PNB ના ગ્રાહકો માટે બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સુવિધા ઠપ્પ થવાનો ભય, સમસ્યા ટાળવા વહેલી તકે નિપટાવીલો આ કામ

જો કોઈ ગ્રાહક 12 ડિસેમ્બર 2022 પહેલા KYC અપડેટ કરાવશે નહિ તો તેને બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કામમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર અસ્થાયી પ્રતિબંધ લાગી શકે છે.

PNB ના ગ્રાહકો માટે બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સુવિધા ઠપ્પ થવાનો ભય, સમસ્યા ટાળવા વહેલી તકે નિપટાવીલો આ કામ
Updating KYC is mandatory
| Edited By: | Updated on: Dec 07, 2022 | 6:34 AM

જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. બેંકના ઘણા એવા ગ્રાહકો છે જેમણે હજી સુધી તેમનું KYC અપડેટ કર્યું નથી. એટલા માટે PNBએ તેના ગ્રાહકોને KYC અપડેટ કરવા અંગે ચેતવણી આપી છે. આ માટે બેંકે 12 ડિસેમ્બર 2022ની સમયમર્યાદા નક્કી કરી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા તેના ગ્રાહકોને KYC અપડેટ માટે SMS, ઈ-મેલ અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાણ કરવામાં આવી છે. જે ગ્રાહકોએ આ સમયમર્યાદા પહેલા તેમના KYC અપડેટ નહીં કરે તેમને બેંકિંગ અને વ્યવહારોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બેંકિંગ અને લેવડદેવડ સંબંધિત કોઈ કામ થશે નહીં

જો કોઈ ગ્રાહક 12 ડિસેમ્બર 2022 પહેલા KYC અપડેટ કરાવશે નહિ તો તેને બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કામમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર અસ્થાયી પ્રતિબંધ લાગી શકે છે. સેવાઓ ફરીથી શરૂ કરવા માટે ગ્રાહકોએ બેંક શાખાની મુલાકાત લેવી પડશે. જો તમે હજુ સુધી KYC કર્યું નથી તો આ સમસ્યાઓથી દૂર રહેવા માટે તમારા એકાઉન્ટનું KYC જલ્દી અપડેટ કરાવો.

આરબીઆઈની ગાઈડલાઈનનું પાલન જરૂરી

કેન્દ્રીય બેંક આરબીઆઈ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા હેઠળ તમામ બેંકો માટે ગ્રાહકોના કેવાયસી અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને PNBએ તેના ગ્રાહકોને વહેલી તકે KYC અપડેટ કરવાની અપીલ કરી છે. હજુ પણ બેંકના ઘણા એવા ગ્રાહકો છે જેમણે પોતાનું KYC અપડેટ કર્યું નથી. PNBએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.

KYC કેવી રીતે કરવું

બેંક ખાતાના કેવાયસીને અપડેટ કરવા માટે તમે તમારી બેંકની નજીકની શાખામાં જઈને તેને પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજોની જરૂર પડશે. બેંકની મુલાકાત લઈને અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે આ દસ્તાવેજો જોડીને તમે સરળતાથી તમારું KYC અપડેટ કરાવી શકો છો. બેંક દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે KYC માટે બેંક તમને મેસેજ કે ફોન પર તમારી અંગત માહિતી માંગતી નથી. તેથી આવા કોઈપણ કોલ અથવા મેસેજ પર બિલકુલ વિશ્વાસ કરવો નહિ.