હવે આધાર કાર્ડ દ્વારા UPI રજીસ્ટ્રેશન કરી શકાશે, ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં

|

Mar 12, 2022 | 9:50 AM

છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર અને આરબીઆઈ દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ શક્ય તેટલો વધારવાનો પ્રયાસ કરી રહી છે. આવા કિસ્સાઓમાં UPI ચુકવણી કરવા માટે પ્રથમ ડેબિટ કાર્ડ ફરજિયાત હતું.

હવે આધાર કાર્ડ દ્વારા UPI રજીસ્ટ્રેશન કરી શકાશે, ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં
UPI Payment

Follow us on

ભારતમાં ડિજિટલ પેમેન્ટ(Digital Payment)નો વ્યાપ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યો છે. UPI ડિજિટલ પેમેન્ટ એ ઓનલાઈન પેમેન્ટની સૌથી કોમન અને લોકપ્રિય પદ્ધતિ છે. અગાઉ UPI સેવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે તમારું ડેબિટ કાર્ડ રજીસ્ટર કરાવવું પડતું હતું. પરંતુ હવે નિયમોમાં ફેરફાર બાદ ગ્રાહકો આધાર કાર્ડ પર OTP દ્વારા જ UPI સેવા માટે નોંધણી કરાવી શકશે અને મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકશે. હવે ડેબિટ કાર્ડ નંબર આપવાની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ મોટા ફેરફાર બાદ UPI પેમેન્ટ્સમાં ઘણી વૃદ્ધિ જોવા મળશે.

ડેબિટ કાર્ડ નંબર વગર પણ UPI પેમેન્ટ કરી શકશો

છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર અને આરબીઆઈ દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ શક્ય તેટલો વધારવાનો પ્રયાસ કરી રહી છે. આવા કિસ્સાઓમાં UPI ચુકવણી કરવા માટે પ્રથમ ડેબિટ કાર્ડ ફરજિયાત હતું. આ કારણે ઘણા લોકો ડેબિટ કાર્ડ વગર UPIમાં રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી. પરંતુ હવે તેઓ આધાર કાર્ડ દ્વારા જ UPI ડિજિટલ પેમેન્ટ સાથે જોડાઈ શકશે. NPCI (National Payments Corporation of India) એ હવે આધારથી UPI રજીસ્ટર કરવાની મંજૂરી આપી છે.

રજીસ્ટ્રેશન ફક્ત OTP દ્વારા જ થશે

આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી જ તમે UPIમાં નોંધણી કરાવી શકશો. આ માટે તમારું બેંક ખાતું માત્ર આધાર સાથે લિંક હોવું જોઈએ. આ તમારા UPI બેંક એકાઉન્ટને આધાર દ્વારા લિંક કરશે. તેથી જો તમારું બેંક ખાતું આધાર સાથે જોડાયેલું નથી તો બને તેટલું જલ્દી તેને લિંક કરાવો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અગાઉ મંગળવારે ભારતીય રિઝર્વ બેંકે મોટા ફેરફારો કર્યા છે, જાહેરાત કરી કે ગ્રાહકો હવે ફીચર ફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકશે. તેને UPI123 pay નામ આપવામાં આવ્યું છે. આ ફીચરથી 40 કરોડ ફીચર ફોન યુઝર્સને ફાયદો થશે.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાની ચિંતા દૂર થઈ રહી છે, જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો : હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ Health Insuranceનો ક્લેઇમ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે? આ કારણો હોઈ શકે છે જવાબદાર

Next Article