CIBIL Score વધારવા માટે આ 5 ઉપાય અજમાવો, લોન મેળવવામાં ક્યારેય નહિ પડે મુશ્કેલી

|

Feb 13, 2022 | 9:30 AM

CIBIL સ્કોર એ એક નંબર અથવા રેટિંગ છે જે દર્શાવે છે કે તમે તમારા દેવાની ચૂકવણી કરવા અથવા અન્ય નાણાકીય જવાબદારીઓને પૂર્ણ કરવા માટે કેટલા ગંભીર છો.

CIBIL Score વધારવા માટે આ 5 ઉપાય અજમાવો, લોન મેળવવામાં ક્યારેય નહિ પડે મુશ્કેલી
સારો CIBIL Score ઘણા લાભ અપાવી શકે છે

Follow us on

જ્યારથી બેંકોએ લોન પાસ કરવા માટે CIBIL સ્કોર જોવાનું શરૂ કર્યું છે. ગ્રાહકોને લોન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે ગ્રાહકનો સિબિલ સ્કોર(CIBIL Score) બેંકો માટે આટલો મહત્વનો કેમ બની ગયો છે.

CIBIL સ્કોર એ એક નંબર અથવા રેટિંગ છે જે દર્શાવે છે કે તમે તમારા દેવાની ચૂકવણી કરવા અથવા અન્ય નાણાકીય જવાબદારીઓને પૂર્ણ કરવા માટે કેટલા ગંભીર છો. સમયસર ક્રેડિટ કાર્ડ બિલ અથવા અન્ય દેવાની ચૂકવણી કરવામાં નિષ્ફળતાની સીધી અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. બેન્કો સિબિલના નબળા સ્કોર જોતાંની સાથે જ ધિરાણ આપવા અથવા ઓછો વ્યાજ દર આપવાનો ઇનકાર કરે છે. ઉત્તમ સિબિલ સ્કોર બનાવવા માટે આ 5 ખાતરીપૂર્વકની રીતો છે.

ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો ઓછો રાખો

કંપનીઓ તમારા ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો પર સૌથી વધુ ધ્યાન આપે છે. આનો અર્થ એ છે કે તમે મેળવેલી ક્રેડિટ લિમિટનો કેટલો ઉપયોગ થાય છે. કંપનીઓ 30% સુધી રેશિયો જાળવવાનું પસંદ કરે છે. જો તમે 50 ટકા કે તેથી વધુનો ઉપયોગ કરો છો, તો તે દર્શાવે છે કે તમે તમારા ખર્ચને આવરી લેવા માટે દેવા પર નિર્ભર છો.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

સમયસર અને સંપૂર્ણ ચૂકવણી કરવાની ટેવ પાડો

તમારા ફોન, પાણી, વીજળી, ક્રેડિટ કાર્ડના બિલ અથવા અન્ય કોઈપણ પ્રકારનું દેવું સમયસર ચૂકવવાની આદત રાખો. સંપૂર્ણ ચૂકવણી કરવાનો પણ પ્રયાસ કરો કારણ કે ન્યૂનતમ રકમ ચૂકવવાથી તમે તરત જ તેમાંથી છુટકારો મેળવશો પરંતુ ભવિષ્યમાં તે માત્ર તમારું દેવું નહીં વધારે પરંતુ CIBIL સ્કોર પણ બગડી શકે છે.

જોઈન્ટ એકાઉન્ટ પર  નજર રાખો

જો તમારી પાસે જોઈન્ટ એકાઉન્ટ છે તો તેના પર નજર રાખો. તમારા સહ-એકાઉન્ટ ધારકને સમયસર કોઈપણ બાકી રકમ ન ચૂકવે તો તમે ડિફોલ્ટ કરશો. તેનાથી તમારો CIBIL સ્કોર પણ ખરાબ થઈ શકે છે.

વર્ષમાં ત્રણ વખત ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રી ચેક કરો

તમારા CIBIL રિપોર્ટ પર નજર રાખો અને દર 4 મહિને તેની સમીક્ષા કરો. ક્રેડિટ હિસ્ટ્રી જોઈને તમને ખબર પડશે કે તમામ પેમેન્ટનો રેકોર્ડ સમાન રીતે જાળવવામાં આવી રહ્યો છે. જો તમે ખાતું કે કાર્ડ બંધ કર્યું હોય તો તેને પણ તપાસો.

એક સાથે અનેક જગ્યાએ લોન માટે અરજી કરશો નહીં

જો તમે નવું ક્રેડિટ કાર્ડ લેવા માગો છો અથવા તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો એક સાથે એકથી વધુ જગ્યાએ અરજી કરશો નહીં. આ તમારા CIBIL સ્કોર પર હાનિકારક અસર કરે છે. ઉપરાંત તમારે તમારો CIBIL સ્કોર વારંવાર તપાસવો જોઈએ નહીં. આનાથી કંપનીઓને લાગે છે કે તમે તમારી નાણાકીય સ્થિરતા વિશે શંકામાં છો.

આ પણ વાંચો : Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં 2 અબજ ડોલરથી વધુનો વધારો,જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન

 

આ પણ વાંચો :  Zero Rupee Notes: શું તમને ખબર છે કે જ્યારે 0 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી ત્યારે તેનો કેવી રીતે ઉપયોગ થતો હતો

Next Article