Bhakti: શુભ યોગ સાથે દશેરા, પ્રાપ્ત કરાવશે મા દુર્ગાની સવિશેષ કૃપા !

|

Oct 14, 2021 | 1:13 PM

આ વખતે દશેરાના પર્વ પર ત્રણ શુભ યોગ સર્જાઈ રહ્યા છે. માન્યતા અનુસાર શુભ યોગનું આ સાયુજ્ય સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે. માતા દુર્ગા અને શ્રીરામની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ આ દિવસ સર્વોત્તમ રહેશે.

Bhakti: શુભ યોગ સાથે દશેરા, પ્રાપ્ત કરાવશે મા દુર્ગાની સવિશેષ કૃપા !
દશેરાએ અનિષ્ટનું દમન કરશે મા દુર્ગા !

Follow us on

દશેરાના (Dussehra) ઉત્સવનું એક આગવું જ મહત્વ છે. આસો માસની શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવાતો આ અવસર એ હિંદુ સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ વર્ષે આ ઉત્સવ 15 ઓક્ટોબર 2021, શુક્રવારના રોજ ઉજવાશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વર્ષે દશેરાના અવસર પર અનેક શુભ યોગ સર્જાઈ રહ્યા છે. જે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે.

પ્રચલિત કથા અનુસાર દશેરાના દિવસે જ આદ્યશક્તિ જગદંબાએ અસુર મહિષનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરી દેવી મહિષાસુરમર્દિની બન્યા. તો, ભગવાન શ્રીરામે રાવણનો વધ પણ આ દસમી તિથિએ જ કર્યો હોવાની કથા પ્રચલિત છે. અને એટલે જ આ ઉત્સવ વિજયા દશમી (vijaya dashami) તરીકે પણ પ્રસિદ્ધ છે. આ દિવસે લોકો આદ્યશક્તિની અને શક્તિના પ્રતિક એવાં શસ્ત્રોની પૂજા કરતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આ વર્ષે કયા શુભ મુહૂર્તમાં કરશો પૂજા.

પૂજાના શુભ મુહૂર્ત
સવારે 6:40 થી 10:55
બપોરે 12:35 થી 01:45
સાંજે 05:00 થી 06:02

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પૂજાનું વિજય મુહૂર્ત
બપોરે 02:02 થી 02:48

ત્રણ યોગ સાથે દશેરા
આ વખતે દશેરાના પર્વ પર રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને કુમાર યોગનું સાયુજ્ય સર્જાયું છે. માન્યતા અનુસાર શુભ યોગનું આ સાયુજ્ય સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે. આ દિવસે લોકો અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરે છે. તો, ઘણાં ભક્તો માતા દુર્ગા અને શ્રીરામજીની પ્રતિમાની સ્થાપના કરી તેમની પૂજા કરે છે. તો આ દિવસ ગ્રહદોષથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારો પણ મનાય છે. ત્યારે આવો જાણીએ આ દિવસની વિશેષ પૂજા.

પૂજાની વિધિ
⦁ દશેરાના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી પૂજાનો સંકલ્પ કરો
⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર શ્રીરામ અને મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરો
⦁ બાજોઠ પર હળદર મિશ્રિત ચોખાથી સાથિયો બનાવો
⦁ સર્વ પ્રથમ ગજાનન ગણેશજીનું આવાહન કરો
⦁ નવગ્રહોની સ્થાપના કરી ઈષ્ટદેવનું સ્મરણ કરો
⦁ પૂજામાં લાલ રંગના પુષ્પ અર્પણ કરવા
⦁ ગોળમાંથી બનેલી વાનગી નૈવેદ્ય રૂપે ધરાવવી
⦁ આ દિવસે બ્રાહ્મણોને દાન-દક્ષિણા દેવી
⦁ જરૂરિયાતમંદોને ભોજન કરાવવું
⦁ આ દિવસે ઘરના મંદિર પર ધર્મધજા લહેરાવી શકાય

વાસ્તવમાં વિજયા દશમીનો તહેવાર ભક્તોને એ વાતનો નિર્દેશ કરે છે કે તેમણે પણ અનિષ્ટ વિરુદ્ધ લડવા તૈયાર રહેવું જોઈએ. માતા દુર્ગાની કૃપાને પ્રાપ્ત કરવાનો આ સર્વોત્તમ અવસર છે. એમાં પણ શુભ મુહૂર્તમાં થયેલી પૂજા ભક્તોને વિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારી બની રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી !

આ પણ વાંચોઃ કયા અનુષ્ઠાનને લીધે સ્વયં શ્રીકૃષ્ણ પર લાગેલું કલંક થયું દૂર ? જાણો, નવાર્ણ મંત્રની મહત્તા

Next Article