સુખકર્તા દુખ: હર્તા વિનાયકના અલૌકિક સ્વરૂપના દર્શન કરવાથી ગણેશભક્તો અપાર સુખની અનુભૂતિ કરતા હોય છે.સાથે સાથે શાંતિ અને સમૃદ્ધિના આશિષ પણ પ્રાપ્ત કરતા હોય છે. મહાવિદ્યાઓના આધારે 14 પ્રકારના ગણપતિની પ્રતિમાઓનું નિર્માણ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલું છે.
વાસ્તુમાં ગણેશજીની મૂર્તિ એક, બે, ત્રણ કે ચાર કે પાંચ મુખવાળી જોવા મળે છે. આ રીતે ગણેશજી 3 દાંતવાળા પણ જોવા મળે છે. સામાન્ય રીતે 2 આંખ જોવા મળે છે. પરંતુ તંત્રમાર્ગ સંબંધી મૂર્તિઓમાં 3 નેત્ર પણ જોવા મળે છે. ભગવાન ગણેશની મૂર્તિઓ 2,4,8,16 ભુજાઓ ધારણ કરેલી જોવા મળે છે. મહાવિદ્યાઓના આધારે 14 પ્રકારના ગણપતિની પ્રતિમાઓનું નિર્માણ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલું છે.
1 . સંતાન ગણપતિ
ભગવાન ગણપતિના 1008 નામોથી સંતાન ગણપતિની પ્રતિમા એ ઘરમાં સ્થાપિત કરવી જોઇએ જેમને સંતાન નથી. એ લોકો સંતાન ગણપતિની વિશિષ્ટ મંત્રપૂર્તિ દ્વારા પ્રતિમા ઘરમાં લગાવવી જોઇએ જેનાથી સકારાત્મક ફળની પ્રાપ્તિ થાય
2 . વિધ્નહર્તા ગણપતિ
વિધ્નહર્તા ભગવાન ગણપતિની પ્રતિમા એ ઘરમાં સ્થાપિત કરવી જોઇએ જ્યાં કલેશ, વિધ્નો, અશાંતિ, તણાવ, માનસિક સંતાપ જેવા દુર્ગુણો રહેતા હોય. પતિ પત્નીના સંબંધોમાં વિખવાદ હોય, બાળકોમાં અશાંતિનો દોષ જોવા મળે આવા ઘરમાં પ્રવેશ દ્વાર પર મૂર્તિની સ્થાપના કરવી જોઇએ.
3 . વિદ્યા પ્રદાયક ગણપતિ
બાળકોને અભ્યાસમાં રસ વધારવા માટે ગૃહસ્વામીએ વિદ્યા પ્રદાયક ગણપતિ પોતાના ઘરનાં પ્રવેશ દ્વાર પર સ્થાપિત કરવા જોઇએ
4 . વિવાહ વિનાયક
ગણપતિના આ રૂપનું આહ્વાહન વિધિ વિધાનપૂર્વકએ ઘરોમાં કરવું જોઇએ કે જે ઘરમાં સંતાનોના વિવાહમાં અવરોધ આવતા હોય કે જલ્દી વિવાહ ન થતા હોય.
5 . ચિંતાનાશક ગણપતિ
જે ઘરોમાં તનાવ અને ચિંતાયુક્ત વાતાવરણ હંમેશા રહેતું હોય તેવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમા સામે કરવાના મંત્રજાપ આ પ્રમાણે છે.
” ચિંતામણિ ચર્વણલાલસાય નમઃ । “
6 . ધનદાયક ગણપતિ
આજ દરેક વ્યક્તિ ધનવાન થવાનું સ્વપ્ન જોતા હોય છે. એટલે દરેક ઘરોમાં ગણપતિના આ સ્વરૂપવાળી પ્રતિમાને મંત્રો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે એટલે એ ઘરોમાં દરિદ્રતા દૂર થાય છે , સુખ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ કાયમ રહે છે.
7 . સિદ્ધિનાયક ગણપતિ
કાર્યમાં સફળતા અને સાધનોની પૂર્તિ માટે સિદ્ધિનાક ગણપતિને ઘરમાં સ્થાપના કરવી જોઇએ
8 . સુપારી ગણપતિ
આધ્યાત્મિક જ્ઞાનાર્જન હેતુ સોપારી ગણપતિની આરાધના કરવી જોઇએ
9 . શત્રુહર્તા ગણપતિ
શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહર્તા ગણપતિની આરાધના કરવામાં આવી છે.
10 . આનંદદાયક ગણપતિ
પરિવારમાં કુટુંબમાં આનંદ, ખુશી, ઉત્સાહ અને સુખ શાંતિ મેળવવા માટે આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહૂર્ત જોઇને ઘરમાં સ્થાપના કરવી જોઇએ.
11 . વિજય સિદ્ધિ ગણપતિ
કોર્ટ કચેરીના કામમાં વિજય, શત્રુ નાશ કરવા, પાડોશી સાથેના વિવાદ દુર કરવાના ઉદેશ્યથી લોકો ઘરમાં વિજય સ્થિરાય નમહ જેવા મંત્રોનો જાપ ગણપતિ દાદાની આ પ્રતિમાની ઘરમાં સ્થાપના કરીને કરે છે.
12 . ઋણમોચન ગણપતિ
કોઇપણ જૂનુ દેવુ કે જેને ચુકવવાની કોઇ સ્થતિ તમારામાં ન હોય ત્યારે ઘરમાં આ ઋણમોચન ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવી જોઇએ
13 . રોગનાશક ગણપતિ
કોઇ જૂના દર્દ કે રોગની મુક્તિ માટે, કે કોઇ રોગ દર્દ દવાથી દૂર ન થતા હોય તેવા લોકોના ઘરમાં આ રોગનાશક ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી તેમની પૂજા આરાધના કરવાથી તમને જરૂરથી લાભ થશે.
14 . નેતૃત્વ શક્તિ વિકાસક ગણપતિ
રાજનીતિક પરિવારોમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ માટે લોકો ઘરમાં આ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરી તેમની આરાધના કરે છે તેમજ તેના માટેના મંત્રજાપ આ પ્રમાણે છે
” ગણધ્યાક્ષાય નમઃ ।
ગણનાયકાય નમઃ પ્રથમ પૂજિતાય નમઃ ।”
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ॐ નો મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિકની સાથે સ્વાસ્થ લાભ પણ થાય છે ! જાણો તેના ફાયદા અને કેવી રીતે કરશો જાપ
આ પણ વાંચો : ભગવાન શિવના રૂદ્રાક્ષને ધારણ કરતા પહેલા જાણી લો તેના માટેના જરૂરી નિયમો