Tata Altroz ​​CNG car ભારતમાં લોન્ચ, કિંમત 7.55 લાખ રૂપિયાથી શરૂ, જાણો શું છે આના first in class ખાસ ફિચર્સ

Tata Altroz ​​CNG ની કિંમત રૂ. 7.55 લાખથી રૂ. 10.55 લાખની (ex-showroom) વચ્ચે છે. આ કાર સંપૂર્ણ લોડ વેરિઅન્ટ સાથે CNG પાવરટ્રેન મેળવનારી પ્રથમ પ્રીમિયમ હેચબેક છે.

Tata Altroz ​​CNG car ભારતમાં લોન્ચ, કિંમત 7.55 લાખ રૂપિયાથી શરૂ, જાણો શું છે આના first in class ખાસ ફિચર્સ
| Edited By: | Updated on: May 22, 2023 | 8:18 PM

Tata Altroz ​​CNG માટેનું બુકિંગ એપ્રિલમાં શરૂ થયું હતું, જેમાં કારના કેટલાક યુનિટ પહેલેથી જ ડીલર સુધી પહોંચી પણ ગયા છે. આ કારમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન (73.5 PS/103 Nm) 5-સ્પીડ MT ગિયરબોક્સ છે. તેના હાઇલાઇટ ફિચર્સમાં ટ્વિન-સિલિન્ડર CNG સેટઅપ, 210 લિટર બૂટ સ્પેસ અને સનરૂફનો પણ સમાવેશ થાય છે. બિઝનેસ ન્યુઝ અહીં વાંચો.

Tata Altroz ​​CNG ભારતમાં લોન્ચ (રજુ) કરવામાં આવી છે. કંપનીએ જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સ્પો 2023 દરમિયાન તેનું અનાવરણ કર્યું હતું. અને પછી એપ્રિલમાં બુકિંગ લેવાનું શરૂ કર્યું હતું. આ વાહનના થોડા યુનિટ ડીલરશીપ સુધી પહોંચી ગયા છે. આ કાર છ વેરિઅન્ટ્સ XE, XM+, XM+ (S), XZ, XZ+ (S) અને XZ+ O (S)માં ઉપલબ્ધ છે.

જેમ તમે નીચેના કોષ્ટકમાં જોઈ શકો છો, Altrozના CNG વેરિઅન્ટની કિંમત સ્ટાન્ડર્ડ પેટ્રોલ વેરિઅન્ટ કરતાં લગભગ રૂ. 1 લાખ વધુ છે.

Tata Altroz ​​CNG 1.2-લિટર પેટ્રોલ એન્જિન (73.5 PS/103 Nm) દ્વારા સંચાલિત છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. જ્યારે, તેનું પેટ્રોલ વર્ઝન 88 PS પાવર અને 115 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર સીએનજીથી શરૂ થાય છે.

અલ્ટ્રોઝ સીએનજીની સૌથી મોટી ખાસિયત તેના બૂટ સ્પેસ છે. આ હેચબેક કારમાં પ્રથમ વખત ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજી મળે છે, જે હવે બે અલગ-અલગ સિલિન્ડર મેળવે છે, જે કારના કાર્ગો એરિયાના તળિયે સ્થિત છે. આવી સ્થિતિમાં, હવે આ કારમાં સામાન રાખવા માટે 210 લિટર બૂટ સ્પેસ ઉપલબ્ધ છે.

આ વાહનની બીજી મોટી વિશેષતા એ છે કે તેને સિંગલ-પેન સનરૂફ (સેગમેન્ટ ફર્સ્ટ) આપવામાં આવ્યું છે, જે તેની સ્પર્ધામાં હાજર કોઈપણ કારમાં જોવા મળતું નથી. આ સિવાય તેમાં સ્ટાન્ડર્ડ મોડલના તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં 7 ઈંચનું ટચસ્ક્રીન યુનિટ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ અને રિવર્સ કેમેરાનો સમાવેશ થાય છે.

આ પણ વાચો: Mukesh Ambani New Business : મુકેશ અંબાણી 20 હજાર કરોડના આઈસ્ક્રીમ બિઝનેસમાં ધૂમ મચાવશે

સંપૂર્ણ લોડ વેરિઅન્ટ સાથે CNG પાવરટ્રેન મેળવનારી તે પ્રથમ પ્રીમિયમ હેચબેક છે. તેમાં ચામડાની અપહોલ્સ્ટરી, 16-ઇંચ એલોય વ્હીલ્સ અને વાયરલેસ ચાર્જિંગ પેડ જેવી સુવિધાઓ પણ મળે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:14 pm, Mon, 22 May 23