Margashirsha Month 2026: આજથી શરૂ થયો માગશર મહિનો, જોઈ લો તહેવારોનું લિસ્ટ

આજથી માગસર મહિના (Margashirsha Month)ની શરુઆત થઈ છે. કારતક મહિના પછી આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણનો સૌથી પ્રિય માનવામાં આવે છે.આ સાથે આ મહિનો મૃગશિરા નક્ષત્ર સાથે સંબંધિત માનવામાં આવે છે.

Margashirsha Month 2026: આજથી શરૂ થયો માગશર મહિનો, જોઈ લો તહેવારોનું લિસ્ટ
Image Credit source: AI
| Updated on: Nov 25, 2026 | 9:54 AM

હિન્દુ ધર્મમાં માગસર મહિનો ખુબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ વર્ષે માગસર મહિનાની શરુઆત આજે 25 નવેમ્બરથી શરુ થઈ છે. કારતક મહિના પછી આવનારો આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને સૌથી પ્રિય માનવામાં આવે છે. ભગવદગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે, માગસર મહિનો સ્વયં હું છુ. આ માટે આ મહિનું ધાર્મિક મહત્વ વધી જાય છે.

માન્યતા છે કે, આ દરમિયાન પુજા-પાઠ, વ્રત અને દાન કરવાથી સુખ સમુદ્ધિ , શાંતિ અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને માગસર મહિનાના ગુરુવારે ભગવાન વિષ્ણુના ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ધાર્મિક દષ્ટિએ આ મહિનો ભક્તિ,પવિત્રતા અને કૃતજ્ઞતાનું પ્રતિક માનવામાં આવે છે. આ મહિનામાં શ્રદ્ધાળુઓ તુલસીની પુજા, માતા લક્ષ્મીની આરાધના અને સૂર્ય દેવને અર્ધ્ય અર્પિત કરે છે. માનવામાં આવે છે કે, આનાથી જીવનમાં સફળતા,સૌભાગ્ય અને સકારાત્મકતા આવે છે. આ સિવાય પવિત્ર નદીઓમાં સ્નાન, દાન-પુણ્ય અને ધાર્મિક ગ્રંથોનું પાઠ કરવા પણ શુભ માનવામાં આવે છે.

માગસર મહિનામાં તહેવારોનું લિસ્ટ જુઓ

  • 25 નવેમ્બર, 2026, બુધવાર: રોહિણી વ્રત, માગસર મહિનો શરૂ થાય છે
  • 27 નવેમ્બર 2026, શુક્રવાર: સંકષ્ટી ગણેશ ચતુર્થી, સૌભાગ્ય સુંદરી તીજ
  • 1 ડિસેમ્બર, 2026, મંગળવાર: કાળ ભૈરવ જયંતિ, કાલાષ્ટમી
  • 4 ડિસેમ્બર, 2026, શુક્રવાર: ઉત્પન્ના એકાદશી
  • 5 ડિસેમ્બર, 2026, શનિવાર: યોગેશ્વર દ્વાદશી
  • 6 ડિસેમ્બર, 2026, રવિવાર: રવિ પ્રદોષ વ્રત
  • 7 ડિસેમ્બર, 2026, સોમવાર: માસિક શિવરાત્રી
  • 8 ડિસેમ્બર, 2026, મંગળવાર: અમાસ
  • 10 ડિસેમ્બર, 2026, ગુરુવાર: ચંદ્ર દર્શન
  • 13 ડિસેમ્બર, 2026, રવિવાર: કૃષ્ણ ચતુર્થી
  • 14 ડિસેમ્બર, 2026, સોમવાર: વિવાહ પંચમી
  • 15 ડિસેમ્બર, 2026, મંગળવાર: સુબ્રહ્મણ્ય ષષ્ઠી, સ્કંદ ષષ્ઠી
  • 16 ડિસેમ્બર, 2026, બુધવાર: ધનુ સંક્રાંતિ, ખરમાસ શરૂ થાય છે
  • ડિસેમ્બર 17, 2026, ગુરુવાર: માસિક દુર્ગાષ્ટમી
  • 20 ડિસેમ્બર, 2026, રવિવાર: ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી
  • 21 ડિસેમ્બર, 2026, સોમવાર: મત્સ્ય દ્વાદશી, સોમ પ્રદોષ વ્રત
  • 22 ડિસેમ્બર, 2026, મંગળવાર: હનુમાન જયંતિ (કન્નડ)
  • 23 ડિસેમ્બર, 2026, બુધવાર: દત્તાત્રેય જયંતિ

આ મહિને ભગવાન કૃષ્ણના મંત્રોનો જાપ કરવો પણ શુભ માનવામાં આવે છે. ભક્તો તેમની શ્રદ્ધાના આધારે કૃષ્ણ મંત્ર, મહામંત્ર અથવા ભગવાનના નામનો જાપ કરી શકે છે. માગસર મહિનામાં ભગવદ ગીતાનું વાંચન ખાસ મહત્વનું માનવામાં આવે છે કારણ કે, તે માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પણ જીવનને માર્ગદર્શન આપતા ઉપદેશોનો સંગ્રહ પણ છે. જો આખી ભગવદ ગીતાનો પાઠ કરવો શક્ય ન હોય, તો દરરોજ એક અધ્યાય અથવા થોડા શ્લોક વાંચવા ફાયદાકારક માનવામાં આવે છે.

Best Time for Puja: દિવસના આ સમયે ક્યારેય ન કરતા પૂજા, ભગવાન કરતા હોય છે આરામ, યોગ્ય સમય જાણી લો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.