Sarva Pitru Amavasya 2021: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !

|

Oct 03, 2021 | 11:25 AM

સર્વ પિતૃ અમાસનું એક આગવું જ મહત્વ છે. તેમાં પણ આ વખતે અમાસે ગજછાયા યોગ સર્જાઈ રહ્યો છે. પિતૃતર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે આ યોગ સર્વોત્તમ છે.

Sarva Pitru Amavasya 2021: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !
ગજછાયા યોગમાં શ્રાદ્ધથી પિતૃઓ 12 વર્ષ માટે થશે તૃપ્ત !

Follow us on

ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ વિધિ (Shraddha Vidhi) પિતૃઓને તો તારે જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે. આમ તો દરેક અમાસ પિતૃઓને સમર્પિત છે. પરંતુ, ભાદરવા માસમાં આવતી અમાસ એટલે કે પિતૃપક્ષની અમાસની સવિશેષ મહત્તા છે. આ અમાસ સર્વ પિતૃ અમાસ (Sarva Pitru Amavasya) તરીકે ઓળખાય છે. કહે છે કે આ દિવસે કરેલું શ્રાદ્ધકર્મ જરૂરથી પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ખાસ વાત તો એ છે કે આ વર્ષે આ અમાસ વિશેષ સંયોગ સાથે આવી રહી છે.

આ વર્ષે સર્વ પિતૃ અમાસ 6 ઓક્ટોબર, 2021 ને બુધવારના રોજ આવી રહી છે. બુધવારી અમાસનું એક આગવું જ મહત્વ છે અને તેમાં પણ આ વખતે અમાસના રોજ ગજછાયા યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગને ગજચ્છાયા યોગ (Gajachchhaya Yoga) પણ કહે છે. માન્યતા અનુસાર પિતૃ તર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે આ યોગ સર્વોત્તમ છે. પુરાણાનાસુર જોઈએ તો ગજછાયા યોગમાં શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે ! એટલે કે તેમની 12 વર્ષની ક્ષુધા એક જ દિવસના શ્રાદ્ધકર્મથી શાંત થઈ જાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો લગભગ 11 વર્ષ પૂર્વે 2010માં આ યોગ સર્જાયો હતો અને હવે પછી 8 વર્ષ બાદ એટલે કે 2029 માં આ યોગ સર્જાશે. એટલે કે પિતૃઓને તૃપ્ત કરવાનો આ શ્રેષ્ઠ અને દુર્લભ અવસર છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને હસ્ત નક્ષત્રમાં હોય ત્યારે તેને ગજછાયા યોગ કહેવામાં આવે છે. મોટાભાગે પિતૃપક્ષ દરમિયાન જ આ યોગ સર્જાતો હોય છે. પણ, આ વખતે તે અમાસે હોઈ, તેનો વિશેષ મહિમા છે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

જેમની મૃત્યુ તિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસે કરવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. તેમજ જરૂરિયાતમંદોને દાન આપવું. સામાન્ય દિવસોમાં થતા દાન કરતા ગજછાયા યોગમાં થતું દાન અનેક ગણાં પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

માન્યતા અનુસાર ગજછાયા યોગમાં સર્વ પિતૃ અમાસે જે વ્યક્તિ શ્રાદ્ધકર્મ કરે છે તેને દેવામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, તેના ઘરમાં સુખ-શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ પિતૃ પક્ષમાં પ્રાપ્ત કરો પિતૃઓની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદ ! એક સરળ ઉપાયથી દૂર થશે આપની આર્થિક પરેશાની

આ પણ વાંચોઃ માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ! જાણો પિતૃ મોક્ષ મંત્ર