ખરીદવી છે TATA ની કાર તો પૈસા રાખો તૈયાર, આવી રહી છે 3 નવી SUV

|

Apr 28, 2024 | 3:15 PM

ટાટા મોટર્સની કાર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે ટાટા પંચ અને નેક્સોન પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની સૌથી વધુ વેચાતી કાર રહી છે. ત્યારે હવે ટાટા મોટર્સ ચાલુ કેલેન્ડર વર્ષમાં તેની 3 નવી SUV કાર લોન્ચ કરવા જઈ રહી છે.

ખરીદવી છે TATA ની કાર તો પૈસા રાખો તૈયાર, આવી રહી છે 3 નવી SUV
Tata Suv

Follow us on

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ટાટા મોટર્સની કાર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે ટાટા પંચ અને નેક્સોન પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની સૌથી વધુ વેચાતી કાર રહી છે. ટાટાની કારની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ટાટા પંચે ગયા મહિને એટલે કે માર્ચ 2023માં કારના વેચાણમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. હવે કંપની ચાલુ કેલેન્ડર વર્ષમાં તેની 3 નવી SUV લોન્ચ કરવા જઈ રહી છે.

Tata Punch Facelift

Tata Punch છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે. હવે કંપની આગામી મહિનાઓમાં ટાટા પંચનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. જે તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર આગામી ટાટા પંચ Faceliftના દેખાવમાં ફેરફાર જોવા મળી શકે છે.

Tata Curve EV

ભારતમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં ટાટા મોટર્સનું હાલ સંપૂર્ણ વર્ચસ્વ છે. આ વર્ચસ્વ જાળવી રાખવા માટે કંપની આગામી મહિનાઓમાં Tata Curve નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. આગામી Tata Curve EV તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આવનારી ઈલેક્ટ્રિક SUV સિંગલ ચાર્જ પર 400થી 500 કિલોમીટરની રેન્જ આપી શકે છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

Tata Safari પેટ્રોલ

Tata Safari છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ગ્રાહકોમાં સૌથી લોકપ્રિય SUV પૈકીની એક છે. જો કે, ગ્રાહકો લાંબા સમયથી ટાટા સફારીના પેટ્રોલ વેરિઅન્ટની રાહ જોઈ રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની 2024ના અંત સુધીમાં ટાટા સફારીના પેટ્રોલ વેરિઅન્ટને લોન્ચ કરી શકે છે. આ SUVમાં 1.5-લિટર 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે જે 168 bhpની મહત્તમ પાવર અને 350 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે.

આ પણ વાંચો 25 પૈસામાં દોડશે 1 કિમી ! આવી રહી છે શાનદાર ઇલેક્ટ્રિક બાઇક, આવતા અઠવાડિયે થશે લોન્ચ

Next Article