
Premanand Maharaj Message : પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચિંતિત કરોડો ભક્તો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તબીયત બગડ્યા બાદ એકાંતવાસમાં ગયા બાદ પહેલી વખત વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈ ભક્તો પણ ભાવુક થયા છે. પ્રેમાનંદ મહારાજે ભક્તોને કહ્યું હું મળું ના મળું, બોલું ના બોલુ….હું તમને બધાને ખુબ પ્રેમ કરું છું. હાલમાં સ્વાસ્થના કારણે પ્રેમાનંદ મહારાજની સાંજની યાત્રા અને ભક્તો સાથે થનારા વાર્તાલાપ બંધ કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી રોજ દર્શન અને સત્સંગમાં જનારા ભક્તો પણ આ સમાચારથી ચિંતિંત હતા. ત્યારે પ્રેમાનંદ મહારાજનો સંદેશ આવ્યા બાદ ભક્તોને થોડી રાહત મળી છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય બગડ્યું છે. સ્વાસ્થના કારણે 17મેથી પ્રેમાનંદ મહારાજની સાંજની પદયાત્રા અને ભક્તો સાથે થનારો વાર્તાલાપ બંધ કરવામાં આવ્યો છે. અચાનક દર્શન બંધ થવાથી દેશભરમાં તેના ભક્તો ચિંતિત હતા. અને સતત તેના સારા સ્વાસ્થની પ્રાર્થના કરી રહ્યા હતા.
ભક્તોની આ ચિંતા જોઈ તેના ઓફિશિયલ પેજ પર એક મહત્વની જાણકારીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રેમાનંદ મહારાજે પોતાના ભક્તોને સાંત્વના આપતા કહ્યું કે, તમારે મારી ચિંતા કરવાની નથી. હું બોલ્યા વગર તમારા મગજમાં રહીશ. તેમજ તમે એજ કરશો જે તમારા ગુરુદેવ કહેશે.
પોતાના સંદેશમાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, થોડો સમય તેઓ એકાંતમાં જ પસાર કરશે. તેમણે કહ્યું મારું મન થશે ત્યારે હું બોલીશ. અત્યારે અમે મૌન ચુપચાપ એકાંતવાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે બધા ભક્તોને ગુરુ મંત્ર આપતા કહ્યું કે, ખુબ નામ જપ કરો ,રાધા રાનીના આશ્રિત રહો અને સુખી રહો. આ સંદેશ બાદ તેના અનુયાયિઓએ રાહતનો શ્વાસ લીધો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભક્તો પોતાના ગુરુદેવના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.