જો તમે પણ મહિન્દ્રા થાર ખરીદવા જઈ રહ્યા છો, તો આજની માહિતી ખાસ તમારા માટે છે. શું તમે જાણો છો કે કંપનીએ મહિન્દ્રા થાર પર 4×4 શા માટે લખેલું હોય છે ? અમુક લોકોને ખબર હશે 4×4 નો અર્થ શું છે, પરંતુ એવા ઘણા લોકો હશે જેઓ મહિન્દ્રા થાર ચલાવતા હશે તેમ છતાં તેઓ થાર પર લખેલા 4×4 નો અર્થ જાણતા નહીં હોય.
આજે અમે તમને જણાવીશું કે કંપની દ્વારા શા માટે થાર પર 4×4 લખવામાં આવે છે અને નવું વાહન ખરીદતા પહેલા તમારા માટે આ જાણવું કેમ જરૂરી છે ? જો તમે ક્યારેય વાહન પર 4×4 ને બદલે 4WD લખેલું જોશો, તો તમારે મૂંઝવણમાં પડવાની જરૂર નથી બંને શબ્દોનો અર્થ એક જ છે.
જો કે માર્કેટમાં ઘણા એવા વાહનો છે જે 4WD સાથે આવે છે, પરંતુ આજે અમે તમને એવા પાંચ મોડલ વિશે જણાવીશું જેમાં તમને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મળશે.
4×4 અથવા 4WD એ એક એવી સિસ્ટમ છે જેમાં વાહનનું એન્જિન કારના ચારેય વ્હીલ્સને સમાન રીતે પાવર આપે છે. ફોર-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ ઈમ્પ્રુવ ટ્રેક્શન કંટ્રોલ સાથે ભીના, બરફીલા અને ઓફ-રોડિંગ એક્સપેરિયન્સને સરળ બનાવવા માટે કામ કરે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિને પડકારજનક સ્થિતિમાં પણ ડ્રાઇવિંગનો સારો અનુભવ મળે છે.
કોઈપણ સંજોગોમાં વાહન રસ્તા પર ફસાઈ ન જાય તે માટે ટાયરમાં વધુ પાવરની જરૂર પડે છે અને તે સમયે આ સિસ્ટમ કામમાં આવે છે. સામાન્ય રસ્તાઓ પર આ સિસ્ટમ ટુ વ્હીલ ડ્રાઇવ મોડ પર કામ કરે છે. Thar સિવાય ભારતમાં Mahindra Scorpio N, Force Gurkha, Jeep Compass, Toyota Fortuner અને MG Glosterમાં ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આવે છે.
આ પણ વાંચો આવો મોકો ફરી નહીં મળે…આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી
Published On - 6:29 pm, Sat, 22 June 24