કે, ભગવાન વેંકટેશ્વરની મહિમા, તિરુમલાના ઈતિહાસ, પૌરાણિક આખ્યાનો અને ભગવાનના દિવ્ય વિવાહને પ્રદર્શિત કરવા માટે શ્રી વેંકટેશ્વર સંગ્રહાલયનું આધુનિકીકરણ કરી ફરી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે, સંગ્રહાલયની સ્થાપના ટીસીએસ ટ્રેસ્ટના 104 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો છે. આગામી 5 વર્ષ સુધી તે ટ્ર્સ્ટનું સંચાલન કરશે.

આવનારા દરેક શ્રદ્ધાળુઓને વીમો

આ દરમિયાન નાયડુએ જણાવ્યું કે, ટીટીડીએ એલઆઈસીના સહયોગથી પ્રત્યેક શ્રદ્ધાળુઓને વીમા કવર આપવાનો નિર્ણય લીધો છે. જેના હેઠળ આધાર -આધારિત ઓનલાઈન વીમાની સુવિધા શરુ કરવામાં આવશે. તેમજ તિરુમાલામાં કોઈ પણ શ્રદ્ધાળુનું મૃત્યું થવા પર 2 લાખ રુપિયા સુધીની નાંણાકીય સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે, શ્રદ્ધાળુઓને ભગવાન વેંકટેશ્વરના મહિમા, મંદિરના ઇતિહાસ અને સંબંધિત પાસાઓ વિશે ભક્તોને શિક્ષિત કરવા માટે વૈકુંઠમ ક્વાડ્રી કોમ્પ્લેક્સ-I ખાતે ‘હીલિંગ એક્સપિરિયન્સ સેન્ટર’ની સ્થાપના કરવામાં આવી છે.

32 ઇલેક્ટ્રિક બસો શરૂ

નાયડુએ એમ પણ માહિતી આપી હતી કે, તિરુમાલામાં ભક્તોની અવરજવર માટે 32 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશને 25 EV બસો દાનમાં આપી છે, અને ભારત બાયોટેકે TTD ને સાત બસો દાનમાં આપી છે.મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, અન્નપ્રસાદમ ટ્રસ્ટ પાસે 3,165 કરોડનું ભંડોળ છે અને અન્નપ્રસાદમ સેવાઓને વધુ સુધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રાણદાનમ ટ્રસ્ટ પાસે 191 કરોડનું ભંડોળ છે અને BIRRD કોર્પસ ટ્રસ્ટ પાસે 240 કરોડનું ભંડોળ છે.

તિરુપતિ બાલાજીનું ફેમસ તિરુપતિ વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પહાડો પર સ્થિત ભગવાન વિષ્ણુના અવતાર શ્રી વેંકટેશ્વરને સમર્પિત એક ખૂબ જ પવિત્ર અને સમૃદ્ધ ધાર્મિક સ્થળ છે.તિરુપતિ વેંકટેશ્વર મંદિર અનુસાર, તિરુમાલાનું સંચાલન તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે.

સસરા હતા સાઉથ સ્ટાર, ખેડૂત પરિવારમાં જન્મેલા ચંદ્રબાબુ નાયડુના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.