Navratri 2026 : નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમો, આ વાતનું ખાસ ધ્યાન રાખો

નવરાત્રી (Navratri )ના નવ પવિત્ર દિવસોમાં, દેવી ભગવતીની પૂજા કરવા માટે અખંડ જ્યોત પ્રગટાવવાની એક ખાસ પરંપરા છે. જોકે, અખંડ જ્યોત પ્રગટાવવી એ ફક્ત એક સાદો દીવો પ્રગટાવવા જેવું નથી, તેની સાથે કેટલાક નિયમો પણ જોડાયેલા છે.

Navratri 2026 : નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમો, આ વાતનું  ખાસ ધ્યાન રાખો
| Updated on: Oct 04, 2026 | 8:15 AM

નવરાત્રી (Navratri )માં માતા દુર્ગાની આરાધના માટે ખાસ માનવામાં આવે છે. આ 9 દિવસમાં ભક્તો માતા દુર્ગાના અલગ અલગ રુપોની પુજા કરે છે. તેમજ કેટલાક લોકો પોતાના ઘરમા અખંડ જ્યોત પણ ચલાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અખંડ જ્યોતને નવરાત્રી દરમિયાન પ્રગટાવવાની પણ પરંપરા છે. જેને શ્રદ્ધા, સકારાત્મકતા અને દેવી આરાધના સાથે જોડાયેલ રાખે છે.

પંચાગ અનુસાર વર્ષ 2026માં નવરાત્રીની શરુઆત 11 ઓક્ટોબરથી થશે. જે 19 ઓક્ટોમબરના રોજ પૂર્ણ થશે. ત્યારે નવરાત્રીના 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવા સાથે જોડાયેલા નિયમો વિશે જાણીએ.

અખંડ જ્યોત શું છે અને તેને કેમ પ્રગટાવવામાં આવે છે?

અખંડ જ્યોતનો અર્થ એવી જ્યોત. જેને નવરાત્રીની શરુઆતથી લઈ પુજાના નિર્ધારિત સમાપન સુધી સતત પ્રગટાવીને રાખવામાં આવે છે. કેટલાક ઘરોમાં ઘટસ્થાપનાની સાથે માતા દુર્ગાની સામે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતામાં દીવાને જ્ઞાન, પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવવાની પરંપરાનો મુખ્ય ઉદ્દેશ્ય માતા દુર્ગાની ભક્તિ અને આરાધના સાથે જોડાયેલ છે. માન્યતા અનુસાર સતત પ્રગટાવવામાં આવતો દીવો ઘરના પુજા સ્થળમાં સકારાત્મક વાતાવરણ બનાવી રાખવાનું પ્રતિક માનવામાં આવે છે.

ઘી અને તેલનો અખંડ દીવો કેવી રીતે પ્રગટાવવો?

ઘણા પરિવારોમાં અખંડ દીવા માટે ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા છે, જ્યારે અન્ય પરિવારોમાં તેલનો ઉપયોગ થાય છે. વિવિધ પરિવારો અને ધાર્મિક પરંપરાઓમાં આ અંગે અલગ અલગ નિયમો હોય છે. તેથી, તમે તમારા પરિવારની પરંપરાના આધારે ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકો છો.

અખંડ દીવો બંધ થઈ જાય તો શું કરવું?

અખંડ દીવો જો ઘરમાં કરવામાં આવ્યો હોય અને બંધ થઈ જાય તો મનમાં હંમેશા ચિંતા રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર આને લઈ અલગ અલગ પરંપરાઓ છે. આવી સ્થિતિમાં ચિંતા કરવા કરતા પુજા સ્થળને વ્યવસ્થિત કરો અને પરંપરા અનુસાર ફરી દીવો પ્રગટાવી શકો છો.

અખંડ દીવા દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખો

નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવવા માટે સાફ જગ્યા પસંદ કરો. પુજા સ્થળની આજુબાજુ જરુરી ના હોય તેવો સામાન દુર કરો. દીવામં ઘી અને તેલ નાંખતી વખતે હાથ અને આસપાસના સ્થળને સુરક્ષિત રાખો. જો દીવો લાંબા સમય સુધી ચાલું રાખવો છે તો તેના પર નજર રાખો.

નવરાત્રીમાં અખંડ દીવાનું ધાર્મિક મહત્વ

ધાર્મિક માન્યતા અનુસાર દીવાને અંધકારથી પ્રકાશ સુધી લઈ જવાનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની પુજા દરમિયાન દીવો પ્રગટાવવાની પરંપરા પણ આ ભાવ સાથે જોડાયેલી માનવામાં આવે છે. ભક્તો અખંડ દીવાના માધ્યમથી માતા દુર્ગા પ્રતિ પોતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરે છે.

Disclaimer : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.