
જેમ સમગ્ર જીવસૃષ્ટીને તીવ્ર ગરમીથી રક્ષણની જરૂર પડે છે, તેવી જ રીતે તમારે તમારી કારને પણ આકરા સૂર્યપ્રકાશથી રક્ષણની જરૂર પડે છે. મોટાભાગના તમામ મુખ્ય કાર ઉત્પાદકો ઉનાળા દરમિયાન કારની જાળવણી કરવાની ભલામણ કરે છે. ઉનાળામાં પડતા આકરા તાપને કારણે વાહનો ઝડપથી જૂના થવા લાગે છે. ઉચ્ચ તાપમાનથી, વાહનના વિવિધ ઘટકોને ઝડપથી નુકસાન પહોચાડે છે. લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી કાર અને ટુ-વ્હીલર બંનેને અસર થાય છે. તેથી, ઉનાળાની ઋતુમાં તમારી કારને સુરક્ષિત રાખવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.
ઉનાળાની ઋતુમાં તમારી કારની સલામતી માટે વેક્સિંગ અને પોલિશિંગ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. જેમ સનસ્ક્રીન આપણી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપે છે, તેમ મીણના પોલીશનું એક સ્તર રંગ અને આંતરિક ધાતુને કઠોર સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે. કારની નીચેના ભાગ જેવા પ્લાસ્ટિક પેનલ્સને વધારાની કાળજીની જરૂર પડે છે. નિયમિત પ્લાસ્ટિક પોલિશિંગ તાજો અને નવો દેખાવ જાળવવામાં મદદ કરે છે.
પ્લાસ્ટિકના ઘટકોની જેમ, રબરના ઘટકો પણ ઉનાળામાં ઝડપથી બગડે છે. તેથી સિઝન શરૂ થાય તે પહેલાં વિન્ડો ચેનલ જેવા રબરના ઘટકો તપાસો અને તેને બદલો. ક્ષતિગ્રસ્ત રબર સીલ, કાર વોશ વખતે અને વરસાદ દરમિયાન પાણીના લીકેજ અને ગંદકીનું મુખ્ય કારણ બને છે.
કારના ટાયરને રસ્તાની સપાટીથી ગરમી સહન કરવી પડી શકે છે. તેથી, ટાયરની કાળજી ના લેવી જોખમી સાબિત થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને હાઇવે અને એક્સપ્રેસ વે પર ટાયર ફાટી શકે છે. ઉનાળામાં, ટાયરમાં સૂક્ષ્મ તિરાડો વિકસે છે, જે સામાન્ય રીતે દેખાતી નથી. તેથી, હંમેશા ટાયરની ચકાસણી કરતા રહો.
તાપમાનને નિયંત્રિત કરવા માટે એન્જિન, એન્જિન ઓઇલ અને કૂલંટ બંને પર આધાર રાખે છે. કૂલંટ ગરમી મર્યાદામાં રહે તેની ખાતરી કરવા માટે નિયમિતપણે તપાસતા રહો. જો તમને લાગે કે કૂલંટ થોડું પણ ઓછું છે, તો તરત જ તેને ટોપ અપ કરાવો.
જેમ તમે તડકામાં છત્રીનો ઉપયોગ કરો છો, તેવી જ રીતે તમારી કારની સલામતી માટે કવરનો ઉપયોગ કરો. જો તમે તમારી કાર લાંબા સમય સુધી બહાર પાર્ક કરો છો, તો પેઇન્ટ અને ધાતુને યુવી કિરણોથી બચાવવા માટે કાર કવરનો ઉપયોગ કરો.
ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપની, નવા મોડલનુ લોન્ચ, વ્હીકલ કંપની દ્વારા સત્તાવાર જાહેરાત વગેરે જાણવા માટે તમે અમારા ઓટોમોબાઈલ ટોપિક પર ક્લિક કરો.