Peepal Worship Remedies : પીપળાની પૂજાથી પ્રસન્ન થાય છે શનિદેવ, જાણો તેનાથી જોડાયેલા અચૂક ઉપાય

હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ છોડ અને વૃક્ષોને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આપણે તે વૃક્ષોની પૂજા કરીએ છીએ. લોકો દુષ્ટ અને નકારાત્મક વસ્તુઓને તેમના ઘરથી દૂર રાખવા માટે ઘરની બહાર અથવા તેની નજીક પીપળો વાવતા હોય છે.

Peepal Worship Remedies : પીપળાની પૂજાથી પ્રસન્ન થાય છે શનિદેવ, જાણો તેનાથી જોડાયેલા અચૂક ઉપાય
Peepal Worship Remedies
| Edited By: | Updated on: Oct 21, 2021 | 9:15 AM

હિન્દુ ધર્મમાં વૃક્ષોને ખૂબ જ પવિત્ર અને પાવન માનવામાં આવે છે. જો તમે હિન્દુ ધર્મના પવિત્ર પુસ્તકો વાંચશો તો તમને ખબર પડશે કે આવા ઘણા વૃક્ષો છે, જેને દિવ્ય વૃક્ષો કહેવામાં આવે છે. આ આધુનિક યુગમાં પણ લોકો હજુ પણ તે વૃક્ષો પર વિશ્વાસ કરે છે.

આવું જ એક પવિત્ર વૃક્ષ છે પીપળો. જેના વિશે એવી પૌરાણિક માન્યતા છે કે તેના પર દેવતાઓનો વાસ છે. પીપળાની પૂજા કરવાથી જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે પીપળાના મૂળમાં ભગવાન બ્રહ્મા રહે છે, ભગવાન વિષ્ણુ દાંડીમાં રહે છે અને શિવ ટોચ પર રહે છે. જેની પૂજા કરવાથી આ બધા દેવોના આશીર્વાદ મળે છે અને બધી ઈચ્છાઓ જલ્દી પૂરી થાય છે. ચાલો જાણીએ પવિત્ર અને શુભ પીપળાના વૃક્ષની પૂજાના ફાયદા અને તેનાથી સંબંધિત ઉપાયો.

પીપળાના વૃક્ષ નીચે હનુમત સાધનાના ફળ
માનવામાં આવે છે કે જો શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાનજીની વિશેષ પૂજા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો સાધકની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના પર હનુમાનની કૃપા વરસી જાય છે. પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપના કરીને અને દરરોજ તેની પૂજા કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્ય મળે છે અને ભક્તની ઉપર શિવની કૃપા વરસે છે.

પીપળાના પરિક્રમાથી ઈચ્છા પૂરી થશે
જો તમારી કુંડળીમાં શનિ અશુભ પરિણામ આપે છે અથવા જો તમે શનિના ઢૈયા અથવા સાડા સાતીથી પરેશાન છો તો તમારે શનિવારે જળ અર્પણ કરીને પીપળાના વૃક્ષની સાત વખત પ્રદક્ષિણા કરવી જોઈએ.

પીપળાની પૂજા કરવાથી શનિ દોષ દૂર થશે
પીપળાના વૃક્ષની પૂજા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે પીપળાની પૂજા કરવાથી વ્યક્તિને શનિ દોષથી આઝાદી મળે છે અને શનિ સંબંધિત તમામ મુશ્કેલીઓ જલ્દી દૂર થાય છે. પીપળનું વૃક્ષ આયુષ્ય આપનાર માનવામાં આવે છે. શનિ સંબંધિત દોષો દૂર કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખાસ કરીને શનિવારે પીપળાના ઝાડ પર મધુર જળ અર્પણ કરો અને સાંજે લોટથી બનેલો ચાર મુખવાળો દીવો પ્રગટાવો.

માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કરો આ ઉપાય
એવું માનવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી શનિવારે પીપળાના વૃક્ષ પર રહે છે. આસ્થિતિમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ખાસ કરીને શનિવારે પીપળને જળ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે નાણાકીય સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ ગુરુ અને શનિવારે પીપળાને જળ અર્પણ કરવું આવશ્યક છે.

અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક  પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યન કેસના સાક્ષી ફ્લેચર પટેલ પર ઉઠ્યા સવાલ, શું સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે ?

આ પણ વાંચો : રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’