
Ganpati Visarjan Rules : ગણેશ ચતુર્થીથી લઈ અનંત ચતુર્દશી સુધી બાપ્પા ઘરમાં અતિથિ અને દેવતાના રુપમાં બિરાજમાન રહે છે. 10 દિવસ સુધી વિધિ વિધાનથી પુજા કર્યા બાદ જ્યારે વિસર્જન (Ganpati Visarjan )નો સમય આવે છે. તો શાસ્ત્રો અનુસાર કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરુરી હોય છે. હંમેશા લોકો જાણતા અજાણતા સ્થાપિત પ્રતિમા જે પરિસ્થિતિમાં હોય તેમ જ વિસર્જન કરી નાંખે છે. પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર મૂર્તિને પાણીમાં લઈ જતા પહેલા તેના વેદી અને શ્રૃંગારમાંથી કેટલીક વસ્તુઓ દુર કરવી જોઈએ. તો ચાલો જાણીએ યોગ્ય નિયમ શું છે.
ગણપતિ વિસર્જન પહેલા મૂર્તિ પર ચઢાવેલા ફુલની માળા દુર કરવી જોઈએ. પુજા દરમિયાન ભગવાનને અર્પિત કરવામાં આવેલા ફુલ થોડા સમય પછી સુકાય જાય છે. આ માટે વિસર્જન પહેલા તેમને મૂર્તિમાંથી દૂર કરવા યોગ્ય માનવામાં આવે છે. તેવી જ રીતે, ભગવાન ગણેશ ને પહેરવામાં આવતી માળા અથવા સુશોભન વસ્તુઓ જે પાણીમાં વિસર્જન માટે યોગ્ય નથી તે પણ દૂર કરવી જોઈએ. ફૂલો ફેંકવાને બદલે, તેમને સ્વચ્છ જગ્યાએ મૂકી શકાય છે અને પછી આદરપૂર્વક દૂર કરી શકાય છે.
જો ગણપતિની મૂર્તિ કોઈપણ કૃત્રિમ ઘરેણાં, કપડાં, સુશોભન વસ્તુઓ અથવા અન્ય સામગ્રીથી શણગારેલી હોય, તો તેને વિસર્જન પહેલાં કાઢી નાખવી જોઈએ. ખાસ કરીને, પ્લાસ્ટિક, ધાતુ, કાચ અથવા અન્ય સામગ્રીથી બનેલી વસ્તુઓ જે પાણીમાં સરળતાથી ઓગળી શકતી નથી, તેને મૂર્તિ સાથે વિસર્જન ન કરવી જોઈએ.
ભગવાન ગણેશની પૂજામાં દુર્વા ઘાસ અને સિંદૂરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વિસર્જન પહેલાં, મૂર્તિ પર મૂકવામાં આવેલી અથવા અર્પણ કરવામાં આવેલી કોઈપણ પૂજા સામગ્રીનો આદરપૂર્વક નિકાલ કરી શકાય છે. દુર્વા ઘાસ અને ફૂલો જેવી કુદરતી પૂજા સામગ્રીને કચરાપેટીમાં ફેંકવા કરતાં છોડ પર અથવા સ્વચ્છ જગ્યાએ રાખવી વધુ સારી માનવામાં આવે છે.
ગણપતિ વિસર્જન પહેલા અનેક સ્થળોએ મૂર્તિની સાથે પુજાની સામગ્રી રાખવાની પરંપરા પણ જોવા મળે છે. જેમાં નારિયળ,સોપારી, અક્ષત અથવા અન્ય પુજા સામગ્રી સામેલ થઈ શકે છે.
મૂર્તિમાં સજાવટ અને અનાવશ્યક સામગ્રી દુર કર્યા પછી ગણપતિ બાપ્પાની છેલ્લી પુજા કરવામાં આવે છે. ભગવાનને ભોગ પણ લગાવવામાં આવે છે. તેમજ આરતી કરવામાં આવે છે. ત્યારબાદ પરિવારના લોકો ગણપતિ બાપ્પાને સુખ સમુદ્ધિ અને પરિવારની ખુશી માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ મૂર્તિને સન્માનપૂર્વક વિસર્જન સ્થળ સુધી લઈ જવામાં આવે છે. રસ્તામાં ગણપતિ બાપ્પા મોરયાનો જય જયકાર લગાવવામાં આવે છે.