
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના કાર કલેક્શનમાં વધુ એક બ્રાન્ડ ન્યૂ કારની એન્ટ્રી થઈ છે. રોહિત શર્માએ હાલમાં જ ભારતીય બજારમાં સામેલ થયેલી ટેસ્લા (Tesla)ની બ્રાંડ ન્યૂ કાર ખરીદી છે. રોહિત ખુદ ડ્રાઈવિંગ સીટ પર બેસી આ ઈલેક્ટ્રીક કારને ચલાવીને ઘરે લાવ્યો. રોહિતની આ નવી ગાડીની કિંમત લાખોમાં છે. ટીમ ઈન્ડિયાના ‘હિટમેન’ પાસે આ પ્રકારની અનેક મોંઘી ગાડીઓ છે. રોહિત થોડા દિવસ પહેલા મુંબઈની ગલીઓમાં લેમ્બર્ગિની Lamborghini ચલાવતો પણ જોવા મળ્યો હતો.
This is why Tesla doesn’t need to advertise – Rohit Sharma (captain of India’s national cricket team), who has 45M followers on Instagram, just bought a new Tesla Model Ypic.twitter.com/m02awSltMR https://t.co/XQSLYyo4XZ
— Teslaconomics (@Teslaconomics) October 9, 2025
રોહિત શર્માના આ વીડિયો પર તો એક ફેને લખ્યુ પણ છે કે આ જ કારણ છે કે ટેસ્લાને માર્કેટિંગ કરવાની જરૂર નથી પડતી. રોહિત શર્માની કારમાં એન્ટ્રી જ એક સેલિબ્રિટી મોમેન્ટ બની ગઈ અને ટેસ્લા માટે આ એક ઓર્ગેનિક માર્કેટિંગ થઈ ગઈ છે.
રોહિત શર્માએ ટેસ્લા મોડલ વાય Tesla Model Y ખરીદી છે. ભારતમાં આ કારની એક્સ શોરૂમ પ્રાઈસ 59.89 લાખથી શરૂ થઈને 73.89 લાખ રૂપિયા સુધી જાય છે. મુંબઈમાં આ કારના બેસ મોડલની ઓન-રોડ પ્રાઈસ 60.49 લાખ રૂપિયા છે. તો ટોપ મોડલની ઓન રોડ કિંમત 74.43 લાખ રૂપિયા છે. આ કાર ચાર વેરિયન્ટમાં ભારતીય માર્કેટમાં છે. આ ઈલેક્ટ્રીક કાર સિંગલ ચાર્જિંગમાં 500 થી 622 કિલોમીટર ની રેન્જ આપવાનો કંપનીનો દાવો છે.
રોહિત શર્મા કારનો શોખીન છે અને તેનો કાર પ્રેમ જાણીતો છે. રોહિત શર્માના કાર કલેક્શનમાં રેન્જ રોવર, લેમ્બોર્ગિની જેવી અનેક મોંઘી ગાડીઓ સામેલ છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ G-ક્લાસ, BMW 7 સિરીઝ, ઓડી Q7 અને રેન્જ રોવર છે. હવે રોહિતના ગેરેજમાં ટેસ્લા મોડલ વાઈ (Tesla Model Y) પણ સમાવેશ થયો છે. ભારતમાં એલન મસ્કની કાર કંપની ટેસ્લાએ આ વર્ષે જ જૂલાઈમાં ભારતમાં આવી છે અને રોહિતે ત્રણ મહિનાની અંદર આ ગાડીને તેના કાર કલેક્શનનો હિસ્સો બનાવી લીધી છે.
તેની પાસે તેની ફેવરિટ બ્લૂ લેમ્બોર્ઘિની ઉરુસ પણ છે. એનો નંબર 264. આ નંબર તેનો વન-ડેમાં હાઇએસ્ટ છે અને એથી તેણે એ નંબર લીધો હતો. આ કારને તેણે હાલમાં જ ડ્રીમ11ના કેમ્પેઈન હેઠળ તેના એક ફેનને ગિફ્ટ કરી હતી.
રોહિત શર્માએ તેની ટેસ્લા કારના નંબર પણ યુનિક લીધો છે. કારનો નંબર MH01FB3015 છે. રોહિતની દીકરી સમાયરાનો જન્મદિવસ 30 ડિસે. 2018 છે અને પુત્ર અહાનનો જન્મદિવસ 15 નવેમ્બર 2024 છે. આથી રોહિતે બંને બાળકોના જન્મદિવસનો નંબર લીધો છે.