આજથી બેંકો ખોલવાના સમય(Bank opening time)માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બેંકો પહેલા કરતા એક કલાક વહેલા ખુલશે. તેનો નવો સમય આજે 18મી એપ્રિલ થી શરૂ થઈ રહ્યો છે. આજથી સોમવારથી બેંકો 9 વાગે ખુલશે અને બંધ થવાનો સમય યથાવત રહેશે. રિઝર્વ બેંક (Reserve Bank Of India – RBI) દ્વારા બેંકોને 1 કલાક પહેલા ખોલવાની સૂચના આપવામાં આવી છે. રિઝર્વ બેંકના આ નિર્દેશથી સામાન્ય લોકોને મોટી રાહત થશે કારણ કે તેમને બેંકિંગ સંબંધિત કામ માટે વધારાનો 1 કલાક મળશે. પહેલા બેંકો 10 વાગે ખુલતી હતી જે 9 વાગે ખુલશે.
RBIની નવી સૂચનાથી ઓફિસમાં કામ કરતાં લોકોને મોટી રાહત મળી છે. બીજા અને ચોથા શનિવાર અને રવિવારે ઓફિસનું કામ બંધ રહે છે પરંતુ આમ છતાં અડધા દિવસના કારણે કામ અધૂરું કે અટકી જવાને કારણે લોકો બેંકનું કામ કરી શકતા નથી. હવે બેંક ખુલવાના એક કલાક પહેલા જ ઓફિસ જતા લોકો પોતાનું કામ વહેલા પુરું કરીને ઓફિસે જઈ શકશે. જો કે અગાઉ બેંકોનો સમય માત્ર 9 વાગ્યાનો હતો પરંતુ કોરોના રોગચાળાને જોતા, ખુલવાનો સમય બદલીને 10 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. હવે જ્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે બેંકોના સમયને અગાઉની સ્થિતિમાં લાવવામાં આવી રહ્યા છે.
આ સાથે રિઝર્વ બેંકે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન માર્કેટ અને સરકારી સિક્યોરિટીઝના વ્યવહારોના સમયમાં પણ ફેરફાર કર્યો છે. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ, કોર્પોરેટ બોન્ડ રેપો તેમજ આરબીઆઈ રેગ્યુલેટેડ માર્કેટમાં ટ્રેડિંગ સવારે 10 વાગ્યાને બદલે સવારે 9 વાગ્યે શરૂ થશે. આ જ સિસ્ટમ અગાઉ પણ લાગુ હતી પરંતુ કોરોનાને કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તેને પણ અગાઉની સ્થિતિમાં લાવવામાં આવી રહી છે.
આવા જ એક મોટા નિર્દેશમાં રિઝર્વ બેંકે UPIમાંથી રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવાની મંજૂરી આપી છે. આ સુવિધા સંપૂર્ણપણે કાર્ડલેસ હશે અને આ માટે તમારે એટીએમમાં કોઈપણ એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડથી થતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને યુપીઆઈથી કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવામાં તમે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડશો.
હાલના સમયમાં તમે મોબાઈલમાં UPI એપ દ્વારા પૈસા આપો છો અથવા લો છો. પરંતુ એટીએમમાં પણ આવી જ સુવિધા શરૂ થવા જઈ રહી છે. આ માટે રિઝર્વ બેંકે મંજૂરી આપી દીધી છે. આ માટે ATMમાં UPI ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ તૈયાર થઈ જશે. એટીએમમાં પિન દાખલ કરતાની સાથે જ તમને UPI રોકડ ઉપાડનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરતાં જ QR કોડ આવશે જેને તમારા મોબાઈલ ફોનમાંથી સ્કેન કરવાનો રહેશે. ત્યારપછી UPI પિન દાખલ કરવાથી એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે. આમાં કાર્ડની જરૂર રહેશે નહીં.
Published On - 6:51 am, Mon, 18 April 22