Maha Kumbh 2025 : IITમાં અભ્યાસ કર્યો, કેનેડામાં નોકરી છોડી, મહાકુંભમાં ચર્ચામાં આવ્યા બાબા

|

Jan 16, 2025 | 11:12 AM

મહાકુંભમાં આઈઆઈટીથી ફેમસ બાબા અભય સિંહ ચર્ચામાં છે. તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના પરિવારના સભ્યો તેમના ઘરે પરત ફરવા માટે વિનંતી કરી રહ્યા છે. બાબા અભય સિંહ હરિયાણાના ઝજ્જર જિલ્લાના રહેવાસી છે.

Maha Kumbh 2025 :  IITમાં અભ્યાસ કર્યો, કેનેડામાં નોકરી છોડી, મહાકુંભમાં ચર્ચામાં આવ્યા બાબા

Follow us on

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો જામ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં સાધુ-સંત અને બાબાઓ આવી રહ્યા છે.જેમાંથી એક બાબા એવા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.તેનું નામ બાબા અભી સિંહ છે. તે આઈઆઈટીથી પાસ આઉટ છે. બાબા અભય સિંહની ચર્ચા સોશિયલ મીડિયાથી લઈ ટીવી ચેનલ પર થઈ રહી છે. આધુનિક દુનિયા છોડીને આધ્યાત્મ તરફ જનારા બાબા અભય સિંહ મુળ રુપે હરિયાણાના ઝજ્જર જિલ્લાનો રહેવાસી છે. તે પોતાના પરિવારથી દુર છે. તેમજ પરિવારના તમામ મોબાઈલ નંબર પણ બ્લોક કર્યા છે.

 ગામના લોકોને પણ આશ્ચર્ય થયું

બાબા અભય સિંહના પતિ કરણ ગ્રેવાલ છે. તે ઝજ્જર કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેણે તેના પુત્રને ભણાવ્યો. તેમના અચાનક બાબા બની જવાથી માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ તેમના ગામને પણ આશ્ચર્ય થયું હતું.પરિવારને આજે પણ તેની પાસે આશા છે. પરંતુ તેનું માનવું છે કે, બાબા બન્યા બાદ તેનો દીકરો ઘરે પરત આવે તે શક્ય નથી.

દિલ્હી-કેનેડામાં નોકરી

બાબા અભય સિંહના પિતા કરણે જણાવ્યું કે,અભયે પોતાનો અભ્યાસ ગામમાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તે આઈઆઈટીના કોચિંગ માટે દિલ્હી ગયા હતા. ત્યારબાદ તેમણે આઈઆઈટી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. માસ્ટર્સ ઓફ ડિઝાઈનનો પણ કોર્સ કરેલો છે. ત્યારબાદ તેમણે દિલ્હી અને કેનેડામાં નોકરી કરી. કેનેડામાં નોકરી કર્યા બાદ ભારત પરત ફર્યો હતો. તે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રવાસ કરતો હતો. તેમના પિતાનું કહેવું છે કે, અંદાજે 6 મહિના પહેલા તેના દીકરા સાથે વાત થઈ હતી. ત્યારબાદ અભયે તમામ નંબર બ્લોક કરી દીધા છે.

બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ ફોટો થયા લિક
ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?

પરિવારના નંબર બ્લોક કર્યા

પિતા કરણે જણાવ્યું કે ,તેણે પુત્ર અભય સિંહને પણ હરિયાણાની ભિવાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતુ. ત્યારે તેને અહેસાસ થયો કે તે આધ્યાત્મિકતા તરફ આગળ વધી ગયો છે. હવે તે ઘરે પરત આવે તે મુશ્કિલ છે. તેમણે મીડિયા દ્વારા જાણકારી મળી કે, દીકરો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અભય સિંહ લોકોને આધ્યાત્મનો સંદેશ આપવા માંગે છે. IITના બાબા અભય સિંહ મહાકુંભ દરમિયાન લોકોમાં લોકપ્રિય છે.

 

Next Article